Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઓલ્ડેસ્ટ પ્લેયર ઓફ વર્લ્ડ કપ

તા.13 જૂન 2018, બુધવાર

ફૂટબોલના વર્લ્ડ કપના ઈતિહાસના સૌથી ઓલ્ડેસ્ટ પ્લેયરનો વર્લ્ડ રેકોર્ડ આ વખતે ઈજીપ્તનો ગોલકિપર ઈસામ-અલ- હાદારી તોડી નાંખવાનો છે. હાદારીની ઉંમર ૪૫ વર્ષ અને ૧૫૦ દિવસ  છે. જ્યારે અત્યાર સુધી ઓલ્ડેસ્ટ પ્લેયર ઓફ ધ વર્લ્ડ કપનો રેકોર્ડ ધરાવતો કોલંબિયાનો ગોલકિપર ફારયદ મોન્ડાગ્રોન ચાર વર્ષ પહેલા વર્લ્ડ કપ રમ્યો ત્યારે તેની ઉંમર ૪૩ વર્ષ અને ત્રણ દિવસ હતી. 

જ્યારે મેક્સિકોનો માર્કેઝ બીજા નંબરનો સૌથી વયસ્ક ખેલાડી છે, જેની ઉંમર ૪૯ વર્ષ છે.રસપ્રદ છે કે, ઈજીપ્તનો ગોલકિપર ફૂટબોલ વર્લ્ડ કપના ત્રણ ફૂટબોલ કોચિસ કરતાં પણ ઉંમરમાં મોટો છે.  સેનેગલના એલીયુ સીસે, સર્બિયાના લાડેન ક્રાસ્ટાજીક અને બેલ્જીયમના રોબેર્ટો માર્ટીનેઝ ઉંમરમાં ઈજીપ્તના ગોલકિપર હાદારી કરતાં નાના છે.

માસ્ચેરાનો અને માર્કેઝ વચ્ચે ટાઈ
ફિફા વર્લ્ડ કપ ફૂટબોલમાં સૌથી વધુ મેચો રમવાનો રેકોર્ડ આર્જેન્ટીનાના જેવીયર માસ્ચેરાનો અને મેક્સિકોના માર્કેઝના નામે સંયુક્તપણે છે. બંને ૧૬-૧૬ વર્લ્ડ કપ મેચો રમ્યા છે. આ યાદીમાં લાયોનેલ મેસી ૧૫ મેચો સાથે બીજા ક્રમે છે. જ્યારે જર્મનીનો મુસત ઓઝીલ ૧૪ મેચો સાથે ત્રીજો છે. ચોથા ક્રમે ૧૩-૧૩ મેચો સાથે ક્રિસ્ટીયાનો રોનાલ્ડો, થોમસ મુલર, મેન્યુઅલ નેયોર અને સર્જીયો રેમોસ સ્થાન ધરાવે છે.

Keywords Oldest,Player,of,the,World,Cup,

Post Comments