Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અનાવૃત - જય વસાવડા

મોતનો મસાલો અને ત્રણ વાંદરાઓ !

રાતોરાત પોલિટિક્સનો સ્કોર કરવા એને તિરંગા ને તોપોની સલામીની શહાદત મળી ગઇ, જે કુદરતી મોતે વિદાય લેત તો પુલિત્ઝર પ્રાઈઝ જર્નાલિઝમનું મળ્યું હોત તોય મળવાની નહોતી !

હત્યારાઓની બેવકૂફીએ જેની ઉપેક્ષા કરવાની હતી, એને મરણોપરાંત સ્ટાર બનાવી દીધી. એનાથી વધુ તેજસ્વી પત્રકારોએ એના પર લેખ લખવા પડયા.

વરૃણ ગ્રોવર જેવા તેજસ્વી ફિલ્મી રાઈટરની આ કવિતા ગૌરી લંકેશની હત્યા પછી લખાઈ છે. આટલું વાંચીને ગૌરી લંકેશ બાબતે સતત ચાલતી કાગારોળથી થાક્યા હો, તો ડોન્ટ વરી. આ આર્ટિકલનો આરંભ ભલે એના નામથી થયો, અંત આપણાથી - મારા, તમારાથી થવાનો છે. આ તો એક મોકો છે, વધુ એક વાર આંતરખોજનો રિમાઈન્ડર જાતને આપવાનો.

ફર્સ્ટ થિંગ ફર્સ્ટ. ગૌરી લંકેશના હત્યારાઓ કોણ છે, એ ખબર નથી. એ કરાહાત જબાનમાં ઘણા વિશે લખતી. નેતાઓના કરપ્શન, ઉગ્ર હિન્દુવિવાદ, કર્ણાટકનું પોલિટિક્સ, કેરલની ઘટનાઓ, કેન્દ્ર સરકાર, ફેક મેસેજીઝના ટ્રોલ્સ, લેફટીઝમ-નક્સલવાદ. ભાષા તીખી-કડવી અને ઈમેશનલ જનતાની ફીલિંગ્સ હર્ટ કરે એવી. વળી એના બાયસીઝ પણ સ્ટ્રોંગ. મોટા ભાગના લેફટીસ્ટ લિબરલની જેમ ઓલમોસ્ટ વન વે. પ્રોગ્રેસીવ થિન્કિંગના નામે ખુદના જજમેન્ટસ જ આપ્યા કરવાના. કાઉન્ટર વ્યૂપોઈન્ટસ પછાત માનીને હસી કાઢવાના.

એના મોત પછી વાઈરલ થયેલા બે-ચાર એના જ શેર કરેલા ટ્વીટ્સ/પોસ્ટસના ઉદાહરણથી આખી વાત જોઈએ. જોતા પહેલા યાદ એ રાખવાનું કે આપણે ધારીએ એના કરતાં અનેકગણો કેમિલકેટેડ આપણો દેશ છે. આપણે સંસ્કૃતિની વાતો કરીએ છીએ, પણ એના વિશે આપણું જીકે કંગાળ છે.

ગૌરી લંકેશની દફનવિધિ થઈ એમાં એને 'પેટ્રીક' ઠેરવી ખ્રિસ્તી બનાવતા મેસેજીઝનો મારો ચાલ્યો. એના અખબારનું નામ 'ગૌરી લંકેશ પત્રિકા' હતું, એ ઈંગ્લિશ આઈડી 'પત્રિકા'ના સ્પેલિંગને 'પેટ્રિક' ઠેરવી દેવાયો ! લિંગાયત કોમ્યુનિટીની એ હતી, જે નામ મુજબ શૈવ સમુદાય છે, અને આપણે ત્યાં અમુક સાધુઓની જેમ દફનવીધિ થાય એમ લિંગાયતમાં ય અંતિમ સંસ્કાર અગ્નિદાહથી નથી થતા.

