Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આઠમી વખત વિમ્બલ્ડન ચેમ્પિયન બનવાની સિદ્ધિ સ્વપ્નવત્ : ફેડરર

- ૨૦૧૫માં યોકોવિચ સામે ફાઈનલ હાર્યા બાદ ફરી અહી ફાઈનલ રમીશ તેવું વિચાર્યું નહતું

- બીજા સેટમાં ૦-૩થી પાછળ પડેલો સિલીક ધુ્રસ્કે ધુ્રસ્કે રડી પડયો

વિમ્બલ્ડન, તા. 16 જુલાઇ, 2017, રવિવાર

સ્વિત્ઝર્લેન્ડના લેજન્ડરી સુપરસ્ટાર ફેડરરે કારકિર્દીનું રેકોર્ડ ૮મું વિમ્બલ્ડન ટાઈટલ જીતવાની સાથે સૌથી મોટી ઉંમરે આ પ્રતિષ્ઠિત ગ્રાન્ડ સ્લેમમાં ચેમ્પિય બનવાની બેવડી સિદ્ધિ મેળવ્યા બાદ કહ્યું કે, હું હજુ માની શકતો નથી કે મેં આ કરી બતાવ્યું છે. મારી આ સિદ્ધિ હજુ મને સ્વપ્નવત્ લાગી રહી છે.

આ ખરેખર કોઈ ચમત્કાર હોય તેવું લાગી રહ્યું છે. ટેનિસ ઈતિહાસના લેજન્ડરી સુપરસ્ટાર ફેડરરે ફાઈનલમાં ક્રોએશિયાના સિલીકને સીધા સેટોમાં ૬-૩, ૬-૧, ૬-૪થી હરાવીને ચેમ્પિયનશીપ જીતી લીધી હતી. આ સાથે તેણે કારકિર્દીનું વિશ્વવિક્રમી ૧૯મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ પણ મેળવ્યું હતુ.

ચેમ્પિયન બન્યા બાદ ફેડરરે કહ્યું કે, વિમ્બલ્ડન જેવી ટુર્નામેન્ટમાં એક પણ સેટ ગુમાવ્યા વિના ચેમ્પિયન બનવાની સિદ્ધિ કોઈ જાદુથી ઓછી નથી. મેં ક્યારેય વિચાર્યું નહતુ કે, હું આટલી ઉંચાઈએ પહોંચી શકીશ. તેમાંય ગત વર્ષ બાદ તો મને આશા નહતી કે, હું અહી ફરી વખત ફાઈનલમાં પ્રવેશી શકીશ.

વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૫ની વિમ્બલ્ડનની યોકોવિચ સામેની ફાઈનલ્સ મારા માટે સંઘર્ષમય રહી હતી. આમ છતાં મને મારામાં ભરોસો હતો અને હું તેના માટે પ્રયાસ કરતો રહ્યો જેના કારણે અહીં સુધી આવી શક્યો.

ક્રોએશિયાના સિલીકને કારકિર્દીની સૌપ્રથમ વિમ્બલ્ડનની ફાઈનલમાં ઈતિહાસ રચવાની આશા હતી, પણ ફેડરરની ક્લાસિક ગેમ સામે તે લાચાર બની ગયો હતો. તેમાંય બીજા સેટમાં જ્યારે તે ૦-૩થી પાછળ પડી ગયો ત્યારે ધુ્રસ્કે ધુ્રસ્કે રડવા માંડયો અને આ પછી તેણે પોતાનો ચહેરો છુપાવી દીધો હતો.

પરાજય બાદ સિલીકે કહ્યું કે, મારી કારકિર્દીમાં ક્યારેય મેં કોઈ મેચ છોડી દીધી નહતી. હું મારી કારકિર્દીમાં શ્રેષ્ઠ દેખાવ કરતો રહ્યો છું અને મને અહીં સુધી પહોંચાડવા બદલ હું મારી ટીમનો આભાર માનું છું.  

ફેડરરના ૧૯ ગ્રાન્ડ સ્લેમ

વર્ષ

ગ્રાન્ડસ્લેમ

૨૦૦૩

વિમ્બલ્ડન

૨૦૦૪

ઓસ્ટ્રેલિયન ઓપન,

 

વિમ્બલ્ડન, યુએસ ઓપન

૨૦૦૫

વિમ્બલ્ડન, યુએસ ઓપન

૨૦૦૬

ઓસ્ટ્રેલિયન ઓપન,

 

વિમ્બલ્ડન, યુએસ ઓપન

૨૦૦૭

ઓસ્ટ્રેલિયન ઓપન,

 

