Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફિફા વર્લ્ડકપ : ઇંગ્લેન્ડના પ્લેયર્સને 'હની ટ્રેપ'માં સપડાવી બ્લેકમેલ કરાશે

- ઇંગ્લેન્ડના સિક્યુરિટી એક્સપર્ટે વ્યક્ત કરેલી આશંકા

- ઇંગ્લેન્ડની બદનામી કરવા માટે રશિયા પૂરા પ્રયાસ કરશે : સિક્યુરિટી એક્સપર્ટ

લંડન, તા.16 એપ્રિલ 2018, સોમવાર

રશિયા ખાતે ૧૪ જૂનથી શરૃ થયેલા ફૂટબોલના મહાકૂંભ વર્લ્ડકપને આડે હવે બે મહિના કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે. મેચ અગાઉ ટીમની માહિતી મેળવવા તેમજ રણનીતિ જાણવા માટે ઇંગ્લેન્ડના ફૂટબોલર્સને હની ટ્રેપમાં ફસાવવામાં આવી શકે છે. ઇંગ્લેન્ડના સિક્યુરીટી એક્સપર્ટે તાજેતરમાં રશિયાની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત બાદ તેમણે તૈયાર કરેલા અહેવાલમાં આ પ્રકારની આશંકા રજૂ કરવામાં આવી છે. રશિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેના સંબંધમાં ૩૬નો આંકડો છે. ઇંગ્લેન્ડના સિક્યુરીટી એક્સપર્ટના મતે ઇંગ્લેન્ડ વર્લ્ડકપમાં નબળો દેખાવ કરે તેના માટે રશિયા પૂરા પ્રયાસ કરશે. જેના ભાગરૃપે રશિયા ખૂબ જ સુંદર યુવતીઓનો પણ ઉપયોગ કરી શકે છે. આ ગ્લેમરસ યુવતીઓ ઇંગ્લેન્ડના પ્લેયર્સને પહેલા લલચાવશે અને ત્યારબાદ તેમને બ્લેકમેલ કરી શકે છે.

ઇંગ્લેન્ડના સિક્યુરિટી એક્સપર્ટ પ્રો. ગ્લીસે જણાવ્યું છે કે, 'ઇંગ્લેન્ડ વર્લ્ડકપમાં ચેમ્પિયન બની શકે તેની કોઇ જ સંભાવના નથી. પરંતુ રશિયા ઇંગ્લેન્ડનો દેખાવ કેમ વધુ કથળે તેની સતત ફિરાકમાં રહેશે. જેના ભાગરૃપે ઇંગ્લેન્ડને ફૂડ પોઇઝનિંગ કે હનીટ્રેપની જાળમાં પણ ફસાવી શકે છે. ઇંગ્લેન્ડના પ્લેયર્સ વર્લ્ડકપ દરમિયાન પબમાં જાય ત્યાં પણ તેમને મારપીટ કરવા માટે ઉશ્કેરવામાં આવી શકે છે. આ માત્ર મારું અનુમાન છે.

ફૂટબોલ ખુબ જ સુંદર રમત છે. પરંતુ ૧૯૩૬માં બર્લિન ઓલિમ્પિક્સ બાદ યજમાન રાષ્ટ્ર હંમેશાં પોતાનો ફાયદો કેવી રીતે થાય તેના માટે પ્રયાસો કરે છે. હની ટ્રેપ રશિયાની ખૂબ જ જૂની ટેક્નિક છે. જેના કારણે બ્રિટિશ પ્લેયર્સે જ નહીં ઓફિશિયલ્સે પણ રશિયન યુવતીઓ સાથે અંતર રાખવું જોઇએ. અગાઉ ઇસ્તોનિયા ખાતે તૈનાત બ્રિટનના સૈનિકો પાસેથી માહિતી કઢાવવા પણ રશિયાએ હની ટ્રેપનો ઉપયોગ કર્યો હતો.

Post Comments