Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડયુમિની સાઉથ આફ્રિકાની ટી-૨૦ ટીમનો કેપ્ટન : ક્લાસૅનનો સમાવેશ

- અમલા, માર્કરામ અને તાહીરને આરામ : ૧૮મી ફેબુ્ર.એ પ્રથમ ટી-૨૦

જોહનીસબર્ગ,તા.૧૩ ફેબ્રુઆરી 2018, મંગળવાર

સાઉથ આફ્રિકાએ ભારત સામેની ત્રણ ટ્વેન્ટી-૨૦ માટેની ટીમનું સુકાન ડયુમિનીને સોંપી દીધું છે. ડુ પ્લેસીસ ઈજાના કારણે ખસી ગયો છે અને વન ડેમાં ટીમની કેપ્ટન્સી યુવા બેટ્સમેન માર્કરામને સોંપવામાં આવી હતી. જોકે માર્કરામ અને અમલા ઉપરાંત તાહીરને આરામ આપવાનો નિર્ણય લેવાતા હવે ડયુમિનીને ટીમનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે. બંને દેશો વચ્ચેની ત્રણ ટ્વેન્ટી-૨૦ની પ્રથમ મેચ તારીખ ૧૮મી ફેબુ્રઆરીએ જોહનીસબર્ગમાં રમાશે.

ભારત સામેની આખરી ટી-૨૦ના પાંચ દિવસ પછી સાઉથ આફ્રિકાની ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી શરૃ થતી હોવાથી યજમાન ટીમે તેના સ્ટાર ખેલાડીઓને આરામ આપ્યો છે. સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડની પસંદગી સમિતિની કન્વિનર લિન્ડા ઝોન્ડીએ જણાવ્યું કે, અમારા સિલેક્ટરો ઈચ્છે છે કે, ફેલુકવાયો અને શમ્સીને વધુને વધુ તક મળે. સાઉથ આફ્રિકાએ નવોદિત બેટ્સમેન જોન્કેર અને ફાસ્ટ બોલર ડાલાને પણ ટીમમાં સામેલ કર્યા છે.

વિકેટકિપર બેટસમેન ક્લાસૅનને ભારત સામેની વન ડેમાં નોંધપાત્ર દેખાવ બાદ ટ્વેન્ટી-૨૦માં તક આપવાનો નિર્ણય લેવાયો છે. સાઉથ આફ્રિકાના પસંદગીકારોએ ઓસ્ટ્રેલિયા સામે તારીખ ૨૨ થી ૨૪ ફેબુ્રઆરી દરમિયાન પ્રેક્ટિસ મેચ રમનારી એ ટીમની પસંદગી પણ કરી છે, જેના કેપ્ટન તરીકે ખાયા ઝોન્ડોને જવાબદારી સોંપવામાં આવી છે. ભારત સામેની ટી-૨૦ માટેની ટીમ : ડયુમિની (કેપ્ટન), બેહાર્ડિન, જુનિયર ડાલા, ડી વિલિયર્સ, હેન્ડરિક્સ, જોન્કર, ક્લાસૅન (વિ.કી.), મીલર, મોરીસ, ડેન પીટરસન, ફાંગીસો, ફેલુકવાયો, શમ્સી, સ્મુટ્સ.

Post Comments