વિમ્બલ્ડન, યુએસ ઓપન

૨૦૦૮

યુએસ ઓપન

૨૦૦૯

ફ્રેન્ચ ઓપન, વિમ્બલ્ડન

૨૦૧૦

ઓસ્ટ્રેલિયન ઓપન

૨૦૧૨

વિમ્બલ્ડન

૨૦૧૭

ઓસ્ટ્રેલિયન ઓપન,

 

વિમ્બલ્ડન


ફેડરરની સફળતામાં '૮'નું મહત્વ
ફેડરરે વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપ આઠમી વખત જીતી લઈને ઈતિહાસ રચી દીધો હતો. ફેડરરના જીવનમાં '૮' અંકનું વિશેષ મહત્વ રહ્યું છે. તેનો જન્મ ૮મી તારીખે થયો છે અને તેના જન્મનો મહિનો પણ આઠમો એટલે કે ઓગસ્ટ છે.

પાંચ વર્ષ બાદ વિમ્બલ્ડન જીત્યો
સ્વિત્ઝર્લેન્ડના લેજન્ડરી સ્ટાર ફેડરરે પાંચ વર્ષ બાદ વિમ્બલ્ડન ટાઈટલ જીતવાની સિદ્ધિ મેળવી હતી. તે છેલ્લ ૨૦૧૨માં બ્રિટનના એન્ડી મરેને હરાવીને ચેમ્પિયન બન્યો હતો. જે પછી ૨૦૧૪ અને ૨૦૧૫ની ફાઈનલમાં યોકોવિચ સામે હાર્યો હતો.

ફેડરરના આઠ વિમ્બલ્ડન ટાઈટલ

૨૦૦૩
ઉંમર : ૨૧ વર્ષ, ૧૦ મહિના અને ૨૮ દિવસ
ફાઈનલ : ફિલિપ્પોસીસ (ઓસ્ટ્રેલિયા)ને ૭-૬(૭-૫), ૬-૨, ૭-૬(૭-૩)થી હરાવ્યો.
ફાઈનલનો સમય : ૧ કલાક, ૫૬ મિનિટ

૨૦૦૪
ઉંમર : ૨૨ વર્ષ, ૧૦ મહિના, ૨૬ દિવસ
ફાઈનલ : રોડ્ડીક (અમેરિકા)ને ૪-૬, ૭-૫, ૭-૬(૭-૩), ૬-૪થી હરાવ્યો.
ફાઈનલન સમય : બે કલાક, ૩૦ મિનિટ

૨૦૦૫
ઉંમર : ૨૩ વર્ષ, ૧૦ મહિના, ૨૫ દિવસ
ફાઈનલ : રોડ્ડીક (અમેરિકા)ને ૬-૨, ૭-૬(૭-૨), ૬-૪થી હરાવ્યો.
ફાઈનલનો સમય : ૧ કલાક, ૪૧ મિનિટ

૨૦૦૬
ઉંમર : ૨૪ વર્ષ, ૧૧ મહિના અને ૧ દિવસ
ફાઈનલ : નડાલ (સ્પેન)ને  ૬-૦, ૭-૬(૭-૫), ૬-૭(૨-૭), ૬-૩થી હરાવ્યો.
ફાઈનલનો સમય : ૨ કલાક, ૫૦ મિનિટ

૨૦૦૭
ઉંમર : ૨૫ વર્ષ, ૧૧ મહિના
ફાઈનલ : નડાલ (સ્પેન)ને ૭-૬(૯-૭), ૪-૬, ૭-૬(૭-૩), ૨-૬, ૬-૨થી હરાવ્યો.
ફાઈનલનો સમય : ૩ કલાક, ૪૫ મિનિટ

૨૦૦૯
ઉંમર : ૨૭ વર્ષ, ૧૦ મહિના, ૨૭ દિવસ
ફાઈનલ : રોડ્ડીક (અમેરિકા)ને ૫-૭, ૭-૬(૮-૬), ૭-૬(૭-૫), ૩-૬, ૧૬-૧૪થી હરાવ્યો
ફાઈનલનો સમય : ૪ કલાક ૧૭ મિનિટ

૨૦૧૨
ઉંમર : ૩૦ વર્ષ, ૧૧ મહિના
ફાઈનલ : એન્ડી મરે (બ્રિટન)ને ૪-૬, ૭-૫, ૬-૩, ૬-૪થી હરાવ્યો
ફાઈનલનો સમય : ૩ કલાક ૨૪ મિનિટ

૨૦૧૭
ઉંમર : ૩૫ વર્ષ, ૧૧ મહિના, ૮ દિવસ
ફાઈનલ : સિલીક (ક્રોએશિયા)ને ૬-૩, ૬-૧, ૬-૪થી હરાવ્યો
ફાઈનલનો સમય : ૧ કલાક અને ૪૧ મિનિટ

Post Comments