Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વલસાડના કચીગામમાં છરાની અણીએ ખેડૂતને ત્યાંથી ૧.૬૫ લાખની લૂંટ

-ચાર બુકાનીધારીઓ ઘરમાં ઘૂસી વૃધ્ધ દંપતિને બાનમાં લઇ રોકડ-દાગીના- મોબાઇલ લૂંટી ગયા

વલસાડ,તા.12 ઓગસ્ટ 2017, શનિવાર

વલસાડ તાલુકાના રોણવેલ બાદ હવે કચીગામમાં લૂંટારૃઓ ત્રાટકયા હતા. કચીગામમાં એક ખેડૂતને ત્યાં ચાર બુકાનીધારી લૂંટારૃઓ ઘરમાં પ્રવેશી મહિલાને ફટકો મારી  રૃ।. ૧.૬૫ લાખની  લૂંટ કરી ફરાર થઇ ગયા હતાં.

વલસાડ તાલુકાના કચીગામમાં સડક ફળિયામાં રહેતા રમણભાઇ ઠાકોર (ઉ.વ. ૭૦)ના ઘરમાં શુક્રવારે ૯-૩૦ કલાકે લૂંટારૃઓ ત્રાટક્યા હતા. ૨૫ થી ૩૦ વર્ષની ઉંમરના લાગતા ચાર લૂંટારૃઓ મોં પર રૃમાલ બાંધી ઘરમાં પ્રવેશ્યા હતા. હિન્દી બોલતા લૂંટારૃઓએ ઘરની મહિલા જશોદાબેનને લાકડાનો ફટકો માર્યો હતો. તેમજ અન્ય સભ્યોને છરો બતાવી તેમની પાસેથી રૃ।. ૧.૪ લાખના સોનાના ઘરેણાં, રૃ।. ૧૩ હજારની મત્તાના બે મોબાઇલ  અનએ રૃ।. ૧૨ હજાર રોકડા મળી કુલ રૃ।. ૧.૬૫ લાખની મત્તાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતાં. જેની જાણ પોલીસને કરતાં પોલીસે ડોગ સ્કવોર્ડ લઇ ઘટનાસ્થલે પહોંચી હતી. જો કે, લૂંટારૃનું કોઇ પગેરૃં પોલીસને મળ્યું ન હતું. હાલ રૃરલ પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Post Comments