Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કુમ્બલે પછી દ્રવિડ-ઝહીરનું જાહેરમાં અપમાન થઈ રહ્યું છે : રામચંદ્ર ગુહા

- ભારતીય ક્રિકેટના લેજન્ડસની સાથે BCCIનું વર્તન ચલાવી લેવાય તેવું નથી

- ભારતીય ક્રિકેટ બોર્ડે દ્રવિડ-ઝહીરની સપોર્ટ સ્ટાફમાં નિમણૂંકને અટકાવી છે

નવી દિલ્હી, તા. 16 જુલાઇ, 2017, રવિવાર

ભારતીય ક્રિકેટ બોર્ડમાં ચાલી રહેલા સ્ટાર પાવરની સામે પગલાં લેવામાં સુપ્રીમ કોર્ટે નિમેલી વિનોદરાયની અધ્યક્ષતાવાળી સમિતિ પણ નિષ્ફળ રહી હતી, જેનાથી અકળાઈને ઇતિહાસવિદ્ રામચંદ્ર ગુહાએ સમિતિમાંથી રાજીનામું આપી દીધું હતુ. રામચંદ્ર ગુહાએ ભારતીય ક્રિકેટમાં દ્રવિડ અને ઝહીર જેવા લેજન્ડરી ખેલાડીઓનું જે પ્રકારે જાહેરમાં અપમાન થઈ રહ્યું છે, તેની સામે અવાજ ઉઠાવ્યો છે. ટ્વીટર પર રોષ ઠાલવતા ગુહાએ ટ્વિટ કર્યું હતુ કે, બીસીસીઆઇએ જે પ્રકારનું શરમજનક વર્તન અનિલ કુમ્બલેની સાથે કર્યું હતુ, તેવું જ વર્તન દ્રવિડ અને ઝહીર જેવા દિગ્ગજોની સાથે થઈ રહ્યું છે.

ગુહાએ ટ્વીટર પર લખ્યું કે, કુમ્બલે, દ્રવિડ અને ઝહીર ખરા અર્થમાં લેજન્ડરી ખેલાડીઓ છે અને તેઓએ મેદાન પર દેશ માટે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવીને પર્ફોમન્સ આપ્યું છે. તેમના જેવા મહાન ખેલાડીઓ સાથે આ પ્રકારનું વર્તન થવું ન જોઈએ.

નોંધપાત્ર છે કે, સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને લક્ષ્મણની બનેલી સમિતિએ સ્પષ્ટપણે જાહેરાત કરી હતી કે, તેઓ શાસ્ત્રીને ટીમનો ચીફ કોચ, ઝહીર ખાનને બોલિંગ કોચ અને દ્રવિડને માત્ર વિદેશ પ્રવાસ માટે બેટીંગ કોચ બનાવી રહ્યા છે. જોકે ભારતીય ક્રિકેટ બોર્ડે શાસ્ત્રીની નિયુક્તિને મંજૂર કરી દીધી છે. જ્યારે ઝહીર અને દ્રવિડની નિયુક્તિને મંજૂરી આપી નથી. વધુમાં આ મામલે ભારતીય ક્રિકેટમાં દ્રવિડ અને ઝહીરની તરફેણમાં સચિન, સૌરવ અને લક્ષ્મણ કે પછી અન્ય કોઈ દિગ્ગજ ક્રિકટરે કોમેન્ટ કરવા સુધીની તસ્દી લીધી નથી.

ગુહાએ સ્ટારપાવર અને હિતોના ટકરાવનો મુદ્દો ઉઠાવ્યો હતો
સુપ્રીમ કોર્ટે ભારતીય ક્રિકેટ બોર્ડના વહિવટ માટે નિમેલી સમિતિમાં ઇતિહાસવિદ્ રામચંદ્ર ગુહાને સામેલ કર્યા હતા. જેમણે થોડા સમય પહેલા જ વિનોદ રાયની અધ્યક્ષતાવાળી સમિતિની નિષ્ક્રિયતા સામે પ્રશ્નાર્થ સર્જવાની સાથે રાજીનામું આપી દીધું હતુ. ગુહાએ આરોપ મૂક્યો હતો કે, ભારતીય કેપ્ટન કોહલી જ પાછલા બારણે કોચ અને કોમેન્ટેટર્સને પસંદ કરતો હોય છે અને તેની ટીકા કરવા બદલ તેણે હર્ષા ભોગલેને કોમેન્ટેટર્સ પેનલમાંથી દૂર કરાવ્યો હતો. ગુહાના શબ્દોને સાચા પાડતા કોહલી સાથેના ટકરાવ બાદ કુમ્બલેને પણ કોચ પદ છોડવું પડયું હતુ. આ પછી ગુહાએ ગાવસ્કર, દ્રવિડ, ધોની સહિતના દિગ્ગજોની સામે હિતોના ટકરાવનો મામલો ઉઠાવ્યો હતો. જોકે આ અંગે કોઈ ખાસ પગલા લેવાયા ન હતા.

Post Comments