Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

World Cup 2018: ઓલટાઈમ ગ્રેટ્સ

જોશ, ઝનૂન અને ઉન્માદના પર્યાય સમા ફૂટબોલ વર્લ્ડ કપનું કાઉન્ટ ડાઉન શરૃ થઈ ચૂક્યું છે. દુનિયા જ્યારે નવા વર્લ્ડ ચેમ્પિયનને આવકારવાની તૈયારી કરી રહી છે, ત્યારે ફૂટબોલના વર્લ્ડ કપની પ્રંચડ લોકપ્રિયતાના આધરસ્તંભ સમાન લેજન્ડરી સુપરસ્ટાર્સને યાદ કર્યા વિના તો કેવી રીતે આગળ વધી શકાય?

ફૂટબોલ જેવી ટીમ ગેમમાં અત્યાર સુધી ઘણી વિરલ પ્રતિભાઓ એવી જોવા મળી છે કે, જેણે પોતાની આગવી કુશળતાને સહારે આખી ટીમને વિશ્વવિજેતાના તાજ સુધી પહોંચાડી હોય. સુપરસ્ટાર્સની એક ડગલું આગળ વધીને લેજન્ડ્સ એટલે ફૂટબોલની ઓળખ બની રહેલી પ્રતિભાઓ પર એક નજર.

ફેરેન્સ પુસ્કાસ-ક્લાસિક ફૂટબોલની અનોખી મિસાલ

 

ફુટબોલના ઈતિહાસમાં કાયમ માટે અમર થઈ ગયેલા હંગેરીના ફેરેન્સ પુસ્કાસની ખાસિયત તેમની ગોલ ફટકારવાની કુશળતા હતી. તેઓ હંગેરીના ફૂટબોલ ઈતિહાસમાં આજે પણ માઈલસ્ટોન મેન તરીકેની ઓળખ ધરાવે છે. આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં તેમની વિરલ પ્રતિભાને સહારે જ હંગેરીથી તે સમયે દુનિયાની ભલભલી ટીમો ડરતી હતી.

પુસ્કાસે ૮૫ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૮૪ ગોલ ફટકારવાની અનોખી સિદ્ધિ હાંસલ કરી હતી. ૧૯૫૪માં સ્વિત્ઝર્લેન્ડમાં રમાયેલા વર્લ્ડ કપમાં પુસ્કાસે ધૂમ મચાવી. તેમની હંગેરીયન ટીમે ગુ્રપ સ્ટેજમાં પશ્ચિમ જર્મનીની હાઈપ્રોફાઈલ ટીમને ૮-૩થી સજ્જડ પરાજય આપ્યો હતો.

જે પછી તેમણે બ્રાઝિલ અને ઉરૃગ્વે જેવી ધરખમ ટીમોને પછાડીને ફાઈનલ સુધીની સફર ખેડી, જ્યાં પશ્ચિમ જર્મની સામે એક જ ગોલના અંતરથી તેઓ હારી ગયા. જોકે આ વર્લ્ડ કપથી ફેરેન્સ પુસ્કાસે દુનિયાભરમાં નામના મેળવી. આજે પણ ફિફા વર્ષના સૌથી ક્લાસિક ગોલને જે એવોર્ડ એનાયત કરે છે, તેને પુસ્કાસ એવોર્ડ કહેવામાં આવે છે.

પેલે એટલે ફૂટબોલનું જ બીજું નામ

 

બ્રાઝિલના લેજન્ડરી ફૂટબોલર પેલેની વિશિષ્ટ સિદ્ધિ એ છે કે, આટઆટલા વર્ષો છતાં તેનું નામ લેતા આજે પણ ચાહકોની જીભ સુકાતી નથી. પેલેનું નામ પડતાં જ પીળી ટીશર્ટ પહેરીને ફૂટબોલ રમતાં એક ખેલાડીનું ચિત્ર માનસપટલ પર સ્વાભાવિક રીતે ઉપસી આવે. ફૂટબોલિંગ નેશન તરીકે બ્રાઝિલની ઈમેજની બિલ્ડિગ જે પાયા પર ઉભી છે તે પેલે છે. આજે ૭૭ વર્ષની ઉંમરે પહોચેલા એડસન એરાન્ટેસ ડો નાસ્કીમેન્ટોને ભાગ્યે જ કોઈ તેમના ખરા નામથી ઓળખી શકે, પણ 'પેલે' કહો એટલે બધા ઓળખે. પેલે ૧૯૫૮ થી ૧૯૭૦ દરમિયાન રમાયેલા ચાર વર્લ્ડ કપનો હિસ્સો બન્યા હતા, જેમાંથી તેઓ ૧૯૫૮, ૧૯૬૨ અને ૧૯૭૦ના વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી બ્રાઝિલની ટીમમાં સામેલ હતા. આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં ૯૨ મેચમાં ૭૭ ગોલનો રેકોર્ડ પેલેના નામે છે, જ્યારે વર્લ્ડ કપમાં તેઓ ૧૪ મેચોમાં ૧૨ ગોલ ફટકારી ચૂક્યા છે. ચાર જુદા-જુદા વર્લ્ડ કપમાં ગોલ ફટકારવાનો રેકોર્ડ દુનિયાના માત્ર ત્રણ ખેલાડીઓના નામે છે, જેમાં પેલેની સાથે જર્મનીના યુવી સીલેર અને મિરોસ્લાવ ક્લોઝ સ્થાન ધરાવે છે. પેલેને ફૂટબોલર ઓફ ધ સેન્ચ્યુરી તરીકેનું સન્માન મળી ચૂક્યું છે. ફૂટબોલમાં ૧૦ નંબરની જર્સીને પેલેએ લોકપ્રિય બનાવી.

મારાડોના મિરેકલ અને મિસ્ટ્રીનું ગજબનાક કોમ્બીનેશન...

 

ફૂટબોલના ઈતિહાસ પર નજર કરતા લોકપ્રિયતાના મામલે પેલેની સમકક્ષ ઉભો રહી શકે તેવો બીજો કોઈ ખેલાડી હોય તો તે આર્જેન્ટીનાનો ડિએગો મારાડોના છે. મિરેકલ અને મિસ્ટ્રીના ગજબનાક કોમ્બિનેશન તરીકે ઉભરી આવેલો મારાડોના હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. ફૂટબોલ જગતની સાથે ગ્લેમરનો છેડો જોડવાનો શ્રેય મારાડોનાને આભારી છે. માત્ર પાંચ ફૂટ, પાંચ ઈંચની ઉંચાઈ ધરાવતા મારાડોનાએ સાબિત કર્યું કે, ફૂટબોલમાં માત્ર કદ-કાઠીથી નહિ પણ ચપળતા-કૌશલ્ય અને માઈન્ડગેમ પણ જરૃરી છે.

મારાડોનાની ગોલ ફટકારવાની કુશળતાની સાથે સાથે તેની લાઈફસ્ટાઈલ આજે પણ ટીન એજર્સના આકર્ષણનું કેન્દ્ર બને તેવા રહ્યા છે. મારાડોનાએ કારકિર્દીમાં ૧૯૮૨ થી લઈને ૧૯૯૪ દરમિયાન ચાર વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો, જેમાંથી ૧૯૮૬માં તેની કેપ્ટન્સી હેઠળ આર્જેન્ટીના વર્લ્ડ ચેમ્પિયન બન્યું. આ વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે તેણે એક ગોલ હેડિંગ કરવાના અંદાજમાં હાથથી ફટકાર્યો. પલકવારમાં બનેલી ઘટનાની નોંધ રેફરી લઈ શક્યા નહતા અને તેને ફાઉલના બદલે ગોલ આપ્યો હતો. મારાડોનાએ આ વિવાદિત ગોલ માટે 'હેન્ડ ઓફ ગોડ'ને આભારી ગણાવ્યો. તેણે આર્જેન્ટીના તરફથી ૯૧ મેચમાં તેણે ૩૪ ગોલ ફટકાર્યા, જેમાંથી વર્લ્ડ કપમાં ૨૧ મેચમાં તેના આઠ ગોલ નોંધાયેલા છે.

બોબી ચાર્લટોન  ઈંગ્લિશ ફૂટબોલનું ગોલ્ડન પ્રકરણ

 

આંતરરાષ્ટ્રીય ફૂટબોલ જગતમાં હાઈપ્રોફાઈલ ટીમ તરીકેની ઈમેજ ધરાવતા ઈંગ્લેન્ડના જૂજ ખેલાડીઓ એવા છે કે, જેમણે ફિફા વર્લ્ડ કપના ઈતિહાસમાં પોતાની અમીટ છાપ છોડી છે.  આ બધામા બોબી ચાર્લટોનનું નામ ભારે આદર સાથે લેવાય છે. બોબી ચાર્લટોન તેમની ૧૨ વર્ષની આંતરરાષ્ટ્રીય ફૂટબોલર તરીકેની કારકિર્દીમાં ૧૦૬ મેચો રમ્યા અને તેમાં તેમના નામે ૪૯ ગોલ નોંધાયેલા છે. આ દરમિયાન જ તેમણે ચાર વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતુ અને તેઓએ ઈંગ્લેન્ડને ૧૯૬૬માં ઘરઆંગણે રમાયેલા વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવ્યું હતુ. તે વર્ષે જ તેમને વર્લ્ડ કપના શ્રેષ્ઠ ખેલાડી તરીકે ગોલ્ડન બોલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

મિરોસ્લાવ ક્લોઝ ગોલ સ્કોરિંગનો વર્લ્ડ રેકોર્ડ

 

જર્મનીના મિરોસ્લાવ ક્લોઝ ફૂટબોલના ઈતિહાસમાં હાઈએસ્ટ ગોલ ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. ક્લોઝને તેની ગોલ સ્કોરિંગ એબિલીટીને કારણે અલગ મુકામ મળ્યો છે. તેણે ચાર વર્લ્ડ કપમાં કુલ ૧૬ ગોલ ફટકારીને હાઈએસ્ટ ગોલ સ્કોરર તરીકે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો. વર્ષ ૨૦૦૨, ૨૦૦૬ અને ૨૦૧૦માં જર્મની વર્લ્ડ કપ ચૂકી ગયું પણ ક્લોઝના વર્લ્ડ રેકોર્ડને સાથીઓએ યાદગાર બનાવતા તેને ૨૦૧૪ વર્લ્ડ કપની ભેટ આપી.

હોલ્ડરલોથાર મેથ્યૂસ હાઈક્વોલિટી મીડ ફિલ્ડર

 

ફૂટબોલ વર્લ્ડ કપની યાદ આવે તેની સાથે જ લોથમ મેથ્યૂસનો હસતો ચહેરો નજરની સામે તરવરી ઉઠે. ફૂટબોલ વર્લ્ડના ૮૮ વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ વર્લ્ડ કપમાં ભાગ લેવાનો અને સૌથી વધુ વર્લ્ડ કપ મેચો રમવાનો રેકોર્ડ જો કોઈ ખેલાડીના નામે હોય તો તે લોથર મેથ્યૂસ છે. પશ્ચિમ જર્મની અને જર્મની સંયુક્ત થયું ત્યાર બાદ આ લેજન્ડરી સુપરસ્ટારે રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. ૨૦ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં તેઓ ૧૯૮૨ થી લઈને ૧૯૯૮ સુધી સળંગ પાંચ વર્લ્ડ કપ રમ્યા હતા, જેમાં તેમના નેતૃત્વમાં પશ્ચિમ જર્મનીએ ૧૯૯૦નો વર્લ્ડ કપ જીત્યો હતો.

રોનાલ્ડો મેજિકલ સુપર સ્ટ્રાઈકર

 

બ્રાઝિલના રોનાલ્ડો લુઈઝ નઝારિયો ડી લીમાને આજે પણ દુનિયાના ઓલ ટાઈમ ગ્રેટ સુપરસ્ટ્રાઈકર્સમાં સ્થાન આપવામાં આવે છે. બ્રાઝિલના આ જાદુઈ સ્ટ્રાઈકરનું ગજબનાક ડ્રીબલ ભલભલા ડિફેન્ડરોને હંફાવતું. રોનાલ્ડોએ ૧૯૯૪ થી ૨૦૦૬ સુધીના ચાર વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો અને તેમાંથી બેમાં તે ચેમ્પિયન બન્યો હતો. ૧૯૯૪માં બ્રાઝિલ વર્લ્ડ ચેમ્પિયન બન્યો ત્યારે ૧૭ વર્ષનો રોનાલ્ડો ટીમનો યંગેસ્ટ સભ્ય હતો. જે પછીના વર્ષે ફ્રાન્સમાં રમાયેલા વર્લ્ડ કપમાં બ્રાઝિલ રનર્સઅપ બન્યું તેમાં પણ રોનાલ્ડો સામેલ હતો અને તે પ્લેયર ઓફ ધ વર્લ્ડ કપ જાહેર થયો. જ્યારે ૨૦૦૨માં બ્રાઝિલને વર્લ્ડ ચેમ્પિયન બનાવવાની સાથે તેણે ગોલ્ડન શૂઝ એવોર્ડ જીત્યો હતો. ૨૦૦૬માં વર્લ્ડ કપ ઈતિહાસના હાઈએસ્ટ ગોલ સ્કોરર તરીકે મુલરનો રેકોર્ડ તોડીને વિદાય લીધી.

કાફુ ફાઈનલ્સની હેટ્રિકની સિદ્ધિ

 

બ્રાઝિલે દુનિયાને માત્ર દિગ્ગજ ફૂટબોલરો જ નથી આપ્યા, પણ સુપરસ્ટાર્સને તેમના હૂલામણા નામથી લોકપ્રિય બનાવવાની અનોખી પરંપરા પણ આપી છે. કાફુ તરીકે લોકપ્રિયતા મેળવનારા બ્રાઝિલના સુપરસ્ટારનું સાચું નામ માર્કોસ એવાન્જેલીસ્ટા ડી મોરાઈસ છે. ડિફેન્ડર હોવા છતાં લેજન્ડ્સની હરોળમાં સ્થાન મેળવનારા કાફુના નામે એવો રેકોર્ડ નોંધાયેલો છે કે, જેની ભલભલા ખેલાડીઓને ઈર્ષ્યા થાય. તે સળંગ ત્રણ વર્લ્ડ કપની ફાઈનલ રમનારો દુનિયાનો એકમાત્ર ખેલાડી છે. તે ૧૯૯૪ અને ૨૦૦૨માં ચેમ્પિયન બનેલી બ્રાઝિલીયન ટીમનો મહત્વનો સભ્ય હતો. જ્યારે ૧૯૯૮માં ફ્રાન્સ સામે ફાઈનલમાં હારેલી ટીમમાં પણ સામેલ હતો.

ફ્રેન્ઝ બેકેનબાઉર જર્મનીના ફૂટબોલ સામ્રાજ્યના શહેનશાહ

 

વર્લ્ડ કપ ફૂટબોલના ઓલ ટાઈમ એવરગ્રીન ફૂટબોલ સુપરસ્ટાર્સમાં પશ્ચિમ જર્મનીના ફ્રેન્ઝ બેકેનબાઉરને સ્થાન આપવું જ પડે ! મીડ ફિલ્ડર તરીકે કારકિર્દીનો પ્રારંભ કરનારા ફ્રેન્ઝે સેન્ટ્રલ ડિફેન્ડર તરીકેની નવી ભૂમિકાને દુનિયાને આપી. જે ડિફેન્સની સાથે આક્રમણમાં પણ ટીમની મદદ કરતો. ફ્રેન્ઝે તેમની ૧૨ વર્ષની કારકિર્દીમાં ૧૪ ગોલ ફટકાર્યા હતા. તેમને મજબુત ડિફેન્સ અને પીન પોઈન્ટ પાસીસ માટે આજે પણ યાદ કરવામાં આવે છે. તેઓ ત્રણ વર્લ્ડ કપ રમ્યા અને ત્રણેયમાં તેઓએ પશ્ચિમ જર્મનીને ટોપ થ્રીમાં સ્થાન અપાવ્યું હતુ. ૧૯૬૬ના વર્લ્ડ કપની ફાઈનલમાં તેઓ બોબી ચાર્લટોનની ઈંગ્લિશ ટીમ સામે ફાઈનલ હાર્યા. જે પછી ૧૯૭૦માં ઈટાલી સામેની સેમિ ફાઈનલની હાર બાદ જર્મની ત્રીજા ક્રમે રહ્યું હતુ. જ્યારે ૧૯૭૪માં ઘરઆંગણે રમાયેલા ફિફા વર્લ્ડ કપમાં તેમની જ કેપ્ટન્સીમાં પશ્ચિમ જર્મની વર્લ્ડ ચેમ્પિયન બન્યું. તેમને ૨૦૦૨માં ફિફાની વર્લ્ડ કપ ડ્રીમ ટીમમાં પણ સ્થાન મળ્યું હતુ.

ઝિનેદીન  ઝિદાન ફ્રેન્ચ રિવોલ્યુશન ઈન ફૂટબોલ

 

છેલ્લા દશકમાં ફૂટબોલ જગત પર છવાયેલા ફ્રેન્ચ સુપરસ્ટાર ઝિનેદીન ઝિદાને તેની મેજિકલ ગેમ અને જેન્ટલમેન એટીટયૂડને સહારે તેનો એક અલાયદો જ ચાહક વર્ગ ઉભો કર્યો છે. આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ઈતિહાસમાં ફ્રેન્ચ રિવોલ્યુશનનો સમયગાળો ઝિદાનની ફૂટબોલ કારકિર્દીને સમાંતર જોવા મળે છે. ફૂટબોલ વર્લ્ડ કપના ઈતિહાસમાં ફ્રાન્સ એકમાત્ર વખત ૧૯૯૮માં ચેમ્પિયન બન્યું છે અને તેમાં ઝિદાનની ભૂમિકા મહત્વની રહી છે. આખી ટુર્નામેન્ટમાં આ ફ્રેન્ચ પ્લેમેકરે માત્ર બે જ ગોલ ફટકાર્યા પણ તેના તે બંને ગોલ ફાઈનલમાં બ્રાઝિલ સામેના હતા, જેણે ફ્રાન્સને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું. જોકે ઝિદાનની રમતનો ગોલ્ડન ટચ તો ૨૦૦૬ના વર્લ્ડ કપમાં જોવા મળ્યો, જ્યારે કારકિર્દીના અસ્તાચળે પહોંચેલા આ ખેલાડીએ વિદાય લેતાં લેતાં ફ્રાન્સને ફાઈનલ સુધી પહોંચાડયું.

જોન ક્રોફઆધુનિક ફૂટબોલના જનક

 

ફૂટબોલની મેચ મેદાનની પહેલા કોચિસ અને ખેલાડીઓ મનમાં રમાતી હોય છે અને દરેક વર્લ્ડ કપમાં નવી ટેકનિક અને હરિફોને હંફાવવાનો નવો વ્યુહ જોવા મળે છે. ૧૯૬૦-૭૦ના દશકમાં ફૂટબોલમાં આવેલા ધરખમ ફેરફારો કે જેણે આધુનિક ફૂટબોલનો પાયો નાંખ્યો તેના માટે નેધરલેન્ડના જોન ક્રોફને શ્રેય આપવામાં આવે છે.  આજના ફૂટબોલની જાણીતી ટેકનિક 'ટોટલ ફૂટબોલ'ને સૌપ્રથમ ક્રોફે અમલમાં મુકી હતી. તેમણે ગોલ ફટકાર્યો હોય તે મેચમાં નેધરલેન્ડ ક્યારેય હાર્યુ નહતુ. ૧૯૭૪ના વર્લ્ડ કપમાં તેઓએ ધૂમ મચાવતા આર્જેન્ટીના અને બ્રાઝિલ જેવી દિગ્ગજ ટીમોને હરાવી હતી, પણ ફાઈનલમાં તેઓ પશ્ચિમ જર્મની સામે હારી ગયા હતા આમ છતાં ક્રોફને ગોલ્ડન બોલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

Keywords fifa,World,Cup,All,Time,Greats,

Post Comments