Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટોપ્સીટર્વી - અજિત પોપટ

હિન્દુ-મુસ્લિમ બંને તરફની મહિલાઓની વિરાટ રેલી...

તાજેતરમાં એક અજીબ સિનારિયો જોવા મળ્યો. લંડનમાં પાંચ અતિ વ્યસ્ત વિસ્તારોને જોડતો એક ફુવારો જાણીતો છે. એને પિકાડિલી સર્કસ કહે છે. બ્રિટનના ભાવિ રાજા ચોથા જ્યોર્જના પુત્ર પ્રિન્સ રિજન્ટ રહેતા હતા એ કાર્લટન હાઉસ (રિજન્ટ પાર્ક) ને સાંકળી લેતો આ વિસ્તાર જ્હૉન નેશ નામના સ્થપતિએ તૈયાર કર્યો હતો.

એ પાંચ મુખ્ય માર્ગોને જોડે છે- રિજન્ટ સ્ટ્રીટ, શાફ્ટ્સબરી એવેન્યુ, કોવેન્ટ સ્ટ્રીટ, પિકાડિલી સ્ટ્રીટ અને હેમાર્કેટ. અહીં હજ્જારો એશિયન મહિલાઓએ રેલી યોજી હતી. સાસરિયા દ્વારા પોતાના પર ગુજારાતા અત્યાચાર સામે અવાજ ઊઠાવતી આ કદાચ પહેલવહેલી રેલી હતી. યોગાનુયોગે આ રેલી મેમ્બર્સ ઑફ ઇન્ડિયન વિમેન ઇન ઇંગ્લેંડ નામની મહિલા સંસ્થાએ યોજી હતી જેમાં ચૌદ હજારથી વધુ મહિલાઓ સભ્ય છે.

અહીં એક આડવાત. લંડનમાં આ વરસે શિયાળો અતિ આકરો છે. એમાંય ડિસેંબર મહિનો વધુ પડતો ઠંડો હતો. એવા ડિસેંબરની ૨૩મીએ આ બહેનોેએ એક આખી રાત સડકો પર ગુજારી. કેટલીક મહિલાઓ કદાચ માંદી પડી ગઇ હશે. પરંતુ ત્યાંથી ખસી નહીં. સાડીધારી મહિલાઓને આ રીતે હાડ થીજાવી દેતી સડક પર રાત ગુજારતી જોઇને બોબી તરીકે ઓળખાતી ઇંગ્લીશ પોલીસ વિમાસણમાં પડી ગઇ હતી. આ શું થઇ રહ્યું છે એ એમને સમજાતું નહોતું.

રસપ્રદ યોગાનુયોગ કે લગભગ આ જ સમયગાળા દરમિયાન લંડનના અન્ય પ્રસિદ્ધ વિસ્તાર ઓક્સફર્ડ સ્ટ્રીટમાં મુસ્લિમ મહિલાઓએય રેલી યોજી હતી. આતંકવાદીઓએ જિહાદના નામે દુનિયાભરના દેશોમાં મુસ્લિમ મહિલાઓ પર લાદેલા પ્રતિબંધો સામે આ મહિલાઓ દેખાવ કરી રહી હતી.

ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ મુસ્લિમ મહિલાઓ માટે બૂરખો ફરજિયાત, અમુક પ્રકારના ડ્રેસ ફરજિયાત વગેરે ફતવા લાદે છે. રેલીમાં આવેલી કેટલીક યુવતીઓના હાથમાં પ્લેકાર્ડ હતા જેના પર લખેલું હતું કે ગર્ભપાત કરાવવાનો મને કાનૂની અધિકાર છે. તમે (આઇએસ) મને રોકનારા કોણ છો ? એક મહિલાએ કહ્યું કે અમારો પરિવાર મોટ્ટો છે અને આવક અપૂરતી છે એટલે નવું બાળક અમને પોષાય એમ નથી.

'મારા પૂરા પરિવારની સંમતિથી હું ગર્ભપાત કરાવવા તૈયાર થઇ ત્યારે મારા પતિને કોઇ અજનબીનો ધાકધમકીનો ફોન આવ્યો કે ખબરદાર, તારી પત્ની ગર્ભપાત કરાવશે તો જોવા જેવી થશે. ધર્મના નામેે આ તે કેવો અત્યાચાર ? દરેક પુખ્ત વ્યક્તિને અંગત અધિકારો હોય છે. એવા અધિકારોમાં ગર્ભપાતનો અધિકાર પણ આવી જાય છે. આ તો ધર્મના નામે અને ઇસ્લામિક સ્ટેટના નામે અમારી અંગત બાબતોમાં દખલગીરી છે. '

આખી દુનિયા પર એક સમયે રાજ કરનારા અને અહીં સૂર્ય કદી આથમતો નથી એવી ગુલબાંગ મારનારા ઇંગ્લેંડમાં આ રીતે એશિયન મહિલાઓ જાહેરમાં દેખાવ કરે એ વિરલ ઘટનાની નોંધ ઇંગ્લેંડના તમામ માતબર અખબારોએ લીધી. કોઇ અનિચ્છનીય ઘટના ન બને એ માટે બ્રિટિશ પોલીસે પણ પૂરતો બંદોબસ્ત રાખ્યો હતો. સૌથી મહત્ત્વની વાત આ છે. દાયકાઓથી પતિ અને સાસરિયાનો ત્રાસ સહન મૂગે મોઢે કરી લેતી મહિલાઓ હવે સડકો પર આવી ગઇ છે.

ઇવન આતંકવાદ સામે અવાજ ઊઠાવતી થઇ છે. આ એક પોઝિટિવ વળાંક છે. ગુજરાત પૂરતી વાત કરીએ તો એનઆરઆઇના નામમાત્રથી દોડાદોડી કરી મૂકતા માબાપોએ હવે ચેતી જવાની જરૃર છે. ઇન્ટરનેટ અને વ્હૉટ્સ એપના આ જમાનામાં પૂરતી માહિતી મેળવ્યા વિના દીકરીને કસાઇવાડે મોકલવાની ઉતાવળ કરવા જેવી નથી.

Post Comments