Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજથી બેંગ્લોરમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એકમાત્ર ટેસ્ટ

- મેચનો પ્રારંભ સવારે ૯.૩૦ થી : રહાને ભારતનો કેપ્ટન

બેંગ્લોર, તા.13 જૂન 2018, બુધવાર

અફઘાનિસ્તાન તેના ક્રિકેટ ઇતિહાસની સૌ પ્રથમ ટેસ્ટ મેચ આવતીકાલે અહીંના ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર ભારત સામે રમશે. આ સાથે અફઘાનિસ્તાન ટેસ્ટ ક્રિકેટ રમનાર ૧૧મો દેશ બનશે. ભારતીય સમય પ્રમાણે મેચ સવારે ૯.૩૦ થી શરૃ થશે. ભારત- અફઘાનિસ્તાન એક જ ટેસ્ટ રમવાનું છે.

કોહલીને આરામ અપાયો હોઇ રહાને ભારતની ટીમની કેપ્ટન્સી સંભાળનાર છે. તેવી જ રીતે મીડિયમ પેસર બુમરાહ અને ભુવનેશ્વર કુમારને આગામી ઇંગ્લેન્ડના પ્રવાસને નજરમાં રાખીને ટીમમાં નથી સમાવાયા.

આ ટેસ્ટની રોચક ઇંતેજારી એ બની રહેશે કે સામાન્ય રીતે ભારતની પીચો સ્પિનરો માટે અનુકુળ હોઇ વિદેશી ટીમોને માટે ભારતનો પ્રવાસ સજા સમાન હોય છે. જયારે અફઘાનિસ્તાનની મુખ્ય તાકાત જ રશિદ ખાન, નબી, ઝદરન, કેપ્ટન સ્ટાનિકઝાઈ જેવા ખેલાડીઓ છે.

વિશેષ કરીને રશિદ ખાન આઇપીએલ અને તે પછી બાંગ્લાદેશને ૩-૦ થી ટવેન્ટી-૨૦માં હરાવીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હોઇ ટેસ્ટ ક્રિકેટમાં તેનો પ્રભાવ કેવો રહે છે તેના પર ક્રિકેટ વિશ્વની નજર રહેશે.
૧૭ વર્ષીય મુજીબ કે જે તેની કારકિર્દીમાં એક પણ ચાર દિવસની મેચ નથી રમ્યો તે પણ આશાસ્પદ સ્પિન બોલર મનાય છે.

અશ્વીન અને જાડેજા ભારતીય સ્પિનની જવાબદારી સંભાળશે.

ભારતની ટીમ : રહાને (કેપ્ટન), ધવન, વિજય, પુજારા, રાહુલ, કરૃણ નાયર, કાર્તિક (વિકેટ કિપર), હાર્દિક પંડયા, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની, અશ્વીન, જાડેજા, કુલદીપ યાદવ, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ.

અફઘાનિસ્તાનની ટીમ : સ્ટાનિકઝાઈ (કેપ્ટન), શહઝાદ, અહમદી, રહમત શાહ, મુજીબ, જમાલ, શાહિદી, ઝાઝાઇ, નબી, ઝાહિર ખાન, હમઝા, શિરઝાદ, વફાદાર, રહમાન, રાશીદ ખાન, ઈહ્સાનુલ્લાહ, અહમદઝાઈ

 

Post Comments