Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડિસ્કવરી - ડો. વિહારી છાયા

તાજેતરના વર્ષો દરમ્યાન થયેલી કેટલીક મહત્વની શોધો

વિજ્ઞાન દર વર્ષે અવનવી શોધ કરે છે સૌરઊર્જાનું વૃક્ષ, સોલર ફલેર વિશે નવી જાણકારી, ૫૦૦ મીટરના દર્પણ મુખવાળું વિશાળ ટેલીસ્કોપ, પ્રોક્સિમા સેન્ટોરી તારાના એક ગ્રહ પર જીવનની સંભાવના વગેરે વગેરે

પૃથ્વીની નજીકનો તારો પ્રોક્સિમા સેન્ટોરી છે. તેને 'સમીપતારા' કહે છે તેની ફરતે પરિભ્રમણ કક્ષામાં 'પ્રોક્સિમા બી' નામનો ગ્રહ છે. આ તારો સૂર્યથી સૌથી નજીક તારો છે અને તેણે નોંધપાત્ર રસ જગાડયો છે

દર વર્ષે નૉબેલ પારિતોષિક ઓકટોબરમાં જાહેર કરવામાં આવે છે. આલ્ફ્રેડ નૉબેલે પોતાના વસિયતનામાંમાં જણાવ્યા પ્રમાણે માનવજાતને ઉપયોગી એવી પાંચ વિષયોમાં થયેલી દૂરગામી શોધ માટે તેણે પોતાની પાછળ મૂકેલા ભંડોળના વ્યાજમાંથી આ પારિતોષિક જાહેર કરવામાં આવે છે.

આ પાંચ વિષયો છે ભૌતિક વિજ્ઞાાન, રસાયણ વિજ્ઞાાન, શરીર વિજ્ઞાાન (તબીબી વિજ્ઞાાન), સાહિત્ય અને શાન્તિ. આ વર્ષના પારિતોષિકો જાહેર થઇ ચૂક્યા છે. પણ તેના વિશે અત્યારે ચર્ચા કરવી નથી. અહીં તો તાજેતરમાં ઉપયોગી શોધો થઇ છે તેના વિશે ચર્ચા કરવાની છે.

૨૦૧૬ની સિધ્ધિઓ

હાલ આપણા દેશમાં સૌરઊર્જાને ઘણું મહત્વ અપાઇ રહ્યું છે. પરંતુ તેના મોટાં વિદ્યુત ઊર્જા મથક સ્થાપવા માટે સૂર્યકોષો (Solar Cell) વિશાળ જમીન જોઇએ છે. આ સંજોગોમાં કાઉન્સીલ ઓફ સાયંસ એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રીસર્ચ (CISR) ની શોધ મહત્વની છે.

સૂર્યકોષોની મદદથી વિદ્યુત્ ઊર્જા ઉત્પન્ન કરવા માટે લગભગ ૩.૫ એકર જમીન એક મેગાવૉટ સૌર ઊર્જા ઉત્પન્ન કરવા માટે જરૃર પડે છે. સૂર્યકોષો તેના પર સંપાત થતા સૂર્યપ્રકાશનું વિદ્યુત્માં રૃપાંતર કરે છે.

અલબત આ રૃપાંતરની કાર્યક્ષમતા ઓછી છે. ઉપરોક્ત સંસ્થાએ સૌર ઊર્જા વૃક્ષ તૈયાર કર્યું છે. તેના સેન્ટ્રલ મીકેનીકલ રીસર્ચ ઈન્સ્ટીટયૂટ, દુર્ગાપૂર સૌર ઊર્જા વૃક્ષ બનાવ્યું છે તે ઓછા વિસ્તારમાં અધિકતમ ઊર્જા ઉત્પન્ન કરે છે. મહત્તમ સૌર ઊર્જાને 'ટ્રેપ' (trap) કરે છે.

આ મોડેલ ખરેખર તો વૃક્ષ જેવી ડીઝાઇન જેવું છે તેની ડાળીઓ પોલાદની છે. તો ફોટોવોલ્ટેક પેનલ (સૂર્યકોષોની પેનલ) ડાળીઓ પર જડેલી છે. ખેતીની જમીનનો પણ સૌરઊર્જા મેળવવા માટે ઉપયોગી થઇ શકે છે સાથે સાથે તે જમીનમાં ખેતી પણ થઇ શકે છે. આ યંત્રણા ત્રણ જગ્યાએ સફળતાપૂર્વક થઇ રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં આ ત્રણેય યંત્રણા પ્રાયોગિક ધોરણે કાર્યરત છે. ભવિષ્યમાં સૌરઊર્જા વૃક્ષને ભ્રમણ થઇ શકે તેવી સંરચના (rotatable  btuzâqj) રૃપે વિકસાવી શકાશે. તેનું ભ્રમણ સૂર્યની પરિભ્રમણ ગતિ સાથે - તાલમેલમાં દિવસ દરમ્યાન રહે તે કરી શકાશે. તેનાથી અત્યારની ક્ષમતા કરતા ૧૦-૧૫ ટકા વધારે ઊર્જા મેળવી શકાશે.