એ જ રીતે એક ફોટામાં રાક્ષસી દેખાતી કાળી વ્યક્તિ એક બ્રાહ્મણને જનોઈ પકડીને હાથમાં લટકાવે છે, એવો ફોટો શેર કરી હેપી ઓનમની વાત એણે લખેલી, આની પાછળ આર્ય-દ્રવિડ અને ઉત્તર-દક્ષિણના કલ્ચરના કોન્ફિલકરની કથાનો આખો લાંબો ઈતિહાસ છે. આપણો તહેવાર 'બળેવ' ઉર્ફે રક્ષાબંધન બલિ રાજાના નામથી ઓળખાય છે. એ વામન અવતારવાળી કથા.

મહાન અસુર સમ્રાટ બલિની કીર્તિ ત્રિલોકમાં, અને દેવતાઓ ભયભીત ! (દેવ-દાનવ વાળો આ ઝગડો ય ભાઈ-ભાઈનો જ છે. દિતી-અદિતીના સંતાનોનો. આંતરિક-ઝગડાખોરીના જૂના મૂળિયાનું સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન ?) બલિ વળી ઉત્તમ દાનેશ્વરી. વિષ્ણુએ વામન અવતાર ધારણ કરી ત્રણ ડગલા જમીન માંગી ને વિરાટ સ્વરૃપમાં સ્વર્ગ પછી પૃથ્વી ય લઈ લીધી, એ કથા જો આપણા વારસામાં રસ હશે, તો ખબર હશે.

વામને ત્રીજું ડગલું ક્યાં મૂકું ? એમ પૂછ્યું બલિ રાજાએ નમ્રતાપૂર્વક પ્રણામ કરીને પોતાના મસ્તક પર મૂકવાનું કહ્યું. જેનાથી બલિ પાતાળમાં ધકેલાઈ ગયો. પણ એની ન્યાયપ્રિયતા, વચનપાલન, ઉદારતા જેવા ગુણોને લીધે એને વર્ષમાં એકવાર ફરી આવવાનું (અને લક્ષ્મીના હાથે રાખડીનું ય સન્માન) વરદાન મળ્યું. આજે ય બલિનું નામ ગુજરાતમાં માનથી લેવાય છે.

પણ કેરળના અમુક વર્ગમાં વામનનું નામ માનથી નથી લેવાતું ! શૂદ્ર સમાજના આદર્શ 'મહાબલિ'ને ઉચ્ચ વર્ગમાં પ્રતિનિધિરૃપ 'વામન' બ્રાહ્મણે છેતર્યો એવું માનવામાં આવે છે ! એ જૂનો સાંસ્કૃતિક સંઘર્ષ છે. સાંસ્કૃતિક ઈતિહાસમાં એકનો હીરો બીજાનો વિલન હોય છે. આ જ ચક્કર યાદ હોય તો મહિષાસુર બાબતે પણ ચાલે છે. પણ ઉંડા ઉતરીને સંવાદ કરવો હોય તો પહેલા આવા અલગ અલગ વ્યૂપોઈન્ટસને સમજવા પડે. ન ગમતી બાબતોને પણ વાંચવી સાંભળવી પડે.

ગૌરીની વધુ એક ફેમસ 'ફ્રી સેક્સ'ની પોસ્ટ પાછળ પણ આવું બેકગ્રાઉન્ડ છે. જે.એન.યુ.માં અને અમુક યુનિવર્સીટીઓમાં છોકરીઓની સેક્સ લાઈફ બાબતે સવાલો થયા, એમાં ઉગ્ર હિન્દુત્વવાદી પરંપરાવાદી તત્ત્વોએ ટિપિકલ ખાપ પંચાયત સ્ટાઈલમાં પાપી પશ્ચિમી સંસ્કૃતિના 'ફ્રી સેક્સ'નો વિરોધ કર્યો. સામે પક્ષે કવિતા કૃષ્ણન જેવા કાર્યકર્તાઓએ સ્પષ્ટ સ્ટેન્ડ લીધું કે સેક્સ તો યુગોથી માનવજાત માણતી આવી છે. પોતાની ચોઈસની વાત છે.

બંધારણીય અધિકાર પણ છે. લોકશાહીમાં પતિ-પત્ની એકબીજાને પસંદ કરે ને સમ-ભોગ સ્વીકારે છે, એ ય ફ્રી યાને આડેધડ નહિ, પણ ફ્રી વિલ - ખુદની મરજીથી થતો સેક્સ છે. ગૌરી લંકેશની ભાષા કડછી, પણ તો એમાં ધાર્મિક ફેનેટિક લોકોની ય વખાણવા જેવી નતી હોતી, સ્ત્રી બાબતે તો બેફામ લવારા કરતા હોય છે. ગૌરીના એક્સ હસબન્ડ ચિદાનંદ મુજબ પર્સનલ લાઇફમાં એ આવી કડવી નહોતી. ઘણા યુવાનોને ભણવામાં મદદ પણ કરતી

મુદ્દો જો કે આ પોસ્ટ્સ નથી. મુદ્દો છે ત્રણ પ્રકારના અવ્વલ દરજ્જાના વાનરછાપ બેવકૂફો. પહેલા ગૌરીના હત્યારાઓ. એ કોણ છે એ નક્કી કરવાનું આપણા માટે અઘરું છે. ગૌરી જે રીતે વન વે સ્ટેન્ડ લઇને સતત વિવાદાસ્પદ બને એવું જ હર્ટફૂલ લખાણ ધાર્મિક - સાંસ્કૃતિક બાબતમાં લખતી એને લીધે આંખે ચડી જાય એ શક્ય છે.

પ્રોપર્ટીના વિવાદો પણ હતા. થિયરોટિકલી ભાજપની નીતિરીતિ સામે એણે વાંધોવચકો હતો જ પણ નક્સલવાદ બાબતે ય ખુદ લેફ્ટીસ્ટ હોવા છતાં વૉકલ હતી. એની વે, જેણે એને મારી એનો ઈરાદો હશે કે ગૌરીને ચૂપ કરવી. ગુસ્સો કદાચ એના વાણીસ્વાતંત્ર્યને લીધે દુભાયેલી લાગણીઓને લીધે હશે.

પણ હત્યારાઓ બેવકૂફ (બેવકૂફ હોય તો જ એક આધેડ વયની એકલી સ્ત્રીની હત્યામાં પરાક્રમ સમજે, બાકી કાશ્મીરથી છત્તીસગઢ સુધી નિર્દોષોને મારનાર એલીમેન્ટ્સ આર્મીને ય ગાંઠતા નથી, ત્રેવડ હોય તો એમની મર્દાનગી બતાવવા ત્યાં ન જાય ?) એટલે કે એમણે ઉલટું ગૌરી લંકેશને મારીને મહાન બનાવી દીધી. કન્નડ ભાષામાં એનું ચોપાનિયા જેવું છાપું ઓલરેડી ખોટ ખાતું હતું. વાચકો ય ઘટતા જતા હતા. એમાં જાહેરાતો એ લેતી નહોતી. કમિટેડ લોકો વગર જાહેરાતે પ્રકાશન કરે, પણ એ ચલાવવું અઘરું પડે ને આવા કમિટમેન્ટની કોઇ નોંધ પણ નથી લેતું.

મોટા ભાગે તો અંગ્રેજી જર્નાલિઝમ છોડીને એ કન્નડમાં જ લખતી. સાચું પૂછો તો એના અસ્તિત્વની ખબર જ આપણા જેવા બેસુમાર ભારતીયોને એના મર્ડરને લીધે જ થઇ ! બાકી ભૂજીયો ભાઇ પણ એની ટ્વીટ - પોસ્ટ્સ વાંચવાની તકલીફ ક્યાં લેવાનો હતો કે એના માટે ગુજરાતીમાં લેખ શું ઉલ્લેખ પણ ક્યાં કરવાનો હતો ?

