Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સંવેદના - મેનકા ગાંધી

- પ્રયોગો માટે 50,000 પશુઓ દર વર્ષે હૈદ્રાબાદ મોકલાય છે

- ડીપ્રેશનની દવાઓ માટે પણ ઉંદર પર પરીક્ષણ

- કેટલાંક ઉંદરોની ચામડી ઉતરડી લેવામાં આવે છે અને પછી તેના શરીર પર પ્રયોગો થાય છે

- પ્રયોગ કરનારા ઘણાં ભારત આવીને પ્રયોગ કરે છે કેમકે તેમના દેશમાં પ્રાણીઓ પરના પ્રયોગો પર પ્રતિબંધ હોય છે

લેબોરેટરીઓમાં ઉંદરો કેવી યાતનામાંથી પસાર થાય છે એ મેં ગયા લેખમાં લખ્યું છે. મેટલના પાંજરામાં પુરીને તેમને અંધારીયા એનીમલ રૃમમાં લઈ જવામાં આવે છે. પ્રયોગ કરતી વખતે તેમને પ્રકાશમાં લવાય છે. આખી સિસ્ટમ ગુપ્ત રખાય છે. વિજ્ઞાાનીઓ એવી દલીલ કરે છે કે અમે ઉંદરોને યાતનામાંથી પસાર એટલા માટે કરીએ છીએ કે તેના પરના પ્રયોગોથી માનવજાતને લાભ થાય છે. આ દલીલના કારણે કોઈ ઉંદરો પરની યાતનાનો વિરોધ નથી કરતું, જો તે માનવ-વિરોધી કોઈ વાત હોય તો તેનો વિરોધ કરાત!! જોકે ડીજીસીઆઈએ ઉંદરો પરનાં બીનજરૃરી અને ઘાતકી પ્રયોગો સામે વિરોધ દર્શાવ્યો છે. અહીં કેટલાક ઉદાહરણો આપ્યા છે.

૧૯૮૯માં કાર્સીનોજીની સીટી ઓફ ફ્લોરાઈડના વપરાશ પર અભ્યાસ થયો હતો. બે વર્ષના સમયગાળામાં ૫૨૦ ઉંદરો ફ્લોરાઈડનો ડેલી ડોઝ આપવામાં આવ્યો હતો. ફ્લોરાઈડની ઉંધી અસર એકપણ ઉંદર પર થઈ નહોતી, પરંતુ ઉંદરોને મોઢા કે હાડકાનું કેન્સર થયાનું જોવા મળ્યું હતું. આ પ્રયોગથી જાણવા મળ્યું હતું કે એક જ જાતના બે પ્રાણીઓ પર ચોક્કસ અસર વર્તાતી નથી.

થાલીડોમાઈડ, ઝોમેક્સ અને ડીઈએસ એમ દરેકનો ટેસ્ટ પ્રાણીઓ પર કરવામાં આવ્યો હતો. આ પ્રયોગ સલામત રહ્યો હતો. પરંતુ જે માણસો પ્રાણીઓ પર આ પ્રયોગો કરતા હતા તેમના પર ગંભીર અસરો થઈ હતી.
૧૯૭૬ અને ૧૯૮૫ દરમ્યાન ફૂડ એન્ડ ડ્રગ્સ એડ્મીનીસ્ટ્રેશને એપ્રુવ કરેલી ડ્રગ્સની અડધા ઉપરાંતની પ્રિસ્ક્રાઈબ થતી દવાઓને માર્કેટમાંથી પાછી ખેંચી લેવાઈ હતી અથવા તો તેનું લેબલ બદલાયું હતું.

આ દવાઓ પાછી એટલા માટે ખેંચાઈ હતી કે માનવ પર તે આડઅસરો ઉપજાવતી હતી. આ દવાઓ પ્રાણીઓ પર ટેસ્ટ કરાઈ હતી. કુદરતી રીતે શરીરમાં મોલીક્યુલ્સ ઉત્પન્ન થાય છે. પ્રોક્ટર એન્ડ ગેમ્બલ નામની કંપનીએ તેના પાર્ટીકલ શોધી કાઢ્યા હતા. તે સ્કીન અને વાળને અસર કરી શકે એવા હતા એવી અસર કુદરતી મોલીક્યુલ કરી શકતા નથી. ઉંદરો પરના આવા ટેસ્ટ બંધીયાર વાતાવરણમાં કરાતા હતા. આ ટેસ્ટથી અસરકારક હેર-સ્પ્રે, હેન્ડ લોશન, મેકઅપ વગેરે બનાવી શકાતા હતા.

ુજુવાન ઉંદરોને પરેશાન કરવા, તંગ સ્થિતિમાં રાખવા અને તેમને ઉશ્કેરાટની સ્થિતિમાં રાખવાના પ્રયોગ થાય છે. તેમનું સ્ટ્રેસ-લેવલ નક્કી થાય છે. તેમનું એડ્રીનલીન લેવલ વધે છે. કેટલાક પ્રયોગ એવા છે કે જે માણસો જાણતા પણ નથી. જેમકે પ્રાણીઓને સતત છ કલાક માટે સિગારેટ પીવડાવાય છે. આમ ત્રણ વર્ષ સુધી થાય છે. ઉંદરોને ટચુકડાં ડબ્બામાં પરાણે પુરી રખાય છે.

સિગારેટનો ધૂમાડો તેમના નાકમાં ઘૂસાડવામાં આવે છે. અન્ય એક પ્રયોગમાં સિગારેટની રાખ ઉંદરોની સ્કીન પર લગાડવામાં આવે છે જેના કારણે સ્કીન પર ગાંઠો ઉભી થાય છે. પ્રયોગ દરમ્યાન કેટલાંક ઉંદર મૃત્યુ પામે છે. કેટલાંક ઉંદરોની ચામડી ઉતરડી લેવામાં આવે છે અને પછી તેના શરીર પર પ્રયોગો થાય છે. આવા ઊંદરડા ક્યાં તો મરી જાય છે અથવા તો તરછોડી દેવામાં આવે છે.

જ્યારે જ્યારે કોઈ સિગારેટ કંપની તેની અંદરના પદાર્થોમાં મધ, સુગર, મોલાસીસ, કોર્ન સિરપ, લાઈમ ઓઈલ, ચોકલેટ, કોકા કે કોફીનું એક્સટ્રેક્ટ વગેરે ઉમેરવા માગતા હોય તો તેનો પ્રયોગ પ્રથમ ઉંદરો પર થાય છે. ત્યારે સતત ૯૦ દિવસ સુધી રોજના ત્રણ કલાક નાકમાં ધૂમાડા ઘૂસાડાય છે. જેના કારણે તે મોતને ભેટે છે. આવા પ્રયોગને કારણે તેમના શરીર ખલાસ થઈ ગયા છે અને છેલ્લે શરીર મોતને ભેટે છે. આવા પ્રયોગ માણસના ફેફસા પર શું અસર થશે તે જોવા માટે થાય છે. તેમના શરીરમાં ઘૂસાડાતા ધૂમાડાના કારણે તે મોતને ભેટે છે. તેમના ફેફસા તો ધૂમાડાના કારણે જ ખતમ થઈ ગયા હોય છે.

લેબોરેટરીમાંના વીડીયો ફૂટેજ પરથી જાણવા મળ્યું છે કે ઓપરેશન દરમ્યાન ઉંદર જીવતા હોય છે. બાયોપ્સી માટે તેમના કાનની ચામડી ઉતરડી નાખવામાં આવેેે છે. શરીર પરથી કરચલીઓનો નાશ કરતી ટ્રીટમેન્ટના પ્રયોગમાં ઉંદરના શરીરમાં ઝેરી તત્ત્વ ઈન્જેક્ટ કરાય છે. જે ડોઝ નક્કી કરવા ઈન્જેક્ટ થાય છે. જો કે ૫૦ ટકા ઉંદરડા આ પ્રયોગના કારણે મૃત્યુ પામે છે.

એક અભ્યાસ માટે ઉંદરોને સ્વીમીંગ પુલમાં મુકવામાં આવે છે. તેમને ના ખબર પડે એ રીતે તેમના શરીર પર તારની નેટ બાંધી દેવાય છે. પાણીની અંદર આવતા આઘાતનું તેના પર પરિક્ષણ કરવાનું હોયછે.
અન્ય એક પ્રયોગમાં મેલ-ઉંદરડાના પેનીસ (પ્રજનન અવયવ)ને ફીમેલના શરીરમાં માઉન્ટ કરવામાં આવે છે. સેક્સ પ્લેઝર કેટલા પ્રમાણમાં છે તે નોંધવામાં આવે છે. તેના માથામાં ટયુબ ઈમ્પ્લાન્ટ કરીને તેમાં કેમીકલ પમ્પ કરવામાં આવે છે અને એન્જૉયની માત્રા જોવામાં આવે છે. આ પ્રયોગ સાતથી અઠયાવીસ દિવસ ચાલે છે. પ્રયોગ બાદ તમામ પ્રાણીઓને મારી નાખવામાં આવે છે.

પ્રયોગ કરનારા ઘણાં ભારત આવીને પ્રયોગ કરે છે કેમકે તેમના દેશમાં પ્રાણીઓ પરના પ્રયોગો પર પ્રતિબંધ હોય છે. ભારતમાં એનીમલ રીસર્ચ સેન્ટરોમાં પટેલ ચેસ્ટ ઈન્સ્ટીટયુટ, નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ન્યુટ્રીશન અને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ વગેરેમાં કરોડો રૃપિયા ખર્ચીને બીનજરૃરી પ્રયોગો થાય છે.
પ્રયોગો દરમ્યાન તેમને યાતના અપાય છે અને પછી મરવા માટે છોડી દેવામાં આવે છે.

હૈદરાબાદ ખાતેની નેશનલ સેન્ટર ફોર લેબોરેટરી એનિમલ સાયન્સ ખાતે દર વર્ષે ૫૦,૦૦૦ પ્રાણીઓ સપ્લાય કરાય છે. તેમજ ભારતની ફાર્માસ્યુટીકલ કંપનીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં આ રીતે પ્રાણીઓ સપ્લાય કરાય છે.

ઉંદરો પરનો ક્રૂર પ્રયોગ ટ્રાન્સજેનેસીક લેબમાં થાય છે. જેમાં ફીમેલ ઉંદરમાં જીનેટીક મટીરીયલ ઈમ્પ્લાન્ટ કરાય છે. જ્યારે તે બચ્ચાં મુકે છે ત્યારે બચ્ચાં યોગ્ય પ્રકારના જીન્સવાળા છે કે કેમ તેની ચકાસણી થાય છે. બ્રીડીંગ ક્ષેત્રે બીજા સંશોધનો થાય છે.

૨૦૦૯માં જર્મનના સંશોધકોએ જાહેરાત કરી હતી કે ઉંદરમાં માનવના જીન્સ દાખલ કરાયા હતા. જેની અસર જોવા ફાર્માસ્યુટીકલ કંપનીઓને જણાવાયું હતું. ડ્રગ્સની અસર કેવી થાય છે તે ચકાસવામાં આવ્યું હતું.
ઉંદરો પર ડાયાબીટીસનો ટેસ્ટ પણ થાય છે. ઉંદરમાંથી જીન્સ કાઢીને ચકાસણી કરાઈ હતી. ઉંદરને વધુ ચરબીવાળો ખોરાક ખવડાવાય તો તેનામાં ડાયાબીટીસ ડેવલોપ થઈ શકે છે.

ડીપ્રેશનની દવા માટે પણ ઉંદરો પર પરીક્ષણ થાય છે. કેટલાક ઉંદરો પર ડ્રગ એડીક્શનની અસર થતી નથી. ઉંદરોના શરીરમાં વિવિધ કલરના ન્યુરોન હોય છે. ઉંદરો પર કોઈએ પ્રયોગ ના કરવા જોઈએ. માણસ પર પડનારી યાતના નીવારવા ઉંદરોને નિશાન ના બનાવવા જોઈએ. પ્રયોગો કરવા હોય તો માણસો પર કરવા જોઈએ. શા માટે આપણે ઉંદરો પર પ્રયોગ કરીએ છીએ? આ અંગે કોઈ આઈડિયા નથી. પરંપરા હોઈ શકે...
આપણે ભયાનક સ્થિતિ તરફ આગળ વધી રહ્યા છીએ. હું ઈચ્છું છું કે મારો પુર્નજન્મ થાય તો કોઈ બીજા પ્લેનેટ પર થાય!!

Post Comments