Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિવિધા - ભવેન કચ્છી

પેડમેન : મહિલા સામાજિક જાગૃતિનો 'પીરિયડ'!

અંતરિયાળ ગામોની ગરીબ મહિલાઓના મૃત્યુ પેડની જગાએ લોખંડના કાટ ખાઈ ગયેલા બટન ધરાવતા જૂના ફાટેલા બ્લાઉઝનો ઉપયોગ કરવાથી ચેપ લાગવાને લીધે થાય છે

'ઇન્સ્ટાગ્રામ' પર 'પેડ ચેલેન્જ' ફોટા પોસ્ટ કરવાની ફેશન માત્ર પુરવાર ના થાય તો સારૃ

મુરુગાનાથમ ઉપરાંત મેગ્સેસે એવોર્ડ વિજેતા અંશુ ગુપ્તાની ટીમે પણ સેનેટરી પેડના પ્રચાર-પ્રસાર માટે ઉદાહરણીય પ્રદાન આપ્યું છે

પશ્ચિમના દેશોમાં પણ વર્ષો પહેલા મહિલા માસિક સમયમાં હોય ત્યારે તેમ કહેતી કે 'આઇ એમ ઓન ધ રેગ્સ'

અક્ષયકુમાર અભિનિત અને આર.બાલ્કી નિર્દેશિત 'પેડમેન' ફિલ્મે જગાવેલી મહિલા સામાજિક જાગૃતિનો જુવાળ ખરેખર પરિણામલક્ષી બને છે કે માસિક સ્ત્રાવ જેટલા દિવસો પૂરતો 'પીરિયડ' પુરવાર થાય છે તે જોવાનું રસપ્રદ બનશે. છેલ્લા કેટલાક દિવસોથી ફિલ્મ હિરોઇનો, મોડેલો ઇન્સ્ટ્રાગ્રામમાં 'પેડ ચેલેન્જ' સ્વિકારીને તેમની સેનેટરી પેડ સાથેની તસવીર હિંમતભેર મુક્તી જોઈ શકાય છે.

ફિલ્મને લાંબા સમયથી પબ્લિસિટી મળી રહી હોઈ આપણે બધા જ જાણીએ છીએ કે તમિલનાડુના કોઈમ્બતોરમાં સાવ ગરીબ પરિવારમાં ઉછરેલ અરૃણાચલમ મુરુગાનાથમાની પ્રેરણાદાયી સત્ય ઘટના પર આધારીત આ ફિલ્મ છે. અરૃણચલમે જોયું કે તેના ગામની બેહનો માસિક સ્ત્રાવ દરમ્યાન મલ્ટિનેશનલ બ્રાન્ડેડ અને પરવડે નહીં તેવી કિંમતના સેનેટરી નેપકિન કે જે પેડ તરીકે પણ ઓળખાય છે તે ખરીદી નથી શક્તી અને તેનાં વિકલ્પ અંગે તો ઠીક પણ માસિક સ્ત્રાવ દરમ્યાનની માનસિક અને શારિરીક સ્થિતિ અંગે ચર્ચા કરતા પણ શરમાય છે.

સસ્તા સેનેટરી પેડ કેમ બનાવાય જેથી ગરીબ પણ તેને ખરીદી શકે તેવી કરૃણા તેને ઉંઘવા નથી દેતી. કંપનીઓ જે મોંઘા નેપકિન વેચે છે તે મશીનની કિંમત જ રૃ. સાડા ત્રણ કરોડ છે તે તેણે જાણ્યું.મહિલાઓની પીડા અને માસિક સ્ત્રાવ જાણે પાપ કરતા હોય તેવી માનસિકતા તેણે નજીકથી જોઈ. કંઇક કરી છૂટવાની તમન્નામાં તેને ડિઝાઈન સ્કુરી.