ડફોળ કિલર્સે ગૌરીને ફેમસ બનાવી દીધી. એની નકામી કે ખોટી કચરા જેવી વાતોને ય મહાન બનાવી દીધી. એના તંત્રી લેખના હિન્દી અનુવાદો નેશનલ મીડિયામાં શેર થવા લાગ્યા. એની પોસ્ટસ ખોદી ખોદીને લોકોએ ફેરવી. ગણીને હજાર વ્યક્તિએ જે ટ્વીટ કે ફેસબૂક પોસ્ટ ન વાંચી હોય એ કરોડો લોકો સુધી પહોંચી. હત્યાએ એના અવાજને એમ્પ્લીફાય કરી દીધો !

એના પાપને માફ કરી દીધા. રાતોરાત પોલિટિક્સનો સ્કોર કરવા એને તિરંગા ને તોપોની સલામીની શહાદત મળી ગઇ, જે કુદરતી મોતે વિદાય લેત તો પુલિત્ઝર પ્રાઈઝ જર્નાલિઝમનું મળ્યું હોત તોય મળવાની નહોતી ! હત્યારાઓની બેવકૂફીએ જેની ઉપેક્ષા કરવાની હતી, એને મરણોપરાંત સ્ટાર બનાવી દીધી. એનાથી વધુ તેજસ્વી પત્રકારોએ એના પર લેખ લખવા પડયા.

જીસસને ક્રોસ પર ચડાવી દેવાયા તો જગતમાં ખ્રિસ્તી ધર્મ ફેલાઇ ગયો. ગાંધીને ગોળીઓ મારી, તો ગાંધી વિશ્વભરમાં પૂજાતું શાંતિનું પ્રતીક બનીને રિઝર્વ બેન્કની નવી નોટો પર પણ આવી ગયા. સોક્રેટિસને સીસ્ટમની, લોકોની, રૃઢિજડતાની, શાસકોની સામે કટાક્ષ કરવા માટે ઝેર અપાયું તો તમામ ગ્રીક રોમન ફિલોસોફર્સ કરતાં આજે ય એ વધુ પોપ્યુલર છે.

ચે ગુએરાને અમેરિકાએ મરાવ્યો તો ગેરીલા ભાંગફોડિયામાંથી એ ક્રાંતિનું પ્રતીક બનીને ટીશર્ટસ પર ગોઠવાઇ ગયો ! આ મહાન આત્માઓ સામે ગૌરી લંકેશ તો તણખલું ય ન ગણાય ને ટૂંક સમયમાં ભૂલાઇ પણ જશે. પણ ૫૫ વર્ષની જીંદગીમાં ન મળી હોય એટલી પ્રસિદ્ધિ એની નૃશંસ હત્યાએ એને અપાવી. કારણ કે, ગમે તેમ તો ય લેખકનું ખૂન હતું. ઘણા અબૂધો દલીલ કરે છે કે બીજા લોકો ય મરે છે,

એને મહત્વ કેમ નહિ ? રાઈટ. કેરલમાં ઘણા સમયથી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકર્તાઓની ભેદી હત્યાઓ થાય છે. કાયર નક્સલવાદીઓના હાથે ફરજ બજાવતા નિર્દોષ જવાનો સરહદોની અંદર મરે છે. નાના-નાના અખબારોમાં રિપોર્ટ કરતા આરટીઆઈ એક્ટીવિસ્ટ્સ મરે છે. પ્રામાણિક અધિકારીઓ માફિયાઓ સામે બાથ ભીડતા મરે છે. આ તમામ હત્યાઓ નિંદનીય  છે, શોક આપે એવી છે.

પણ પ્રેકટિકલી ગુંડાઓ બીજી હત્યાઓ કરે એના કરતા પોલિસના વર્દીધારી કોન્સ્ટેબલને ય મારે એના પ્રત્યાઘાત પોલીસ ફોર્સમાં આકરા જ આવે, એ અન્ડરવર્લ્ડ સમજે જ છે. એમ મીડિયા કનેક્ટેડ પર્સન મરે તો મીડિયા હોબાળો કરે. કોઇના અવાજને દાબી દેવો હોય તો એનો રસ્તો હત્યા નથી, ઉપેક્ષા છે. બાકી જુલ્મગાર સરકારોએ ફાંસી પણ આપી હોય એના ગીતો ગવાતા રહે.

