Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વાચકની કલમે

ઈન્તજાર
તે મને કહ્યું - હવે હું તને
નહીં મળું પણ,
હું તારો ઈન્તજાર કરતો રહીશ.
તુ દરેક વખતે મળવાની
''ના'' પાડે પણ,
હું તારી 'હા' સાંભળવા
ઈન્તજાર કરતો રહીશ.
હું પ્રેમ કરું છું દિલથી ખૂબ જ તને પણ,
તુ આમ ન બોલે ત્યાં સુધી
ઈન્તજાર કરતો રહીશ.
તુ સાથ આપે કે ન આપે મારી
જીંદગીને પણ,
હું તારો સાથનો ઈન્તજાર
કરતો રહીશ.
તને મારા પ્રેમનો અહેસાસ
હોય કે ન હોય પણ,
તને અહેસાસ થાય એનો
ઈન્તજાર કરતો રહીશ.
તુ મારાથી ગમે-તેટલી દુર જઈશ પણ,
હું તારો જીંદગીના છેલ્લા શ્વાસ સુધી
''ઈન્તજાર'' કરતો રહીશ.
વારસંકિયા ''મીત'' એન.
(જામજોધપુર, ગીંગાગી)
૦ ૦ ૦
 

તુ શીખવ મને
નથી આવડતો મને પ્રેમ કરતા...
તુ શીખવ મને,
તન્હાઈમાં... આહ... ભરતા...
તું શીખવ મને.
ખોવાઈ જાઉ છું તારામાં,
સૂણી... શબ્દ તારા...,
તારી એ પ્રિતની રીત...
તું શીખવ મને.
જે સ્વપ્નોની ખુશ્બુથી મહેકે છે
મારી સવાર સાંજ,
એ સ્વપ્નોના મહેલ મિનારા...
 ચણતા તુ શીખવ મને.
જિંદગીના સંઘર્ષમાં...
ઘેરાયેલી મારી જાત...,
પ્રેમની પાંખો આપી... ઉડતા...
તું શીખવ મને.
આંખોમાં રોકીને દર્દ...
મુસ્કુરાતી... હું હરપલ,
અશ્રુના સમંદરમાં... તરતા
તુ શીખવ મને.
વેદનાના વમળોમાં... ડુબતી
મનની દરેક આસ,
નિરાશાને... આશામાં ફેરવતા
તુ શીખવ મને.
દુ:ખના વાદળોમાં...
રૃંધાતા શ્વાસ... મારા,
મન મૂકીને વરસતા... હૃદયને...
તુ શીખવ મને.
આશાનો પાલવ પકડી...
ઝઝૂમથી રહો જીવનભર,
''ખુશી'' થી જીવન... જીવ...
 તા... તુ શીખવ મને.
વિજયા ડી.ગારડે (''ખુશી'')
(નવસારી)
૦ ૦ ૦
 

મેરે હમ સફર
સંઘર્ષ ભરી જીંદગીમાં તારો
સથવારો મળ્યો મુજને,
કાંટાળી કેડીઓમાં મુલાયમ
જાજમ પાથરી રાખી છે તેં.
જીવન રૃપી વનમાં વિચરતો રહ્યો,
સારી દુનિયાના પથમાં,
દુનિયાદારી નિભાવ્યા,
સમજવાને તારો સહકાર મળ્યો.
જટિલ ઉલઝનોને ખાલીખમ
કરવાને આશાવાદી રહી તું,
સાંસારિક ઉલઝનોને
સૂલઝાવવાને તારી
સમજદારી ઠસોઠસ.
સારા નરસાના ભેદ પારખી
બતાવ્યા છે તેમ જીવનમાં,
જીવન નૈયા હંકારવાને
જીવનમાં બની મેરે હમ સફર.
યુવાનીના ઉંબરે કદમ મૂક્યા,
જ્યારે મેં જીંદગાનીમાં,
તારું મુખારવિન્દ નિહાળીને
મનોમન કવિતા બનાવી ગયો.
શું કહું? આ યુવાનીના ઉજાસમાં,
ખુદ અંજાઈ ગયો,
ચંદ્ર સમી શીતળતા સ્વભાવ
તણી તારી જ્યાં.
ચાંદની રજનીમાં પરસ્પર
ગુફતેગુમાં ડૂબી ગયાં,
જીવન નૈયા હંકારવાને એકરારનામાં
મનોમન કરી ગયાં.
પરેશ જે.પુરોહિત (કલોલ, રણાઅણ)
 