માત્ર રૃ. ૬૫૦૦૦માં પડે તેવું એક મશીન બનાવ્યું. સેનેટરી નેપકિન અન્ય કંપનીના નેપકિન કરતા ત્રીજા ભાગની કિંમતમાં તે વેચી શક્યો. તે પછી તો તેનો કેસ સ્ટડી અન્ય રાજ્યોમાં ફરી વળ્યો. તેને ટોચની મેનેજમેન્ટ સંસ્થાઓ, ઉદ્યોગોના એકમો અને મહિલા સંમેલનોમાં પ્રેઝન્ટેશન માટે આમંત્રણ મળતા ગયા.

અરૃણાચલમે માત્ર મશીનો જ ના બનાવ્યા પણ પેડ પહેરવાની એક રાષ્ટ્રવ્યાપી ઝૂંબેશ જગાવી. અક્ષયકુમારની પત્ની ટ્વિંકલે ભારતમાં દિશા બદલનારા મશાલચીઓ પરનું એક પુસ્તક લખ્યું છે જેમાં અરૃણાચલમનું પણ પ્રકરણ છે. અક્ષય-ટ્વિંકલને લાગ્યુંકે આ સમસ્યા પર ચર્ચા જ નથી થતી. મહિલા સ્વાસ્થ્ય જ નહીં સન્માન જોડે પણ જોડાયેલી આ બાબત છે. બંનેએ નિર્દેશક તરીકે આર.બાલ્કી પર પસંદ ઉતારી, હોલિવુડ 'બેટમેન' બનાવે ભારતની સામાજિક સ્થિતિ જોતા 'પેડમેન'નો જન્મ થયો.

હા, એ વાત ખરી કે પબ્લિસિટી સ્ટંટ હોય તો પણ 'પેડમેન'ને લીધે ભારતમાં મહિલાઓના માસિક સ્ત્રાવ પર મુક્તમને ચર્ચા થવા માંડી. ગરીબ કે અંતરિયાળ ગામોની મહિલાઓની કઇ હદે બદતર સ્થિતિ અને ઉપેક્ષા છે તે અંગે પણ અચાનક દેશની નજર પડી.

જો કે અરૃણાચલમ જેટલું જ પણ જરા જુદી રીતનું આ સમસ્યા પર પ્રદાન અંશુ ગુપ્તા અને તેની પત્ની મીનાક્ષી દ્વારા ચાલી રહેલી 'ગૂંજ' નામની સંસ્થા આપી રહી છે. તેઓને ૨૦૧૫માં મેગ્સેસે એવોર્ડ એનાયત થયો ત્યારે પણ અમે  તેઓ પર લેખ રજૂ કર્યો હતો.

અંશુ ગુપ્તાએ અનોખી દ્રષ્ટિ અપનાવી કે દેશના ૬૮ ટકા ગરીબો, અંતરિયાળ ગ્રામજનો પાસે ઋતુ પ્રમાણેના કપડાં નથી. ઋતુ તો પછી આવે અંગ ઢાંકવા માટેના પણ કપડાં નથી. બાળકો તો લગભગ નગ્ન કે ચડ્ડી કે શર્ટ બેમાંથી એક જ પહેરેલ જોઈ શકાય છે. આ બધા કપડાં પણ ફાટેલા ઉતરેલા હોય છે.

અંશુ અને તેની પત્નીએ શરૃમાં તેમના કેટલાક મિત્રો જોડે બહાર નીકળીને તેમના વર્તુળમાં અને શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી નકામા અને કાઢી નાંખવાના હોય તેવા કપડાની ઉઘરાણી કરી, ફાટેલા કપડાને તેઓએ સીવ્યા. ફાટેલા કપડાને સરસ મજાના ધોયા. ઇસ્ત્રી કરાવી. ગિફ્ટની જેમ પેક કર્યા અને તે પછી ગરીબ વસ્તીમાં વિતરણ કરવા નીકળી પડે.

આમ કરતા તેમના વિસ્તારમાંથી ગામ, શહેર અને રાજ્ય સુધી તેઓનું વિશાળ નેટવર્ક બનતું ગયું. તેઓએ 'ગૂંજ' નામની સંસ્થા સ્થાપી. મહિનાના ૭૦૦૦૦ કિલો કપડા તેઓ ઉઘરાવે છે. એમ જ ગરીબોને કે શ્રમિકોને જઇને તેઓ વહેચી નથી દેતા. પણ ઉપર જણાવ્યું છે તેમ કપડાને સાફ-સુથરા એઇજ ગુ્રપ પ્રમાણે પેક કરી તેને વર્ગીકૃત કરે છે. તાજા જન્મતા બાળકોથી માંડી પુખ્તો, વૃધ્ધો તમામને માટે  તેઓ કપડાનું કલેકશન કરે છે. ૧૦૦૦ ટન જેટલા વપરાયેલા કપડાનું તેઓ દેશમાંથી વિતરણ કરી ચૂક્યા છે.

આવા જ વિતરણ દરમ્યાન એક વખત અંશુ અને મીનાક્ષીએ જોયું કે અમુક વખતે વિતરણ દરમ્યાન બહેનો તેમના સ્થાન પરથી ઉભી નહોતી થતી. આઅંગે પુછતાએક મહિલાએ ભારે હિંમત કેળવતા કહ્યું 'હું અત્યારે ઉભી થાઉ તો જમીન લોહી ભીની જોઈ જાય. કદાચ મારા ઉપવસ્ત્રમાંથી લોહી પણ નીંગળવા માંડે. મને સ્પર્શસો નહીં, હું અંધારીયા ખૂણે જ ઠીક છું. અંશુ તો ઠીક તેની પત્ની મીનાક્ષીને પણ સમજતા વાર લાગી.'

તે પછી અન્ય એક ગામમાં તેઓ કપડાનું વિતરણ કરતા હતા ત્યારે એક યુવા મહિલાને સ્મશાને લઇ જવાતી હતી. મૃત્યુનું કારણ જાણતા તેઓ ઉંડા આઘાતમાં સરકી ગયા કે મહિલાએ માસિક સ્ત્રાવના દિવસો દરમ્યાન પેડ ખરીદી શકે જ તેમ નહીં હોઈ હંમેશની મુજબ જૂનું ફાટેલું અને ગાભો બની રાખેલું બ્લાઉઝ પેડની જગાએ ખોસી દીધું હતું. આ બ્લાઉઝમાં કાટ ખાઈ ગયેલા લોખંડના બટનથી તેને ચેપ ફેલાયો અને મૃત્યુ પામી. ગામની બધી મહિલાઓ આમ જ કરતી હતી.

તે પછી અંશુ અને મીનાક્ષીની સંસ્થાએ કપડાને સ્વચ્છ કરી તેમાં રૃ ભરીને સુતરની દોરીથી સીવીને પેડ બનાવવાનો અલાયદો પ્રોજેક્ટ શરૃ કર્યો. તેઓ જાણે છે કે આ રીતના પેડ સેનેટરી પેડની ગરજ ના જ સારે કેમ કે સેનેટરી પેડ લોહીને શોષી શકે તે માટે ખાસ પાઈન વુડનું પલ્પથી બનાવેલ રેષા-કપડાના હોય છે. આમ છતાં ચોખ્ખા ધોયેલા કપડા રૃના પેડ સ્વાસ્થ્યને નુકશાન નથી પહોંચાડતા તેમજ મહિલાનું સન્માન પણ જળવાઈ જાય છે. મહિલા તેના કામનો કિંમતી રોજ મેળવી શકે છે.

'ગુંજ' સંસ્થા અત્યાર સુધીમાં ત્રીસ લાખ પેડ બનાવીને વિતરણ કરી ચુકી  છે. આજે તો 'ગુંજ'ના હજારો સ્વયંસેવકો, દરજીકામ કરનારા, કપડાને ઇસ્ત્રી, પેકિંગ કરનાર તેમજ જે તે ગામના કે શહેરી ગરીબ વિસ્તારોને અલગ તારવીને વિતરણ નેટવર્ક પણ ધરાવે છે. ગોડાઉનો પણ છે. હવે તો નવા જ કપડા છે. ઉપવસ્ત્ર, ગરમ કપડાઓ માટે  ફંડ મળતું રહે છે.