માટે એક નંબરના બેવકૂફ એ હત્યારાઓ કે જેમણે જીભ ચૂપ કરી પણ અવાજ મોટો કર્યો. બીજા નંબરના બેવકૂફ આ હત્યાથી ગેલમાં આવી જનારાઓ. દરેક ધર્મને નુકસાન એમાં પોતાના જ ધર્માંધો વધુ કરે છે. ફ્રાન્સમાં 'શાર્લી હેબ્દો'ના એકધારા ઈસ્લામવિરોધી કાર્ટૂન્સ ફની ઓછા, અને ચીપ ટેસ્ટના જુગુપ્સાપ્રેરક વધુ હતા. પણ ઈસ્લામિક ત્રાસવાદીઓએ ત્યાં હત્યાકાંડ કર્યો એમાં એ કાર્ટૂન્સ ઉલટાં ગ્લોબલ થઇ ગયા, પણ પછી એવા જેહાદીઓને વખાણનારા એ ભૂલી જાય છે કે આર્ટીસ્ટ્સ કે રાઈટરના કોઇ એક્સપ્રેશન ગમે તેટલા અણગમો ઉપજાવનારા લાગે,

એની હત્યાને વાજબી ઠેરવવી એ મનોવિકૃતિ છે. ગૌરી લંકેશના બકવાસની હદના વાણીવિલાસથી ભારતીય સંસ્કૃતિને નુકસાન નથી પહોંચવાનું, પણ ભારતીય સંસ્કૃતિને ચાહનારાઓ જ કોઇ સ્ત્રીની હત્યા બાબતે કાખલી કૂટવા લાગેેે એ ય ભારતનો વારસો નથી. ભારત સરકારના કાનૂનમંત્રી અને ભાજપના સીનિયર આગેવાન રવિશંકર પ્રસાદે ફાડીતોડીને  જ કહ્યું કે કોઇના મોત પર આપ ઉત્સવ મનાવવા ... એ શોભા  નથી દેતું,  આ આપણી ભારતીય પરંપરા નથી.

કોઈ હિટલર, લાદેન, કસાબ, દાઉદ, હાફિઝ, પ્રભાકરન, મુસોલિની, સ્ટેલિન, માઓના મોતથી લોકો હરખમાં આવી જાય એ સાહજીક છે. કારણ કે, મરનાર ખુદ હત્યારાઓ હોય. જેમણે ક્રૂરતાપૂર્વક નિર્દોષોને માર્યા-મરાવ્યા હોય. પણ જે મુકાબલો જ કરી શકે એમ નથી એવી એકલી નિઃશસ્ત્ર વ્યક્તિને ઢાળી દેવી, એમાં શું ધાડ મારી ? આટીસ્ટસ આપણે ત્યાં સોફટ ટાર્ગેટ છે. પોતાની ગલીમાં રખડતા ઢોર કૂતરા બાબતે કે રોડ પર પડેલા ખાડા બાબતે સ્થાનિક જવાબદારોનો કાંઠલો ન પકડી શકનારા વોટ્સએપ-ટ્વીટર-ફેસબૂક પર રાજાપાઠમાં આવી જાય છે.

કારણ કે, આતો પ્રતિકાર થાય ત્યાં તો બોલવા જવાની ત્રેવડ નથી. લેખકો-કલાકારો કોઈ બોડીગાર્ડસ કે રસાલો લઈ ફરતા નથી ને સુરક્ષિત મહેલોમાં જ સતત રહેતા નથી. એને મારવામાં જો મહાનતા લાગતી હોય તો એ ગૌરી લંકેશ તો જેવી હોય એવી, એ વૃત્તિ અને એનું પ્રદર્શન આપણા ચારિત્ર્ય શિક્ષણને સંસ્કાર વિશે ઘણું કહી જાય છે. હત્યારાઓના વગર પગારના વકીલ કઈ કર્મબંધન બાંધવા નહિ, એ હિન્દુત્વ છે.

