Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજથી ન્યુઝીલેન્ડમાં અંડર-૧૯ વર્લ્ડ કપ

- વિશ્વની ૧૬ ટીમો વચ્ચે ૪૮ મુકાબલા ખેલાશે : ૩ ફેબુ્રઆરીએ ફાઈનલ

- વેસ્ટ ઈન્ડિઝ ડિફેન્ડિંગ ચેમ્પિયન : ભારત ગત વર્લ્ડ કપમાં ફાઈનલમાં પ્રવેશ્યું હતુ

ક્રાઈસ્ટચર્ચ,તા.૧૨ જાન્યુઆરી 2018, શુક્રવાર

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતના ફ્યુચર સ્ટાર્સ વચ્ચે આવતીકાલથી ન્યુઝીલેન્ડની ભૂમિ પર અંડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપનો પ્રારંભ થશે. ૨૨ દિવસ ચાલનારા અંડર-૧૯ ક્રિકેટના મહાકુંભમાં વિશ્વની ૧૬ ટીમો વચ્ચે કુલ ૪૮ મુકાબલા ખેલાશે. અંડર-૧૯ વર્લ્ડ કપના ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે વેસ્ટ ઈન્ડિઝ મેદાન પર ઉતરશે. જ્યારે ગત વર્લ્ડકપની ફાઈનલમાં હારનો સામનો કરનારી ભારતની યુવા ટીમ ફરી વખત યુવા વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે ઉત્સુક જોવા મળી રહી છે. અંડર-૧૯ વર્લ્ડ કપમાં ૧૬ ટીમોને ચાર-ચારના ચાર ગુ્રપમાં વહેંચી નાંખવામાં આવી છે, જેમાં ભારતીય ટીમને ગુ્રપ બીમાં ઓસ્ટ્રેલિયા, પાપુઆ ન્યુ ગીની અને ઝિમ્બાબ્વે સાથે સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝને ગુ્રપ એમાં કેન્યા, ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાની સાથે તક આપવામાં આવી છે.

ભારતની ટીમ
પૃથ્વી શૉ (કેપ્ટન), શુભમ ગીલ (વાઈસ કેપ્ટન), અર્યન જુયલ, અભિષેક શર્મા, આર્ષદીપ સિંઘ, હરવિક દેસાઈ , મનોજ કાલરા, કમલેશ નગરકોટી, પંકજ યાદવ, રીયાન પરાગ, ઈશાન પોરલ, હિમાંશુ રાણા, અનુકુલ રોય, શિવમ માવી, શિવા સિંઘ.

ભારતની મેચો
૧૪ જાન્યુઆરી, વિ. ઓસ્ટ્રેલિયા, ૧૬ જાન્યુઆરી, વિ.પાપુઆ ન્યુગીની, ૧૯ જાન્યુઆરી, વિ. ઝિમ્બાબ્વે

* પ્રથમ મેચ સવારે ૫.૩૦થી અને બાકીની બંને મેચ સવારે ૬.૩૦થી શરૃ થશે

ભારતને ચોથી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાની આશા
ભારતની અંડર-૧૯ ટીમના કોચ તરીકે લેજન્ડરી બેટ્સમેન રાહુલ દ્રવિડ જવાબદારી સંભાળી રહ્યો છે. ટીમનુ સુકાન મુંબઈના યુવા બેટ્સમેન પૃથ્વી શૉના હાથમાં છે, જ્યારે ટીમમાં શુભમ ગીલ તેમજ હિમાંશુ રાણા જેવા ક્રિકેટરો પણ સામેલ છે. ટીમ ઈન્ડિયાએ અગાઉ ત્રણ વખત અંડર-૧૯ વર્લ્ડ કપ જીત્યો છે અને હવે ચોથી વખત આ ટાઈટલ જીતવા તરફ મીટ માંડી છે.

ગ્રુપ-એ : કેન્યા, સાઉથ આફ્રિકા, ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ
ગ્રુપ-બી : ઓસ્ટ્રેલિયા, ભારત, પાપુઆ ન્યુ ગીની અને ઝિમ્બાબ્વે
ગ્રુપ-સી : બાંગ્લાદેશ, કેનેડા, ઈંગ્લેન્ડ અને નામીબિયા
ગ્રુપ-ડી : અફઘાનિસ્તાન, આયર્લેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા.

Post Comments