તેઓની સેવા પ્રવૃત્તિની સૌથી મોટી લાક્ષણિક્તા એ છે કે તેઓ શ્રમજીવીઓને પ્રાધાન્ય આપતા ખેતર, બાંધકામની સાઇટ, અન્ય મજૂરીની કે રોજગારીના સ્થળએ જ જાય છે. શ્રમના બદલામાં જ કપડા મળે છે. 'કામ કે સામને ક્લોથ' કપડા એ માત્ર કાપડનો ટુકડો જ નથી પણ આત્મ સન્માન, સ્વાસ્થ્ય અને અર્થતંત્ર છે તેમ ૧૮ વર્ષથી ચાલતી સંસ્થા 'ગુંજ'નો મંત્ર છે.

અમેરિકા અને પશ્ચિમના દેશોમાં સેનેટરી પેડ બાબતમાં છેક ૧૯૦૦ની સાલથી તેને પ્રોડક્ટ તરીકે વર્ષોથી પ્રગતિ સાધી છે. આમ છતાં ત્યાં પણ માસિક સ્ત્રાવને માટે મહિલાનું અપમાન થતાં શબ્દપ્રયોગ થતાં જે ખુદ મહિલા પોતે પણ ઉપયોગ કરતી. માસિક સ્ત્રાવમાં હોય તે મહિલા એમ કહેતી કે 'આઈ એમ ઓન ધ રેગ'(હું ગાભા-ચિંથરા પર છું)

જો કે બ્રિટનના અખબારોમાં ૧૮૯૯ની સાલમાં સેનેટરી નેપકિનની જાહેરાત જોવા મળતી. બ્રિટન અને અમેરિકામાં માસિક સ્ત્રાવ માટે સેનેટરી નેપકિનનો જન્મ સગર્ભા અને પ્રસુતિ આપી ચૂકેલી મહિલા માટે જે પેડ વપરાતા તેના પરથી થયો. અમેરિકામાં કોટેક્ક્ષ, ઓલવેઝ, લિલ-લેલ્સ, ઇક્વેટ અને સ્ટેફ્રી જેવી બ્રાન્ડની પેપ્સી-કોલા જેમ માર્કેટ વોર ચાલે છે જે હવે મલ્ટિનેશનલ જંગમાં  પરિવર્તિત થઇ છે.

ફરી 'પેડમેન' ફિલ્મ પર આવીએ. શું સેનેટરી પેડ હવે સસ્તા મળતા થાય તેમ મશીનોનો ખડકલો અને સ્પર્ધા જામશે ?ગંજી અને નિકરના ભાવ પેન્ટ-શર્ટની લગોલગ પહોંચી ગયા છે અને તો પણ ધૂમ માર્કેટ છે. ભારતમાં કંઇ સસ્તુ થયું છે ખરું ?

સરકાર અને સંસ્થાઓ સસ્તા પેડના વિતરણના નામે કૌભાંડ કરી નાંખશે. સેનેટરી પેકની જાગૃતિ કદાચ મલ્ટિનેશનલ કંપનીઓ માટે જ મલાઇદાર પૂરવાર થાય. તેઓ પણ ભય ખરો? 'પેડમેન'નો પ્રચાર જોરશોરથી જામ્યો હતો તે અરસામાં એક મહિલા કોમેડિયને ફિરકી ઉતારતી પોસ્ટ મુકી હતી કે 'મને હમણા માસિક સ્ત્રાવની શરૃઆત થઇ.

કબાટ ખોલીને સેનેટરી પેડ લેવા ગઇ તો તે મળ્યું જ નહીં. મેં શોધખોળ આદરી તો મારા આઘાત વચ્ચે જોયું કે મારી મમ્મી, મમ્મીની મિત્ર, પાડોશી અરે... મારી મોટીબહેન બધા વારાફરતી મારા નવાનકોર પેક સેનેટરી પેડને હાથમાં લઇને એકબીજા માટે ફોટો પાડતા હતા... ઇન્સ્ટ્રાગ્રામમાં 'પેડ ચેલેન્જ' માટે ફોટો મુકવા...!'
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments