Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શમી ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ ગુમાવશે

બેંગ્લોર, તા.11 જૂન, 2018, સોમવાર

ભારતીય ક્રિકેટ ટીમ અને ભારતની એ ટીમના ખેલાડીઓના ફિટનેસ ટેસ્ટ આજે અહીં નેશનલ ક્રિકેટ એકડમીમાં યોજવામાં આવ્યા હતા, જેમાં અફઘાનિસ્તાન સામે આગામી ગુરુવારથી શરૃ થઈ રહેલી એકમાત્ર ટેસ્ટના ખેલાડીઓમાંથી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી નિષ્ફળ નીવડયો છે, જ્યારે ઇંગ્લેન્ડ લાયન્સ અને વેસ્ટ ઇંડિઝ એ સામે રમાનારી ભારત એ ની ટીમના વિકેટ કિપર બેટસમેન સંજુ સેમસન યો યો ફિટનેસ ટેસ્ટ પાસ ન કરી શકતા તેને પણ ટીમમાંથી બાકાત કરવામાં આવ્યો છે.

ભારત એ ઇંગ્લેન્ડના પ્રવાસે ત્રિકોણીય વન ડે ટુર્નામેન્ટ રમશે. આ ટુર્નામેન્ટ ૨૨ જૂનથી શરૃ થનાર છે. સેમસનના સ્થાને ઇશાન કિશનને તક આપવામાં આવી છે. જ્યારે મોહમ્મદ શમીના સ્થાને પસંદગીકારોએ દિલ્હીના રણજી ટ્રોફી બોલર નવદીપ સૈનીનો સમાવેશ કર્યો છે.

નવદીપસૈનીએ ૨૦૧૭-૧૮ની રણજી ટ્રોફી સિઝનમાં આઠ મેચોમાં ૩૮ વિકેટ ઝડપી હતી. તેના બોલિંગ ફોર્મને લીધે દિલ્હી ફાઇનલ સુધી પહોંચ્યું હતું. સંજુ સેમસનને નિરાશા સાંપડી હશે કેમ કે કેરાલાના આ વિકેટકિપર બેટસમેને ૮૧ આઇપીએલ મેચોમાં ૨૬.૬૭ ની સરેરાશથી ૧૮૬૭ રન, ૧૦ અર્ધી સદી અને એક સદી સાથે નોંધાવ્યા છે.

Post Comments