Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શાસ્ત્રીનો વાર્ષિક પગાર સાડા સાત કરોડ રૃપિયા નક્કી થાય તેવી શક્યતા

- ભારતીય ક્રિકેટ બોર્ડે પગાર નક્કી કરવા સમિતિ બનાવી છે

નવી દિલ્હી, તા. 16 જુલાઇ, 2017, રવિવાર

ભારતીય ક્રિકેટ ટીમના ચીફ કોચ તરીકેની નિયુક્તિ મેળવ્યા બાદ હવે રવિ શાસ્ત્રીને કેટલો પગાર આપવો તે અંગે ભારતીય ક્રિકેટ બોર્ડ વિચારણા કરી રહ્યું છે. આ માટે બીસીસીઆઇએ ચાર સભ્યોની સમિતિ બનાવી છે, જે કોચનો પગાર નક્કી કરશે. જોકે ભારતીય ક્રિકેટ બોર્ડના સૂત્રો જણાવી રહ્યા છે કે, શાસ્ત્રીનો વાર્ષિક પગાર  સાત થી લઈને સાડા સાત કરોડ રૃપિયા સુધીમાં નક્કી થાય તેવી શક્યતા છે.

અગાઉ જ્યારે ભારતીય ટીમના ડાયરેક્ટર તરીકે શાસ્ત્રી કામ કરી રહ્યો હતો, ત્યારે પણ તેને આશરે સાડા સાત કરોડ રૃપિયા મળતાં હતા. હવે જો સમિતિ આટલી જ રકમ નક્કી કરે તો શાસ્ત્રી કોચ બનવા માટે તૈયાર થશે કે નહિ તે જોવાનું રહેશે. ભારતીય ક્રિકેટ બોર્ડના ટોચના ઓફિસિઅલે જણાવી દીધું છે કે, શાસ્ત્રીએ ભલે તેના મનગમતા કોચીસને સપોર્ટ સ્ટાફમાં સામેલ કરાવ્યા હોય, પણ તેમને વાર્ષિક રૃપિયા બે કરોડથી વધુનો પગાર મળે તેમ નથી.

તાજેતરમાં વિદાય લેનારા ભારતીય ટીમના કોચ અનિલ કુમ્બલેએ સુપ્રીમ કોર્ટની સમિતિ સમક્ષ ક્રિકેટરો તેમજ કોચીસ માટેના નવા માળખા અંગે પ્રેઝન્ટેશન કર્યું, તેમાં તેણે જણાવ્યું હતુ કે ચીફ કોચને સાત થી લઈને સાડા સાત કરોડ રૃપિયાનો વાર્ષિક પગાર મળવો જોઈએ.

કુમ્બલેના પ્રેઝન્ટેશનનો ફાયદો શાસ્ત્રીને થાય તેમ છે. ભારતની એ ટીમ અને અંડર-૧૯ ટીમના કોચ દ્રવિડનો પગાર પહેલા તબક્કે સાડા ચાર કરોડ અને બીજા તબક્કે પાંચ કરોડ નક્કી થયો હતો. જ્યારે ઝહીરે તો કોચ તરીકે ૧૦૦ દિવસના પગાર તરીકે ચાર કરોડ રૃપિયા માંગ્યા હતા.

Post Comments