મુદ્દાની વાત એ પણ છે કે ગૌરી લંકેશની હત્યા કર્ણાટકમાં થઈ. જ્યાં કોંગ્રેસનું રાજ છે. કલબુર્ગી, દાભોલકરની હત્યા પણ કોંગ્રેસ રાજમાં જ થઈ હતી લો એન્ડ ઓર્ડર સ્ટેટ રિસ્પોન્સિબિલિટી છે. થોડીક પણ અક્કલ હોત તો હત્યાને સેલિબ્રેટ કરવાને બદલે કર્ણાટક પ્રશાસનને જ ઘેરી લીધું હતું આક્રોશપૂર્વક, તો ચૂંટણીના વર્ષમાં એ ડિફેન્સમાં આવી જાત.

પણ બેવકૂફની દૂરદંશી વિના મર્ડર સેલિબ્રેશન કરનારા લોકોએ ઉલટું પેલી અસહિષ્ણુતા-એવોર્ડ વાપસી ટોળીને મેદાનમાં આવવાની તક આપી. હિન્દુ સાંસ્કૃતિક વારસાની ઉદાત્ત ઊંચાઈને લીધે જન્મજાત જ વધુ સહિષ્ણુ અને સમન્વયવાદી છે.

પણ આવી બેવકૂફી કરનારા ઇન્ટરનેશનલી 'ઈનટોલરન્સ'ની સાવ ખોટી છાપ ભારત માટે ઉભી કરવામાં મદદરૃપ થાય છે. ચીનને વ્યૂહાત્મક રીતે ડોકલામમાંથી ખસવું પડયું એનું સેલિબ્રેશન કરવું જોઇએ, એ લેખે લાગત. ડાબેરી માનસિકતા સામે પોઈન્ટ સ્કોર કરવાનું સેલિબ્રેશન થાત. આમાં તો ઊલટું ગૌરીની ટીકા કરનારાઓએ નાદાનીથી એની જ ભૂલાઈ ગયેલી પોસ્ટસ ખોદીખોદીને જ્યાં ક્યારેય પહોંચે એમ નથી ત્યાં સરક્યુલેટ કરી.

તમને ખબર પડે કે આ ગંદવાડ છે, વિષ્ટા (મળ માટેનો સંસ્કૃત શબ્દ) છે. તો ત્યાંથી તરત રવાના થવાય કે ત્યાં બેસીને એ જોવા બીજાને ખેંચાય ? આપણા મનની અંદર બેઝિક માનવતાના ગ્રેસ, ડિગ્નીટીને બદલે કેવો કચરો પડયો છે, નિંદાસ્વનો એની બેવકૂફીનું આ સરાજાહેર પ્રદર્શન છે. જે શબ્દનો મુકાબલો શસ્ત્રથી કરવાને પ્રોત્સાહન આપે છે.

ત્રીજા નંબરના બેવકૂફો સ્યુડો ઇન્ટલેકચ્યુઅલ્સ, એન્ટી મોદી બ્રિગેડ. આ બેવકૂફોના સતત મોદી/હિન્દુત્વ વિરોધને લીધે જ મુખ્યમંત્રી મોદી આજે વડાપ્રધાન છે. સામાન્ય માણસમાં પોલિટિકલ જોન્સ ન હોય, પણ એવું કેવું કે લેખક- પત્રકાર- મીડિયાપર્સન્સ પણ હત્યાઓ પકડાયા ન હોય, તપાસી ચાલુ હોય ત્યાં પોતાની કાંગારૃ કોર્ટ બેસાડીને સીધા જ મોદીને સંઘને એ માટે જવાબદાર ઠેરવી દે ? કોઈ પણ અક્કલવાળો રાજનેતા ભારતીય લોકશાહીમાં લેખકોના મર્ડર કરાવી એના વિરોધનું વોલ્યૂમ ગ્લોબલ ન થવા દે, કોમન સેન્સની વાત છે.

