Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સેલિબ્રેશન - ચિંતન બુચ

પપ્પા : ધ રિયલ બાહુબલી

૧૮ જૂન : ફાધર્સ ડે

આજે એવા 'યોગી'ની વાત કરવાની છે કે જે ઇશ્વર દ્વારા આપવામાં આવેલી 'અમૂલ્ય  સોગાદ'ના જતનમાં એવો લિન્ન બની જાય છે કે તે પોતાની સઘળી ઇચ્છા, સ્વભાવ,શોખ,અરમાન બધું જ હસતા મોઢે મનમાં જ ધરબી ચૂક્યો છે.  ઇશ્વર દ્વારા અપાયેલી ભેંટના સ્વપ્નો-ઇચ્છાઓ-કેવી રીતે તેનું જીવન વધારે બહેતર બનાવવું તેનાથી જ આ 'યોગી'ની સવાર પડે છે.  ઇશ્વરની આ ભેંટ જ્યારે-જ્યારે સ્મિત આપે ત્યારે આ યોગી 'મોક્ષ' મળ્યાની અનૂભૂતિ મેળવે છે. આ 'યોગી' એટલે પિતા.

આપણા દેશ અને અમેરિકામાં જૂન મહિનામાં આવતા ત્રીજા રવિવારની ઉજવણી 'ફાધર્સ ડે' તરીકે કરવામાં આવે છે. માતાની મમતા-ત્યાગ વિશે અનેક કવિઓની રચના જોવા મળશે પરંતુ બાળકના જીવનમાં પિતાના યોગદાન વિશે ખૂબ જ ઓછું લખવામાં આવ્યું છે. આ જૂજ કવિઓમાં મહારાષ્ટ્રના ખ્યાતનામ કવિ વિશ્વધર દેશમુખનો પણ સમાવેશ થાય છે. તેમના દ્વારા મરાઠીમાં લખાયેલી કવિતાના ગુજરાતી અનુવાદનો અંશ આ મુજબ છે.

'જીસ કી કોખ સે જન્મ હોતા : વહ માં, જીસ કે પેટ પર ખેલને મેં મઝા આતા : વહ પિતા, જો ધારણ કરતી : વહ માં, જો સિંચન કરતા : વહ પિતા,  જીસ કે સ્તન સે દૂધ પિયા જાતા : વહ માં, જીસ કી મૂંછે ચુભને પર ભી ચુંબન લીયા જાતા : વહ પિતા, જો ઉંગલી પકડકર ચલના સીખાતી : વહ માં, જો કંધે પે લેકે દૌડના સીખાતા: વહ પિતા, જો વ્યાકુલ હોતી : વહ માં, જો સંયમ સિખાતા : વહ પિતા...'

એમ કહી શકાય કે જાહેરમાં જે પ્રેમ કરે તે માં અને ખાનગીમાં જે પ્રેમ કરે તે પિતા, આંખથી રડે તે માં અને અંતરથી રડે તે પિતા. પિતા બોલી  શકતા નથી પણ મુંગા મુંગા એ બધું જ કામ કરી લેતા હોય છે.  ફ્રેડરિક નિત્શે જેવા મહાન ચિંતકે નોંધ્યું છે કે 'પિતાનું મૌન સંતાનમાં બોલતું હોય છે.' બીજી તરફ શેક્સપિઅર કહે છે કે 'જ્યારે પિતા તેના સંતાન સામે હારે છે ત્યારે બંને રાજી થઇને હસે છે. પરંતુ સંતાન પિતા સામે હારે છે ત્યારે બંને દુ:ખી થાય છે. '

એક સારો પિતા સંતાનો માટે વાવાઝોડા વચ્ચે આધાર આપતું વૃક્ષ છે, જીવનસાગરમાં સાચી દિશા દર્શાવતું હોકાયંત્ર છે. ડરપોક-બેવકૂફ લાગતા પ્રત્યેક પિતામાં બાળક માટે ફના થઇ જવા તૈયાર એક 'બાહુબલી' વસતો હોય છે. અલબત્ત, મમ્મીઓની માફક પપ્પાઓ બધી ચિંતાઓ બોલી શકતા નથી, ફક્ત કરી શકતા હોય છે.

પ્રસૂન જોશી દ્વારા રચવામાં આવેલા ગીતના શબ્દો છે કે 'જબ ભી પાપા મુજે જોર-જોરર સે ઝુલા ઝુલાતે હૈ માં, મેરી નજર ઢૂંઢે તુજે, સોચું યહી તુ આ કે થામેગી માં...' હકીકતમાં તો પિતા પોતાના સંતાનને આવનારા સમયમાં કેવા વાસ્તવિક વિશ્વ સાથે પનારો પડવાનો છે તેના માટે તૈયાર કરતો હોય છે. માતા કરતા પિતા વધુ ઠપકો આપે છે પણ તેમાં એક દૂરંદેશી સમાયેલી હોય છે અને તે ફળનો મધુર સ્વાદ સંતાનને વર્ષો પછી ચાખવા મળે છે.

કોઇપણ વ્યક્તિ તેની યુવાનીમાં ગમે તેટલી ઉછાંછળી કેમ ન હોય પણ પિતા બનવાની ક્ષણ સાથે જ તેનામાં એક પરિપક્વતા આવી જાય છે.  ઇસ્ટ્રીટાઇટ કપડા વિના ઘરની બહાર પણ પગ નહીં મૂકતો  યુવાન પિતા બને છે ત્યારે પુત્ર માટે નવા જીન્સ-ટી શર્ટ, પર્ફ્યૂમ ખરીદી શકાય તેની કરકસર માટે દિવસોના દિવસો સુધી દાઢી નથી કરતો કે પોતાના માટે કપડાની નવી જોડ લેવાનું ટાળે છે.

દરેક સંવેદનશીલ પિતામાં એક માતા છુપાયેલી જ હોય છે. કન્યા વિદાયની ઘડીઓમાં આ માતૃત્વ એની ચરમસીમા પર પહોંચે છે. એક પિતાને પણ બાળકની પ્રથમ વખત બોલવાથી લઇને તેની પા પા પગલી માંડવા જેવી અમૂલ્ય ક્ષણની સાક્ષી બનવાની અદમ્ય ઇચ્છા હોય છે.

પરંતુ સાથે એ હકિકતથી પણ વાકેફ છે કે તે આ ક્ષણને માણવા બેસી રહેશે તો તે સંતાન માટે બહેતર ભવિષ્ય તૈયાર નહીં કરી શકે. વારસો સંભાળવો એટલે જમીન-મકાનના દસ્તાવેજ, બેંક બેલેન્સ પિતાને બદલે પોતાને નામે ટ્રાન્સફર કરવી એટલું જ નહીં પણ વારસો એટલે પિતાના જે કામ અધૂરા છે તેને પૂરા કરવા-પિતાએ રચેલા પાયા પર સિદ્ધિઓનું શિખર ચણવું.

કોઇ પણ વ્યક્તિના સિદ્ધિના ગમે તે શિખરે કેમ ના પહોંચે એના પિતા હયાત હોય ત્યાં સુધી તેની અંદરનો એક બાળક પણ જીવતો રહે છે. પિતાની વિદાય સાથે જ અંદરનો એ બાળક પુરુષ બની જાય છે. પિતાને ભેટવામાં જે તૃપ્તી છે તે પિતાની ભેટો એકઠી કરવામાં કે તેમને આપવામાં નથી. ફાધર્સ ડેના પપ્પાને જાદૂની જપ્પી આપીને  કહી જ દો, 'આઇ લવ યુ પપ્પા...'
 

Post Comments