Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો ફ્લેટ પીચો પર સ્પિનરો સામે આસાનીથી રમશે : ક્લાર્ક

- ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન ક્લાર્કને પ્રવાસી ટીમની સફળતાની આશા

- ટેસ્ટ ક્રિકેટ કરતાં વન ડેની કન્ડિશન જુદી હોય છે

ચેન્નાઈ,તા.૧૩ સપ્ટેમ્બર બુધવાર 2017

ભારત પ્રવાસે આવતી ઓસ્ટ્રેલિયાની ટીમને હંમેશા ટીમ ઈન્ડિયાના સ્પિનરોનો ભય સતાવતો હોય છે. જોકે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે કહ્યું છે કે, અમારે અહી વન ડે અને ટી-૨૦ શ્રેણી રમવાની હોવાથી અમને તે અંગેની ચિંતા નથી. ખાસ કરીને ભારતની પીચો ફ્લેટ(સપાટ-આસાનીથી રન થઈશકે તેવી) હોય છે, જેના કારણે સ્પિનરોને પણ તેમાંથી કોઈ લાભ મળતો નથી અને મને નથી લાગતું કે, આવી પીચો પર સ્પિનરોનો સામનો કરવામાં અમારા બેટ્સમેનોને પરેશાની થાય. નોંધપાત્ર છે કે, ભારતે જાડેજા અને અશ્વિન જેવા ટોચના સ્પિનરોને આરામ આપીને અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ચહલ અને જાધવ જેવા સ્પિનરોને અજમાવવાનો નિર્ણય લીધો છે.

ઓસ્ટ્રેલિયાની ટીમની સાથે આવેલો ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્ક હાલ ભારતીય મીડિયામાં એક્સપર્ટ તરીકે કોમેન્ટ્સ કરી રહ્યો છે. ક્લાર્કે કહ્યું કે, ટેસ્ટ અને વન ડેની કન્ડિશન તદ્દન જુદી હોય છે. વન ડે અને ટ્વેન્ટી-૨૦માં તો એકદમ ફ્લેટ પીચો પુરી પાડવામાં આવે છે. વન ડે ક્રિકેટમાં વિશ્વની ૯૫ ટકા પીચો એક સરખી હોય છે. વન ડે માં એક જ દિવસનો મુકાબલો હોવાથી તમારે સ્પિનરો સામે ત્રીજા, ચોથા કે પાંચમા દિવસે રમવાની ચિંતા કરવાની હોતી નથી. આ કારણે વન ડેમાં ફ્લેટ પીચો પર ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને ખાસ મુશ્કેલી પડે તેમ લાગતું નથી
.
સ્પિનરોનો સામનો કરવા ઓસ્ટ્રેલિયા સજ્જ

ક્લાર્ક માને છે કે, ભારતના યુવા સ્પિનરોનો સામનો કરવામાં ઓસ્ટ્રેલિયાના ટોચના બેટ્સમેનોને ખાસ મુશ્કેલી નહી પડે.તેણે કહ્યું કે, પીચ અને સ્પિનરોની ક્વોલિટી હવે પહેલા જેવી રહી નહતી. અમારા સમયમાં તો ભારત પાસે હરભજન અને કુમ્બલે જેવા હાઈ  ક્વોલિટી સ્પિનરો હતા.ટેસ્ટ ક્રિકેટમાં તેમની સામે રમવું અત્યંત મુશ્કેલ બનતું. અશ્વિન અને જાડેજા આજે પણ ટેસ્ટ ક્રિકેટમાં પ્રભુત્વ ધરાવે છે. જોકે આજના દિવસોમાં આ પ્રકારની પીચો પર વન ડે ક્રિકેટમા રમવું આસાન બની ગયું છે. જો ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ મેચ જીતી જશે તો શ્રેણી અત્યંત રોમાંચક બનશે. નોંધપાત્ર છે કે, ઓસ્ટ્રેલિયાના મોટાભાગના ક્રિકેટરો આઇપીએલમાં વર્ષોથી રમતાં આવ્યા છે, જેના કારણે તેઓ માટે ભારતની પીચ અને પરિસ્થિતિ નવા નથી.

અશ્વિન-જાડેજાની ગેરહાજરીમાં કુલદીપ પર નજર

વન ડે શ્રેણીની શરૃઆતની ત્રણ મેચોમાં ભારતે જાડેજા અને અશ્વિનને ન રમાડવાનો નિર્ણય લીધો છે, જેનાથી ઓસ્ટ્રેલિયાના કેમ્પમાં ખુશીની લહેર છે. ક્લાર્કે તો મજાકમાં કહ્યું કે, જો ભારત તેમના રમાડવા ન ઈચ્છતું હોય તો ઓસ્ટ્રેલિયા તેમને પોતાની ટીમમાં સામેલ કરવા માટે તૈયાર છે. મને લાગે છે કે, કુલદીપ યાદવ સુપરસ્ટાર સાબિત થઈ શકે છે. મને લાગે છે કે, આવનારા દિવસોમાં તે ભારતીય ક્રિકેટ ટીમનો મહત્વનો હિસ્સો બની જશે. ઓસ્ટ્રેલિયાની ટીમનો મદાર ઝામ્પા અને અગર પર વિશેષ રહેશે. ક્લાર્કે ઊમેર્યું કે, સ્ટાર્ક અને હેઝલવૂડ જેવા ફાસ્ટ બોલરોની ખોટ ઓસ્ટ્રેલિયાને અનુભવાશે તે નક્કી છે.

ઓસ્ટ્રેલિયા સામે ભારત ૩૫૦ રન ખડકી શકે : સ્ટોઈનીસ

બોર્ડ પ્રેસિડેન્ટ ઈલેવન સામેની પ્રેક્ટિસ મેચ બાદ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર સ્ટોઈનીસે નિખાલસતાથી કબૂલાત કરી કે, ભારતીય ટીમની બેટીંગ લાઈનઅપ ઘણી મજબુત છે. સ્ટોઈનીસે કહ્યું કે, આગામી શ્રેણીમાં જંગી સ્કોર ખડકાશે તે નક્કી છે. તેઓ જંગી સ્કોર નોંધાવશે, મને લાગે છે કે, તેઓ ૩૫૦ કે વધુનો સ્કોર ખડકી શકશે. ભારતીય ટીમમાં સૌથી ડેન્જરસ કોણ છે તેવા સવાલના જવાબમાં સ્ટોઈનીસે કહ્યું કે, ટીમ ઈન્ડિયામાં એક થી એક ચડિયાતા સ્ટાર્સ છે, જેના કારણે કોઈ એકનું નામ લેવું યોગ્ય નહિ લેખાય. સ્ટોઈનીસે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રેક્ટિસ મેચના દેખાવથી ખુશ છે. અમારા સ્પિનર અગરની બોલિંગ ઘણી સારી રહી. ઓસ્ટ્રેલિયાના સ્પિનરોને ભારતના ભૂતપૂર્વ સ્પિનર શ્રીરામની સાથે કામ કરી ચૂક્યા છે અને તે અનુભવ તેમને ભારત પ્રવાસમાં ઉપયોગી સાબિત થશે.

Post Comments