Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સંવેદના - મેનકા ગાંધી

- ડેનમાર્કમાં કિલીંગ ફેસ્ટીવલ, ૧૦૦૦ વ્હેલનો સફાયો !!

- એવી જગ્યાએ પ્રવાસે જાવ કે જ્યાં પ્રાણીઓની કતલ ના થતી હોય...

- કેરળમાં કૂતરાને મારી નખાય છે : મોરેશીયસ ૯૦૦૦ વાંદરાની નિકાસ કરે છે : રોકાણકારોએ પણ દુર રહેવું જોઈએ

- પ્રાણીઓની હત્યા કરતા દેશોનો બોયકોટ કરવો જોઈએ : વ્હેલ મારવા પર પ્રતિબંધ છતાં તેની હત્યા થાય છે

કેટલાંક વર્ષ પહેલાં જ્યારે મુંબઈના સ્ટોક માર્કેટ પર જૈન ગુજરાતી સમાજની મજબુત પકડ હતી ત્યારની વાત છે. ત્યારે એક એવો બિનસત્તાવાર નિર્ણય લેવાયો હતો કે જે કંપનીઓ બીન-શાકાહારી (માંસની) પ્રોડક્ટ બનાવતી હોય કે તેની સાથે સંકળાયેલી હોય એવી કંપનીઓને પ્રોત્સાહન ના આપવું અને તેમાં રોકાણ ના કરવું. કમનસીબે આ કરાર-નિર્ણય પડી ભાંગ્યો હતો. હવે તો જૈનો પ્રાણીઓના માંસ, ગાયના હાડકામાંથી બનાવેલ જીલેટીન વગેરેમાંથી બનેલ સાબુ તેમજ અન્ય પ્રોડક્ટમાં પણ રોકાણ કરે છે.

આવી પ્રોડક્ટની બનાવટમાં દર મહિને હજારો-લાખો પ્રાણીઓનો ભોગ લેવાય છે. કેટલાક જૈનો તો માંસની નિકાસ પણ કરે છે. સ્ટોક માર્કેટનો એક નામાંકિત રોકાણકાર ૧૦ વર્ષ પહેલાં મને મળવા આવ્યો હતો. તે એક એવું સૈધ્ધાંતિક ફંડ ઉભું કરવા માગતા હતા કે પર્યાવરણનું રક્ષણ કરે એવી કંપનીઓમાં જ રોકાણ કરવું અને તેમના બધા રોકાણકારોને પણ આ બાબતે સૂચના આપવી.

તેમણે એમ વિચારેલું કે આવા પગલાંથી કંપનીઓ પર્યાવરણ બાબતે વધુ ધ્યાન આપતા થશે. તેમનો પ્લાન એટલા માટે નિષ્ફળ ગયો કે તેમના બોર્ડમાં તે કોઈ નામાંકિત લોકોને લાવી શક્યા નહોતા!! ત્યાર પછી તો તે પૈસા કમાવવામાં લાગી ગયા હતા અને પૃથ્વીને બચાવવાનું ભૂલી ગયા હતા.

જોકે સમય આગળ વધવા લાગ્યો હતો. દરેક કંપની તેની આવકમાંથી કંઈક સારું કામ કરે તે માટે પ્રેશર વધતું જતું હતું. કંપનીઓએ પ્રજાની સમસ્યાને ધ્યાનમાં લઈને કેટલાંક સૈધ્ધાંતિક નિર્ણયો લેવા પડતા હતા.

ગ્રાહકોને ગમતી વસ્તુ આપવા માટે ઈન્ટરનેટ પર સેંકડો એપ્લીકેશન અને સાઈટ જોવા મળે છે. હજારો લોકો ઓર્ગેનિક આઈટમો વેચતી સાઈટ પાસેથી ઘર વપરાશની ચીજો મંગાવે છે. આ વાત પાંચ વર્ષ પહેલાંની છે. હું પણ આ રીતે જ ચીજો મંગાવતી હતી.

કેટલાક લોકો ઓર્ગેનિક સિસ્ટમથી પકવેલ શાકભાજી મંગાવે અને અઠવાડીયું તે ચલાવે છે. કેટલાંક ઈન્ટરનેટ પર ઓર્ગેનિક ફૂડ શોધે છે અને તે મંગાવે છે. કેટલાંક ઓર્ગેનીક સિસ્ટમથી તૈયાર કરેલ ફેબ્રીક્સ અને ડાય મંગાવે છે. ઓર્ગેનીક ફેશન કંપનીઓ વિદેશમાં ઓર્ગેનીક ફેશનેબલ ડ્રેસ મોકલીને લાખો કમાય છે.

ઘણાં વર્ષો પહેલાં મેં પણ અહિંસા સિલ્ક શરૃ કર્યું હતું પરંતુ તે બહુ ચાલ્યું નહોતું. હવે હું આવું કંઈક સારું કરું તો સફળતા મળી શકે છે.

બર્લીનના થોમ ક્લીનની સાઈટ યુરોપની છે.  www.veggie-hotels.ગીમાં વિશ્વભરમાં રહેલી શાકાહારી હોટલના એડ્રેસ વિગતો આપે છે. દિવસમાં ઓછામાં ઓછા દશ હજાર લોકો તે જુવે છે. વિશ્વમાંના શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ તરીકેના ગ્રીન ટેક એવોર્ડ માટે આ સાઈટનું નામ નોમીનેટ પણ થયું હતું. લોકોને આ સાઈટ પર હોટલના નામ મોકલવા પ્રોત્સાહીત કરાય છે.

મેં આ સાઈટ પર ધર્મશાલાની નોટ બુલીંકા હોટલનું નામ મોકલ્યું હતું. જે સિધ્ધાંતોને વરેલી શાકાહારી હોટલ છે જ્યાં હુ રહી પણ હતી. ત્યાંનું ફૂડ એકદમ સ્વાદિષ્ટ હોય છે. તિબેટીયનો આ હોટલ ચલાવે છે સાથે સાથે આર્ટ ટ્રેનીંગ સેન્ટર પણ ચલાવે છે. ભારતીયો આ સાઈટ પર હજારો હોટલોના નામ મોકલી શકે છે.

રજાઓ ગાળવા બહાર જનારાઓએ આવી હોટલોના એડ્રેસ જાણીને ત્યાં જવું જોઈએ અને આ રીતે દુનિયાને અહિંસા તરફ વાળવાના કામને બળ આપવું જોઈએ. તમે કોઈ ચોક્કસ રાજ્યમાં જવા માગતા હોવ અને તમારી ટ્રાવેલ એજંસી ના પાડે તો તેને તેનું કારણ પૂછો!!

આ તબક્કે હું પણ ત્રણ ટ્રાવેલ કંપનીઓ પાસે જવાબ માગી રહી છું. એક કહે છે કે હાલમાં અમે કેરળ જતા નથી. બધા એમ માને છે કે કેરળમાં લોકો કૂતરાને મારી નાખે છે તેમજ તેમને મારવા માટે બહારથી માણસોને પૈસા આપીને બોલાવે છે. રોજ કેરળના અખબારોમાં કૂતરાને મારીને ઢસડીને ઉકરડામાં નાખતા હોય તેવા ફોટા જોવા મળે છે. વિશ્વભરમાંથી કેરળ જવા ઈચ્છતા હજારો પ્રવાસીઓએ કૂતરાની હત્યાના અહેવાલોના કારણે કેરળનો પ્રવાસ પડતો મુક્યો છે અને કર્ણાટક તેમજ ગોવાને પસંદ કર્યું છે. જે લોકો કેરળનો પ્રવાસ કેન્સલ કરે છે તેમને કેરળ સરકાર ઈ-મેલ કરીને પ્રવાસ માટે આમંત્રે છે.

પ્રવાસી ઓછા થતા ઠેર-ઠેર રહેતા કેરળના લોકોને કહેવાય છે કે તમારા મિત્રોને કેરળના પ્રવાસે મોકલો!! કેરળમાં કૂતરાનો સફાયો કરવાાના બદલે તેમની નસબંધીનો કાર્યક્રમ શરૃ કરવો જોઈએ. કૂતરા કરડવાની ઘટના અટકાવવી હોય અને તેમની વસ્તી નિયંત્રણમાં રાખવી હોય તો નસબંધી એ એકમાત્ર ઉત્તમ ઉપાય છે. મને કેરળ બહુ ગમે છે, જ્યારે કેરળ વિશે નેગેટીવ લખાય ત્યારે મને બહુ દુ:ખ થાય છે.

પ્રવાસ માટે જે દેશનો બૉય-કોટ કરવો જોઈએ તેનું નામ મોરેશીયસ છે. વિશ્વમાં આ એક એવો દેશ છે કે જે વાંદરાઓને વિશ્વભરમાં પ્રયોગો માટે મોકલે છે. અહીં વાંદરાઓને શાકભાજીની જેમ ઉછેરવામાં આવે છે અને તેમને સમગ્ર યુરોપમાં રીસર્ચના કામ માટે મોકલી અપાય છે. રીસર્ચ દરમ્યાન તે ભયાનક યાતનામાંથી પસાર થાય છે.

૨૦૧૪ના માત્ર એક વર્ષના ગાળામાં મોરેશિયસે ૯૦૦૦ વાંદરાઓની નિકાસ કરી હતી. સમગ્ર યુરોપમાં ઝુંબેશ ચાલે છે કે કોઈએ મોરેશિયસ ના જવું!! ક્રૂઆલીટી ફ્રી ઈન્ટરનેશનલે કરેલા સર્વેમાં મોરેશિયસ જતા ૫૮ ટકા પ્રવાસીઓએ જણાવ્યું હતું કે મંકી-ટ્રેડ થતો જોઈને અમે ટાપુ પર જવાનું માંડી વાળ્યું હતું.મોરેશિયસ તો થોડા ઘણા જાય છે પણ ડેનમાર્કમાં તો બહુ જ ઓછા લોકો જાય છે. ડેનમાર્કમાં પણ ટાપુઓ છે. ગયા મહિને ત્યાં કિલીંગ ફેસ્ટીવલ યોજાયો હતો.

દર વર્ષની જેમ આ વર્ષે પણ તે રંગેચંગે ઉજવાયો હતો. દરિયાઈ પાણીમાં તે છીછરા પાણી સુધી વ્હેલને ખેંચી લાવે છે ત્યારબાદ આવી હજારો વ્હેલનો સફાયો બોલાવી દે છે. માનવ જાતને નુકસાન ના કરતું આ સુંદર-બુધ્ધિશાળી દરિયાઈ જીવને ચપ્પા અને તલવારોથી કાપી નાખીને તેની ચામડી કાઢી લેવાય છે. સમગ્ર વિસ્તાર લોહીથી છલકાઈ જાય છે. આ વર્ષે ડેનમાર્કના આ કીલીંગ ફેસ્ટિવલમાં ૧૦૦૦ વ્હેલનો સફાયો બોલાવાયો હતો. જેમાં સંડોવાયેલા દસ લોકોની ધરપકડ થઈ હતી.

જેમાં કેટલાક ભારતીયો પણ હતા!! આ ભારતીય ઓસ્ટ્રેલિયાથી ડેનમાર્ક ગયા હતા જ્યાં તે આ હત્યા રોકવા માગતા હતા. છેલ્લા દશ વર્ષ ભારતના લોકોએ અહીંની ડેનીસ એમ્બેસીને ૩ લાખ લોકોએ આવી ક્રૂર હત્યા સામે વાંધો ઉઠાવ્યો છે. ડેનમાર્કની સરકાર એ બાબત જાણે છે કે દરિયાઈ જીવો સમગ્ર વિશ્વના છે અને આંતરરાષ્ટ્રીય કરાર હેઠળ વ્હેલ મારવા પર પ્રતિબંધ છે. જાપાન પણ આવું કરતું હોઈ તેનો બોયકોટ કરાયો હતો.

ચીન આપણા વાઘ, સિંહ, સી-હોર્સ, શાર્ક, પેંગોલીન્સ, કસ્તુરી મૃગ, કૂતરા, બિલાડી જેવા અનેક પ્રાણીઓની હત્યા કરતું હોઈ તેનો પણ બોયકોટ થવો જોઈએ. એ વાત પણ શરમજનક છે કે આપણા બિઝનેસમેન દેશ છોડીને એવા દેશમાં ધંધો કરવા જાય છે કે જ્યાં પ્રાણીઓની હત્યા મોટાપાયે થતી હોય!! આ દેશો એમ સમજે છે કે ભારતમાં પ્રાણીઓના શિકાર આસાન છે અને તેમના ચામડાનો વેપાર પણ થઈ શકશે તેમજ મૃત શરીરમાંથી દવા પણ બનાવી શકાશે.

માત્ર કેરળનો બોયકોટ આ વર્ષે કરાયો છે. ડેલી મેલ નામના અખબારમાં છપાયું છે કે હજારો હાથીઓને જંગલમાંથી ખેંચી લવાય છે. તેમને કેમ્પમાં લઈ જઈને ક્રૂરતા આચરવામાં આવે છે. પ્રવાસીઓની સંખ્યા વધારવા તેમને હાથીના ટોળા બતાવાય છે. ૧૦૦ જેટલા હાથીઓ ક્રૂરતા આચરવાના પગલે મોતને ભેટયા હતા.  (http://www.dailymail.w.uk/news/article-3199391/Tortured-Tourist-Camps-
terrible-pligut-indian-elephants-LIZ-Jones,html) સરકાર આ બાબતે બેધ્યાન છે. ઈંગ્લેન્ડથી ભારતના સીનીયર પ્રધાનોને ઉદ્દેશીને લખેલા સેંકડો પત્રો છતાં હાથીઓ પરની ક્રૂરતા અટકાવવા કોઈ પગલાં લેવાતા નથી. હાથીઓ પર ત્રાસ ગુજારતા કેમ્પો બંધ કરાવવા આપણે કશુંક કરવું જોઈએ. ખરેખર તો હાથીઓનો વહિવટ ખાનગી હાથોમાંથી લઈ લેવો જોઈએ.

ભારતીયો ખુબ પ્રવાસ કરે છે. આપણે એવા વિસ્તારો પસંદ કરવા જોઈએ કે જે શાકાહારી હોય અને આ રીતે લોકોને પણ અનુકરણ માટે કહી શકાય. હાથીઓના કેમ્પ વિશેનો વિરોધ તમારી સરકારને પણ કરો!!

Keywords Samvedna,MenkaGandhi,

Post Comments