મોદી આપે એકધારું વિષવમન કરનારા અમુક ગુજરાતમાં બાયસ્ડ હેટર્સ છે. એમનો વાળ પણ વાંકો નથી થયો. ભાજપરાજમાં આ બધા લોકોએ સીધી કેન્દ્ર સરકારને આરોપીના કઠેરામાં વગર વાંકે બેસાડી દીધી, પણ સ્થાનિક રાજ્ય સરકારને-જેની મુખ્ય જવાબદારી છે, એને ક્લીનચીટ આપી દીધી !

કમાલ જસ્ટીસ છે. અજીબ લોજીક છે. આવડા મોટા દેશમાં ખૂણેખાંચરે રોજ કોઈ અધારિત બનાવો બને. પણ એટલે બધા માટે સીધા વડાપ્રધાન જ ગુનેગાર ? આવું કરવામાં ફોક્સ એક વ્યક્તિ કે પર જતું રહે છે, અને સત્ય કે વિચારની મૂળ લડાઈ કે એ બાબતની પારદર્શક તટસ્થતા સાઈડ પર રહી જાય છે.

ગૌરી શું, કલુભુર્ગીના ય હત્યારા હજુ પકડાયા નથી. વિપક્ષી કોંગ્રેસની સરકાર હોવા છતાં કોઈ સંઘ પરિવારના માણસો શકમંદ તરીકે એરેસ્ટ થયા નથી. કોઈ લોકલ ફેનેટિક ઉશ્કેરાયો પણ હોય, તો ય એમાં કોઈ નેતાગીરીની સંડોવણી પુરવાર કરવી પડે.

ખુદ ગૌરી લંકેશ આવી બેવકૂફી કરી ચૂકી હતી. એની વિચારધારા સમય જતાં માન્યતા બની ગઈ અને માન્યતાનું રૃપાંતર પૂર્વગ્રહમાં થતા વાર નથી લાગતી. એટલે ભારત વિરોધી ઉપર ખાલીદને ગળે લગાડનાર (ફેક્ટચેક એ છે કે કન્હૈયાના ડાબેરી વિચારો ખોટા જરૃર છે. પણ એના દેશવિરોધના આરોપોમાં સરકારી તપાસ એજન્સીઓએ જ વિડિયો મોર્ફડ બતાવ્યો છે, ને કોર્ટે છોડી મૂક્યો છે.

માટે એ નામ નથી લખ્યું) ગૌરી ભાજપના નેતાઓ સામે પુરાવા વગર ભ્રષ્ટાચારના આક્ષેપ કરવા ગઈ અને ફસાઈ ગઈ, કેસ હારી ગઈ ને જામીન લેવા પડયા. મતલબ, આક્ષેપ કરતા પહેલા જરાક સચ્ચાઈ, પુરાવા તો જોવા જોઈએ કે નહિ ? દિગ્વિજયસિંહ રવીશકુમારનો વિડીયો શેર કરવા ગયા, પણ રવીશના નામના બનાવટી વિડિયો ને મેનેજ ફરે છે, એ જાહેરજીવનના નેતા થઈ ચૂકી ગયા ને રવીશે ચોખવટ કરવી પડી કે મેં ક્યારેય વડાપ્રધાને અપશબ્દો કહ્યા નથી.

એટલે બ્લોક નરેન્દ્ર મોદી વાળી ઝૂંબેશ ફલોપ શો થઈ. માણસ સોશ્યલ નેટવર્ક પર કોઈને ફોલો કરે કે કોઈ સાથે ફોટો પડાવે એટલે એ બીજાઓના કર્મો બાબતે ગુનેગાર શું, જવાબદાર પણ નથી થતો. પોતાના ટીકાકારને પણ કોઈ ફોલો કરે વાત જાણવા માટે. એથી એ જે કહે એમાં ધરાર સંમતિ માનવી એ તો હાસ્યાસ્પદ જ નહિ, ચાઈલ્ડિશ છે.

