Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિમેન્સ વન-ડે વર્લ્ડકપમાં સેમિફાઇનલ મુકાબલાનો પ્રારંભ

- આજે પ્રથમ સેમિ.માં ઇંગ્લેન્ડ-દક્ષિણ આફ્રિકા ટકરાશે

- ગુરુવારે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમિફાઇનલ

બ્રિસ્ટોલ, તા.17 જુલાઇ, 2017, સોમવાર

આઇસીસી વિમેન્સ વન-ડે વર્લ્ડકપમાં મંગળવારથી સેમિફાઇનલ મુકાબલાનો પ્રારંભ થશે. જેમાં આવતીકાલે પ્રથમ સેમિફાઇનલમાં યજમાન ઇંગ્લેન્ડ-દક્ષિણ આફ્રિકા જ્યારે ગુરુવારે બીજી સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે થશે. ભારતીય ટીમ ૨૦૦૫  બાદ પ્રથમ વાર વિમેન્સ વન-ડે વર્લ્ડકપની સેમિફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે.

લીગ રાઉન્ડમાં ભારતનો દેખાવ સારો રહ્યો હતો અને તેણે ૭ માંથી પાંચ મેચમાં વિજય સાથે પોઇન્ટ ટેબલમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. બીજી તરફ અન્ય સેમિફાઇનલિસ્ટ ટીમમાંથી ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયાએ ૭ માંથી ૬ અને દક્ષિણ આફ્રિકાએ ૪ મેચમાં વિજય મેળવ્યો છે. હવે આવતીકાલના સેમિફાઇનલ મુકાબલાની વાત કરવામાં આવે તો તેમાં ઇંગ્લેન્ડનો હાથ ઉપર રહે તેવી પૂરી સંભાવના છે.

લીગ રાઉન્ડની હાઇસ્કોરિંગ મેચમાં ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકા સામે ૬૮ રને વિજય મેળવ્યો હતો. જેમાં ઇંગ્લેન્ડના ૩૭૪ના લક્ષ્યાંક સામે દક્ષિણ આફ્રિકાએ ૩૦૫ રન નોંધાવ્યા હતા. વર્તમાન ટુર્નામેન્ટમાં ઇંગ્લેન્ડની ટેમ્મી બ્યુમોન્ટે ૭ મેચમાં સૌથી વધુ ૩૭૨ રન નોંધાવ્યા છે. સૌથી વધુ રન કરવામાં ભારતની સુકાની મિતાલી રાજ ત્રીજા ક્રમે છે.

મિતાલીએ ૭ મેચમાં ૫૦.૮૫ની એવરેજથી ૩૫૬ રન નોંધાવ્યા છે, જેમાં ૧ સદી અને ૩ અડધી સદીનો સમાવેશ થાય છે. બોલરોમાં દક્ષિણ આફ્રિકાની નિક્રેક ૬ મેચમાં ૧૫ વિકેટ સાથે સૌથી સફળ છે. ભારતમાંથી એકતા બિશ્તે ૬ મેચમાં સૌથી વધુ ૯ વિકેટ ખેરવી છે. વર્તમાન ટુર્નામેન્ટમાં ત્રણ વખત ૩૦૦થી વધુના સ્કોર જોવા મળ્યા છે, જેમાંથી બે વખત ઇંગ્લેન્ડે જ આ જૂમલો ખડક્યો છે.

લીગ રાઉન્ડ પોઇન્ટ ટેબલ

ટીમ

મેચ

જીત

હાર

રદ

પોઇન્ટ

ઇંગ્લેન્ડ

૧૨

ઓસ્ટ્રેલિયા

૧૨

ભારત

૧૦

દ.આફ્રિકા

ન્યૂઝીલેન્ડ

વિન્ડીઝ

શ્રીલંકા

પાકિસ્તાન

 

Post Comments