હાલના સૂર્યકોષો વરસાદની ઋતુમાં કારગત નથી રહેતા. આ તેની મોટી મર્યાદા છે. ચીનના વૈજ્ઞાાનિકોએ લવચીક (flexible) સૌર કોષ બનાવેલ છે. તેમાં ઈલેક્ટ્રોનથી સમૃધ્ધ ગ્રેફીન વીજાગ્રોને ડાઇ (રંગક) સંવેદિત સૂર્યકોષ સાથે સાંકળવાથી 'ટ્રીગર' થાય છે.

ચીનની ઓપન યુનિવર્સિટી કે જે ડિવન્ગ્દાયોમાં આવેલ છે અને કુમિંગ, ચીનની યુના નોર્મલ યુનિવર્સિટીએ ડાઇ-સંવેદિત સૂર્યકોષને અત્યંત પાતળા ગ્રેફીનનું સ્તર ચડાવવાથી કાર્યક્ષમ રીતે દરેક ઋતુમાં ઊર્જા મેળવે છે. પછી તે વરસાદની ઋતુ હોય કે ગરમીની ઋતુ હોય કામ આપે છે.

સૂર્ય દેખાય છે તેવો શાંત ગોળો નથી. તેમાં સંક્ષોભ થતો રહે છે. તેના ઉપરના ભાગમાંથી જ્વાળા નીકળતી હોય. તેને સોલર ફ્લેર (Solar flare)કહે છે. આ ઉપરાંત સૂર્યમાં ડાઘા દેખાય છે તેને સૂર્યકલંક કહે છે અંગ્રેજીમાં Solar spot) કહે છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ એસ્ટ્રોફીઝીક્સ, બેંગ્લોરની ડૉ. પિયાલી ચેટરજી અને તેના સહકાર્યકરો જે યુનિવર્સિટી ઓફ ઓસ્લો, નોર્વેમાં છે. તેઓ સૂર્યકલંક અને જ્વાળાઓ વિષે નવો અભ્યાસ કર્યો છે. અવકાશી વાતાવરણ અને પૃથ્વી પર કુદરતી આફતો અટકાવવા મહત્ત્વનો ભાગ ભજવે છે તે સૂર્યમાં થતા વિસ્ફોટને કારણે થાય છે.

સૂર્યની જ્વાળા  (Solar flare) થતા રડારમાં વિક્ષેપો સર્જે છે. ૪થી નવેમ્બર ૨૦૧૫ના રોજ સ્વીડનના એરપોર્ટો પર બધા દેશોની વ્યાપારી ઉડાનો થંભાવી દેવામાં આવી હતી. તે પહેલાં ૧૩મી માર્ચ ૧૯૮૯નારોજ કેનેડાના ક્યુબેકમાં હાઈડ્રોઇલેકટ્રીક ટ્રાન્સમીટરના (જલવિદ્યુત સંચારણ) એ નવ કલાક બંધ થઇ ગયેલ.

ખગોળભૌતિક વિજ્ઞાાનીઓની આંતરરાષ્ટ્રીય ટીમે 'ન્યુમરિકલ મોડેલ' બનાવેલ છે. તેની સમજૂતિ પ્રમાણે કેવી રીતે સૂર્યની સપાટીથી ઘણે ઉંડેથી આવી ઊર્જાની જ્વાળાઓ (Flare) કોરોના (મુકુટાવરણ)માં સર્જે છે. કોરોના સૂર્યનો સૌથી બહારનો ભાગ છે.

તે દેખાતો નથી તેટલો પાતળો છે. પરંતુ ખગ્રાસ સૂર્યગ્રહણ ત્યારે ઝગમગાટ કરતું તેનું સુંદર દ્રશ્ય જોવા મળે છે. આ શોધોએ ત્રણ ઘટનાઓ જે રીતે સમજવામાં આવતી હતી તે સમજણ બદલી નાખી છે. માર્ચ ૨૦૧૬માં તે ફીઝીકલ રીવ્યુ નામના ખ્યાતનામ સામયિકમાં પ્રસિધ્ધ થયેલ છે.

