Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોરોના- હર્ષદ રાવલ

ખભાનો દુ:ખદાયક રોગ : ફ્રોઝન શોલ્ડર

ખભેથી ફેલાતો દુ:ખાવો છાતી તરફ આગળ વધે ત્યારે દર્દી ગંભીર ચિંતામાં મૂકાઈ જાય છે. કારણ કે આ દર્દીને તે હૃદયરોગ સાથે સંકળાયેલ હોવાનું માની બેસે છે

આપણે સૌ શારિરીક દર્દ અથવા દુ:ખાવાથી પરીચિત છીએ અને ક્યારેક ક્યારેક તેનો અનુભવ થતો રહેતો હોય છે. હાથ-પગના સાંધાના દુખાવા, કમ્મરના દુખાવા કે પછીગરદનના દુખાવાના કારણે રોજિંદા કામકાજ પર અસર પડી જાય છે. ગૃહિણીઓને ઘરના કામકાજ અને જવાબદારીઓના કારણે અને પુરૃષોને નોકરી ધંધાની કામગીરીની સાથે આ પ્રકારના શારિરીક દુ:ખાવાની ફરિયાદ ઉઠતી હોય છે.

ઉંમર વધવા લાગે પણ આવી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. સામાન્ય કિસ્સાઓમાં એવું બનતું હોય છે કે ગૃહિણી શાકની થેલી ઊંચકે કે કપડાંને સાબુ ઘસે ત્યારે અચાનક ખભામાં ખેંચાણ આવે અથવા સાડી પહેરતા હાથના વળાંકમાં મુશ્કેલી જણાય અને ખભામાં સણકો આવે આવા પ્રસંગોમાંથી દુ:ખાવાનો કેસ શરૃ થાય. વધુ માહિતીના અભાવે દુ:ખાવો શેનો છે એ ખબર ના પડે અને સામાન્ય ઘરગથ્થુ ઉપચારો કરવાથી ફરક ના પડે એવું બને તેને 'ફ્રોઝન શોલ્ડર' એટલે ખભાનો દુ:ખાવો કહે છે.

ફ્રોઝન શોલ્ડરમાં ખભાના હાડકાના સાંધામાં સોજો આવે છે. ખભાની અંદરની રચના અંગે તો આપણે સૌ પરીચિત છીએ તેમાં આડુ 'કોલરબોન' તરીકે ઓળખાતું હોય છે તેની સાથે નીચે હાથનું ઊપલું હાડકું જોડાયેલું હોય છે. બીજી તરફ સ્કંધમેખલાના પાછળનો ભાગે કરોડરજ્જુનાં બંને છેડા સાથે જોડાઈને થતી રચના ખભાનો સાંધો બને છે. અને ખભાને આકાર આપે છે.

આ સમગ્ર માળખાની નોર્મલ સ્થિતિ સ્થાપકતા શરીરને ટટ્ટાર રાખે છે. અને તેના આધારે શરીર હલનચલન કરી શકે છે. ખભાના આ સાધામાં સોજો કે હાર્ડનેસ (સ્ટીફનેસ) આવે તો તેની સ્થિતિ સ્થાપકતા જળવાતી નથી અને શરીરના હલન ચલન મૂવમેન્ટ સાથે દર્દ થાય છે. આ રોગને તબીબી પરિભાષામા 'ફ્રોઝન સોલ્ડર' કહીએ છીએ.

'ફ્રોઝન શોલ્ડર'ના દર્દીને ડાબા કે જમણા જે ખભામાં સોજો હોય તે બાજુએ ભારે દુ:ખાવો થાય છે. હાથનું થોડુ પણ હલનચલન થાય તો વજન વધારે હોય  વધુ મહેનત વિનાની બેઠાડુ દિનચર્યા હોય તો મોમાંથી સીસકારો નીકળી જાય છે. જો સ્થૂળ શરીર હોય વજન વધારે હોયવધુ મહેનત વિનાની બેઠાડું દિનચર્યા હોય તો ફ્રોઝન સોલ્ડરનું દર્દ ઊભું થવાની શક્યતા રહે છે.

અકસ્માતમાં ખભાને ઇજા થઇ હોય તો પણ આવી ફરિયાદો ઉભી થઇ શકે છે. આવા દર્દીઓમાં જો ગૃહિણી હોય તો તેને દુ:ખાવાની ઘટનાઓ વધવાની રોટલી વણતા, કપડા ધોતા-સૂકવતા કે સાડીની પાટલી વાળતા ભારે દર્દ થઇ જાય. 'ફ્રોઝન શોલ્ડર'ના દુ:ખાવાનું વર્ણન એવું છે કે તેના લપકારા મારતો, બળતો અને ખાલી લાગે તેવો દુ:ખાવો થાય છે.

ઘણા દર્દીઓને ખભાથી શરૃ થયેલો દુ:ખાવો હાથથી પ્રસરીને છેક હાથની આંગળીઓ સુધી પહોંચે છે. હાથમાં ભારે દુ:ખાવો થાય. ખભા, કોણી કે હાથમાં સોજો આવી જાય. હાથ ખોટો પડી જાય. હાથમાં કરન્ટ આપવો એવો ઝાટકો લાગે અને હાથ ધુ્રજવા લાગે (આવા લક્ષણો જ્ઞાાનતંતુના એક રોગ 'રાઈટર્સ ક્રેમ્પમાં પણ જોવા મળે છે.)

દુ:ખાવો હાથની આંગળીઓ તરફ નહિ ને ખભેથી ડોક તરફ પ્રસરે એવું પણ બને એમ થાય ત્યારે માથાનું હલન ચલન અસહ્ય બની જાય. ડાબે જમણે જોવામાં ડોક હલાવતા જ ચીસ પડાઈ જાય અને સાથે ચક્કર પણ આવી શકે છે.

ખભેથી ફેલાતો દુ:ખાવો છાતી તરફ આગળ વધે ત્યારે દર્દી ગંભીર ચિંતામાં મૂકાઈ જાય છે. કારણ કે આ દર્દીને તે હૃદયરોગ સાથે સંકળાયેલ હોવાનું માની બેસે છે. અને તે હાર્ટએટેકની બીક રહે છે. દર્દીને હૃદયના ભાગે કે પાંસળી,વચ્ચેના ભાગે ભારે દર્દ થાય ત્યારે લોહીના પરીક્ષણમાં સી.પી.કે.એમ.બી. તરીકે ઓળખાતા પેથોલોજીકલ પતણથી ચોક્કસ નિદાન થઇ શકે છે. તેના આધારે કહી શકાય કે દર્દીનો દુ:ખાવો હૃદય રોગનો છે કે પછી ખભાના સોજાનો.

'ફ્રોઝન શોલ્ડર'ના દુખાવાની શરૃઆત થવાના કારણોમાં શરીરના હલનચલન કે મૂવમેન્ટ ઉપરાંત ઋતુના ફેરફાર, વધારે વજન ઊંચકવું, વધારે લખવું, વ્યાયામનો અભાવ, ડાયાબિટીસ, ભુતકાળમા સાંધા ઉપર વાગ્યું હોય, નસ દબાઈ હોય અથવા ટુ વ્હીલર વાહનને કિક મારવાથી પણ અચાનક દુ:ખાવો બહાર આવી શકે.

હોમિયોપેથી દવાના મેગ્નેશીય ૬ પાવરમાં દવાની ગોળી અઠવાડિયે એક વાર લેવી.


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 Post Comments