Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મને પ્લેઈંગ-૧૧ માં સ્થાન મળવું જોઈએ

- નિવૃત્તિનો નિર્ણય રાતોરાત લીધો નથી : નેહરા

હૈદરાબાદ,તા.૧૨ ગુરુવાર ઓક્ટોબર 2017

ઓસ્ટ્રેલિયા સામેની શરૃઆતની બે ટ્વેન્ટી-૨૦માં પ્લેઈંગ ઈલેવનમાં ૩૮ વર્ષીય નેહરાને સ્થાન મળ્યું નહતુ અને આ પછી તેણે નિવૃત્તિની જાહેરાત કરતાં કહ્યું હતુ કે, ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી બાદ ભારત ન્યૂઝિલેન્ડ સામે ૧ નવેમ્બરે શ્રેણીની પ્રથમ ટી-૨૦ રમશે અને નવી દિલ્હીમાં રમાનારી આ ટ્વેન્ટી-૨૦ મારી કારકિર્દીની આખરી મેચ બની રહેશે.

પ્રથમ બે ટ્વેન્ટી-૨૦માં બહાર બેસવું પડયું હોવાથી નેહરા નારાજ હોય તેમ લાગી રહ્યું છે. નેહરાએ પત્રકારો સાથેની વાતચીતમાં સ્પષ્ટ કહ્યું હતુ કે, મને લાગે છે કે, જો હું ટીમમાં સિલેક્શન માટે ઉપલબ્ધ હોઉં તો મને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળવું જ જોઈએ. તમે છેલ્લા બે વર્ષનો રેકોર્ડ જુઓ તો હું મોટાભાગની મેચોમાં રમ્યો છું અને આ કારણે મેં તેમને મારા (નિવૃત્તિના) આયોજન અંગેની જાણ કરી દીધી.

નેહરાએ કહ્યું કે, હું હંમેશા કારકિર્દીના શ્રેષ્ઠ તબક્કે નિવૃત્તિ લેવા વિચારતો હતો. લોકો તમારી નિવૃત્તિની જાહેરાત સાંભળીને 'કેમ ?' કહે તે ખેલાડીની નિવૃત્તિનો યોગ્ય સમય કહેવાય. જ્યારે તેઓ તમારી નિવૃત્તિ અંગે કહે 'કેમ નહિ ?' તેવી ગૌરવહીન નિવૃત્તિ મારે લેવીનહતી.

ભુવનેશ્વર કુમારના વખાણ કરતાં નહેરાએ કહ્યું કે, ભુવનેશ્વર ભારતીય ફાસ્ટ બોલિંગનો ભાર ઉપાડવા માટે સક્ષમ છે. તેની બોલિંગ ખુબ જ અસરકારક છે. તેની સાથે હું અથવા બુમરાહ રમતાં હોઈએ છીએ, પણ તેનો દેખાવ ચડિયાતો છે. મારી નિવૃત્તિ પાછળનું એક કારણ એ પણ છે કે, હવે આગામી પાંચ-છ મહિનામાં કોઈ મેજર ટી-૨૦ ટુર્નામેન્ટ નથી આવતી, જેના કારણે મેં આ નિર્ણય લીધો છે.

Post Comments