Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Fake News: ફેક ન્યૂઝ વિરૂધ્ધ ફેસબુક લાવી રહ્યુ છે “i” ફિચર

- વિકિપીડિયાની મદદથી ન્યૂઝ પબ્લીશ કરનારની મળશે જાણકારી

- નકલી વેબસાઈટની મુશ્કેલીઓ વધી

અમદાવાદ, તા. 6 ઓક્ટોબર 2017,

ફેસબુક ફેક ન્યૂઝના વિરોધમાં એક અનોખુ ફીચર લાવી રહ્યુ છે. જેમાં ન્યૂઝ પબ્લિશરની પૂરી વિગતો યુર્ઝસને મળશે. યુઝર્સના હાથમાં કંટ્રોલ હશે કે તે ફેક ન્યૂઝ વાંચે કે ન વાંચે. અને તે વાંચી રહ્યો છે એ ફેક ન્યૂઝ છે કે સાચા ન્યૂઝ છે.

નવા ફિચરમાં ફેસબુક ન્યૂઝ ફિડમાં દેખાતા ન્યૂઝ આર્ટિકલની સાથે “i”નું બટન પણ હશે. જેના ઉપર ક્લિક કરવાશી ન્યૂઝ પબ્લીસ કરનારીના તમામ માહિતી મળશે. “i” ક્લિક કરવાથી આર્ટિકલ મૂકનારનું વિકિપીડિયા પેજ ખુલશે અને જો વિકિપીડિયા નહી હોય તો ફેસબુક બીજા સોર્સ દ્વારા પબ્લીસરની પ્રોફાઈલ યુઝર્સની ડીટેઈલ્સ બતાવશે.

“i”ની સાથે સાથે ફેસબુક એ આર્ટિકલના સંબધિત બીજા સમાચાર પણ યુઝર્સને બતાવશે. જેનાથી ખબર પડી જશે કે આ ન્યૂઝને કયા મીડિયા હાઉસે પબ્લિસ કર્યા છે. કારણ કે મીડિયા હાઉસના નામથી ભળતાજ નામના આર્ટિકલ પણ શેર કરવામાં આવતા હોય છે.

ઘણીવાર લોકો ન્યૂઝને નામે કટાક્ષ અને વ્યંગ પણ શેર કરતા હોય છે. જેને લોકો સાચા સમાચાર માની લે છે ફેસબુક આ અંગે પણ કામ કરી રહ્યુ છે. વિકિપીડિયા ઉપર આપવામાં આવેલી ખોટી જાણકારી અંગે પણ ફેસબુક વિતિપીડિયા સાથે સંવાદ કરી રહ્યુ છે અને જલ્દી આ ફીચર વાપરી શકાશે.

Post Comments