નાના છોકરાં એમને ટીચર ન ગમે, તો સ્કૂલે ન જવા ભેંકડો તાણતા હોય છે. એટલે સાચા નથી થઈ જતા ! વ્યસ્ત માણસ કંઈ બધાના નિવેદનો જોયા કરવા કે જવાબ દેવા નવરો ન હોય. જેમ ગૌરી લંકેશની હત્યાની ખુશી જતાવી આપણે ધર્માંધ તાલિબાનોની અક્કલ વગરની નકલ કરીએ છીએ. એમ હિન્દુત્વના નામમાત્રથી ભડકનારા કહેવાતા પ્રગતિશીલો પણ બહિષ્કારની સંકુચિત વિચારધારાનું જ પ્રતિનિધિત્વ કહે છે. વિચારોની લડાઈ વિચારને બદલે રાજકીય બનાવી દે છે.
અંતિમોમાં હંમેશા ઝનૂન જડે છે. સત્ય સ્થિર થઈ વચ્ચે હોય છે.

આવી બધી ચર્ચાઓમાં ઓનલાઈન સમય વેડફનારાઓ ખરેખર એમના પોતાના જીવનની સમસ્યાઓ પર ધ્યાન દેતા નથી. એમની શક્તિ-આસપાસની કામચોરી, ગંદકી, ભ્રષ્ટાચાર, રૃઢિજડતા સામે લડવામાં વાપરતા નથી. પછી નવી સનસનાટી ને દેકારાગોકીરાનો મુદ્દો મળે એટલે જૂનું ભૂલાઈ જાય છે.

ડાબેરી હોવા છતાં ભગતસિંહ જમણેરીઓને પ્રિય છે. કારણ કે સામ્યવાદનો ઉપયોગ એમણે દેશ કે સંસ્કૃતિનો જ એકડો કાઢવા નહોતો કર્યો. ગૌરી લંકેશના ચાહકોએ આ યાદ રાખીને અતિરેક ટાળવા જેવો છે. ઇમોશનલ પ્રજામાં સતત કોઈની લાગણી દુભાય એવું જ કર્યા કરો તો એ જોખમી છે.

એ જ રીતે કોઈની વાત ન ગમે, તો સામી વાત રખાય. વિચારનો મુકાબલો વિચારથી અને અસત્યનો સત્યથી કરાય. કોઈ વ્યક્તિગત બદનક્ષી જૂઠથી સતત કરે તો કાનૂની કાર્યવાહી કરાય પણ માત્ર અભિવ્યક્તિ માટે કોઈને મારી નાખવા એ સામાજીક બર્બરતા છે. એ ગૌરી લંકેશના વિરોધીએ સમજવા જેવું છે.

કમનસીબ ઘટનાઓમાંથી આવું શીખવું નહિ, તો એનું પુનરાવર્તન થયા કરશે. અને આપણું જ બહેતર ભવિષ્ય નકામી ચર્ચામાં બરબાદ થતું રહેશે !

ઝિંગ થિંગ

જેમને સ્માર્ટ કટાક્ષ કરતા નથી આવડતો એ નમૂનાઓ જ હિંસા-ભાંગફોડની ભાષામાં વાત કરતા હોય છે. હમણાં એક વિવાદ થતા થતા રહી ગયો, જેમાં જાવેદ હબીબના હેર સલૂનની જાહેરાતમાં એડ એજન્સીએ હિન્દુ દેવીદેવતાઓને બેઠેલા દેખાડયા.

હોબાળો થાય એ પહેલા તરત જ જાવેદ હબીબે તો માફી માંગી લીધી. ટ્વીટર પર તો ય ધમાલ થઈ. પણ ધાર્મિક ગાળાગાળીને બદલે મસ્ત જવાબ એવો અપાયો ! 'સારું છે, તમે કબૂલ કરો છો કે ભગવાન માત્ર હિન્દુ ધર્મમાં જ છે. (ટાઇટલ હતું ગોડસ ઇન સલૂન!) આને કહેવાય લોહી રેડયા કે અપમાન કર્યા વિના ધોયા !'

 

Post Comments