જુલાઈ ૨૦૧૬માં ચીને આખરી મરમ્મત ૫૦૦ મીટર દર્પણ મુખ  ગોળાકાર ટેલીસ્કોપ (FAST) કે જે દુનિયાનું સૌથી મોટું રેડિયો ટેલીસ્કોપની કરી. ટેલીસ્કોપને દૂરસુદૂર પિન્ગટાન્ગ ગામમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. તે ચીનના નૈઋત્ય ગીન્ઝાઉ પ્રાંતમાં આવેલ છે ખછજી્ (રેડિયો ટેલીસ્કોપ)ની મદદથી વૈજ્ઞાાનિકોને ખગોળનો અભ્યાસ કરવા અગત્યનું સાધન મળશે.

તે દૂરના ગ્રહો પરથી આવતા રેડિયો સંકેતો ઝીલી શકશે, ગુરૃત્વ તરંગો, અને બુધ્ધિશાળી પૃથ્વીને પાર આવેલા જીવોના સંકેતો સાંભળી શકશે.  FAST નું અંતિમ લક્ષ્ય બ્રહ્માંડને વિકસિત થવાના સિધ્ધાંતો શોધી કાઢવાનું છે. રેડિયો ટેલીસ્કોપની સંવેદિતા બમણી છે અને ૫થી ૧૦ ગણી સર્વેક્ષણની ઝડપ આરેસીબો વેધશાળા સાથે સરખાવી છે.

તેનો વ્યાસ ૫૦૦ મીટર છે FASTઆરેસીબો વેધશાળાની ક્ષમતામાં આગળ છે. આરેસીબો વેધશાળાના ટેલીસ્કોપનો વ્યાસ ૩૦૦ મીટર છે. તેપ્યુરેટોરિકોમાં આવેલ છે. તારાઓના સંશોધનમાં જે ડીશનો ઉપયોગ કરવામાં આવેલો તેમાંથી નોબેલ પારિતોષિક એનાયત થયું હતું.

FAST રેડિયો ટેલીસ્કોપ રેડિયો સંકેતોનો શાંત વિસ્તાર પાંચ કિલોમીટરની ત્રિજ્યાનો હોવો જોઇએ તેની કસોટી FASTનો આરંભ થયા પહેલાં ૧૩૦૦ પ્રકાશ વર્ષ દૂર કરતાં વધારે આવેલા પલ્સારમાંથી આવતાં વીજચુંબકીય તરંગોને પારખ્યા હતા. પલ્સારને ઝબૂકતા રેડિયો તારા કહી શકાય. સૂર્ય કરતાં બે થી ત્રણ ગણા દળદાર તારાની અંતિમ સ્થિતિ છે. તેનો વ્યાસ ૧૦થી ૨૦ કિલોમીટરથી વધારે નથી હોતો. તેપોતાની ધરી ફરતે તીવ્ર ઝડપે ભ્રમણ કરતા હોય છે ત્યારે તે વીજચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે.

એક શોધ એ કે પૃથ્વીની નજીકનો તારો પ્રોક્સિમા સેન્ટોરી છે. તેને 'સમીપતારા' કહે છે તેની ફરતે પરિભ્રમણ કક્ષામાં 'પ્રોક્સિમા બી' નામનો ગ્રહ છે. આ તારો સૂર્યથી સૌથી નજીક તારો છે અને તેણે નોંધપાત્ર રસ જગાડયો છે. તારાઓના અવલોકનકારોએ 'ઇસો'  CESO-European Soluthan obrevatory) ના ટેલીસ્કોપો અને બીજી જુદી જુદી સુવિધાઓની મદદથી 'પ્રોક્સિમા એન્ટોરી' દૂરને પરિભ્રમણ કરતા ગ્રહનો પૂરાવો મેળવ્યો છે.

માત્ર પૃથ્વીથી ચાર વર્ષ પ્રકાશ વર્ષ દૂર આ ગ્રહ પ્રોક્સિમા-બી પ્રમાણમાં ઠંડા લાલવામન યજમાન તારો ફરતે દર ૧૧.૨ દિવસે એક પરિભ્રમણ પુરૃ કરે છે અને તે પોતાના યજમાન તારાથી લગભગ સિત્તેર લાખ કિલોમીટર અંતરે આવેલો છે એવું માનવામાં આવે છે કે તે ગ્રહનું દળ (વજન) લગભગ પૃથ્વીથી ૧.૩ ગણુ છે.

ખૂબીની વાત એ છે કે તે તેના તારાથી નિવાસ્ય વિસ્તારમાં આવેલો છે તે ગ્રહનું તાપમાન સમધારણ હોય અને પ્રવાહીરૃપે પાણી સપાટી પર હોય. તેની સપાટી ખડકાળ હશે અને પૃથ્વી કરતાં વધારે ખડકાળ હશે. સંભવત: સૌરમંડળની બહાર જીવનનું નિવાસ હોઈ શકે અથવા બની શકે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments