Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

યુગાન્ડા સરકારે whatsapp અને facebook યુઝર્સ પર લગાવ્યો ટેક્સ

- સોશિયલ મીડિયાનો વપરાશકર્તા પર પ્રતિ દિવસ 200 શિલિંગ(0.05 ડૉલર)નો દંડ

- ટેક્સ લગાવવાથી દેશને અફવાઓનાં દુષ્પરિણામથી છુટકારો મળશે

અમદાવાદ, તા. 13 જૂન 2018 બુધવાર

યુગાન્ડા સરકારે એક વિવાદાસ્પદ નિર્ણય કર્યો છે.

whatsapp અને facebookનો ઉપયોગ કરતા લોકો પર ટેક્સ લગાવવાનો નિર્ણય કર્યો છે.

સરકારે ગૉસિપ પર અંકુશ લગાવવા અને સરકારની આવક વધારવા માટે સોશિયલ મીડિયા પર આવો નિર્ણય લીધો છે.

એક રિપોર્ટ મુજબ સોશિયલ મીડિયાનો વપરાશ કરનાર વ્યક્તિ પર પ્રતિ દિવસ 200 શિલિંગ(0.05 ડૉલર)નો દંડ થશે. એટલે કે ભારતીય ચલણ મુજબ આ કિંમત 3.35 રૂપિયા થાય છે.આ ટેક્સ જુલાઈથી અમલી થશે.

સોશિયલ મીડિયા પરનાં કાયદાઓમાં પરિવર્તન કરવાની પહેલ કરનાર દેશનાં રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીએ માર્ચમાં જણાવ્યુ હતું કે સોશિયલ મીડિયા ફાલતું બાબતોને નોતરે છે અને સમયનો દુરઉપયોગ થાય છે.

નાણામંત્રી માટીયા કાસૈઝાને લખેલા પત્રમાં મુસેવેની દબાણપૂર્વક જણાવ્યુ હતું કે સોશિયલ મીડિયા પર ટેક્સ લગાવવાથી દેશમાં અફવાઓનાં દુષ્પરિણામથી દેશને છુટકારો મળશે. સાથે સાથે દેશનાં વધતા દેવામાંથી પણ છુટકારો મળશે.

નવા કાયદા અનુસાર નક્કી કર્યુ છે કે મોબાઈલથી પૈસાની લેવડદેવડ પર એક ટકા ટેક્સ લાગશે. યુગાંડામાં 2016માં રાષ્ટ્રપતિએ ચૂંટણી ટાણે આ નિર્ણયને સ્થગિત કરી દીધો હતો.

Post Comments