Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્ક્વોશમાં દીપિકા પલ્લીકલ અને જોશના ચિનપ્પાને ડબલ્સમાં સિલ્વર

ગોલ્ડ કોસ્ટ, તા. 15 એપ્રિલ, 2018, રવિવાર

ભારતની દીપિકા પલ્લીકલ અને જોશના ચિનપ્પાની જોડીએ સ્ક્વોશમાં ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સના આખરી દિવસે વિમેન્સ ડબલ્સની ઈવેન્ટમાં સિલ્વર મેડલ મળ્યો હતો. આ સાથે દીપિકાએ ભારતને સ્ક્વોશમાં બીજો મેડલ અપાવ્યો હતો.

દીપિકા અને જોશનાને આજે રમાયેલી વિમેન્સ ડબલ્સની ફાઈનલમાં ન્યુઝીલેન્ડની જોઈલે કિંગ અને અમાન્ડા લાન્ડેર્સ-મર્ફી સામે ૯-૧૧, ૮-૧૧થી હારનો સામનો કરવો પડયો હતો.

નોંધપાત્ર છેકે, ચાર વર્ષ અગાઉ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં દીપિકા અને જોશનાની જોડીએ વિમેન્સ ડબલ્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

જોકે આ વખતે તેઓ ગોલ્ડને જાળવી રાખી શક્યા નહતા. અગાઉ દીપિકા પલ્લીકલ અને સૌરવ ઘોષાલની જોડીએ મિક્સ ડબલ્સની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો અને આખરે તેઓ સિલ્વર મેડલ જીત્યા હતા.

Post Comments