કાળા અક્ષર
ના ના કરતો કલમ લઈને,
 હું બેઠો જ્યાં લખવા,
રાત આખી સરી પડીને,
પ્રભાત આવ્યું ઉઘડવા.
ચાંદનીના તેજો સહૂ ખૂટ્યા,
સૂરજ ઓવ્યો છે બળવા,
ઝાકળ સારી રડી રહી છે,
તું આવીશ ક્યારે મળવા.
તમરાંઓનાં તમકારા થંભ્યા,
કોકિલ ડાળે બેઠી ટહૂકવા,
મોરલાનાં ગહેકાટ પણ અટક્યા,
નામ તારું જ ઉચ્ચરવા.
ઝટ હવે આવીજા વામા,
રજનીના તિમિર સૌ સરક્યા,
તુજ આવ્યાથી મુજ જીવનમાં,
પ્રેમના ઓજસ છે પ્રસર્યા.
સપનામાં નિરખેલા પંડને,
આખર શોધવાને અમે નીસર્યા,
પણ સમયની કલમે જોને, 
માત્ર કાળા જ અક્ષર ચીતર્યા.
ચોટલિયા સાગર,
જ્યોત્સનાબેન મનસુખભાઈ
 સમય (મુંબઈ)
૦ ૦ ૦
 

પહેલાં અને આજે
જીવન જીવવામાં કેમ આવું થાય છે?
આજકાલ જ્યાં ત્યાં કેમ
લ્હાયને લ્હાય છે?
પહેલાં દૂધની નદીઓ વહેતી હતી,
આજકાલ જ્યાં ત્યાં
લોહીની નદીઓ વહે છે.
પહેલાં વાઘ-બકરી એક ઘાટ રેં'તાં'તાં,
આજ બે ભાઈ સાથે રહી શકતા નથી.
પહેલાં રામરાજ્યમાં
તો સૌને હતું સુખ,
આજ કાલ તો કોણ છે ખુશ?
ક્યાં છે સુખ?
મંદિરો માટે ઝૂંપડાં કરાવે છે ખાલી,
ઈશ્વરને જીવાડે છે,  માણસને મારી.
આવી ચડે કોઈ ભૂખ્યો,
 તેને હાંકી કાઢે છે,
પેટ નથી જેને, તેને અન્નકૂટ ચડાવે છે.
પહેલાં ઘીમાં શાકભાજી બનતી હતી,
આજકાલ શાકભાજીમાંથી ઘી બને છે.
પહેલાં હતું કે, કોઈ આવે તો ખાયે,
આજકાલ તો થયું છે,
આ જાયે તો ખાયે.
પહેલાં સતયુગમાં હતું, આવો, આવો,
આજ કળયુગમાં થયું છે,
જાઓ, જાઓ.
આજે જ્યાં જુઓ ત્યાં,
દુ:ખ ભૂખ ને ભૂખ,
એજ તો આ યુગ, કળયુગ.
'કમલકાન્ત' કાન્તિલાલ જો.પટેલ
(ડુઘરવાડા, મોડાસા)

પવિત્ર પ્રેમ
હું ન જાણું શા માટે કે  ન જાણું કેમ?
પણ મને છે તારા માટે
સદા પવિત્ર પ્રેમ,
હું ન જાણું શા માટે કે ન જાણું કેમ?
દર્શન તારા થાય છે જ્યારે
મન પ્રફુલ્લિત થાય છે ત્યારે
અંતરમાં ઊર્મિ છલકે છે,
છલકે સરોવર જેનું.
હું ન જાણું શા માટે કે ન જાણું કેમ?
તારા મીઠા મધુર સ્મિતે,
તું મારા હૈયાને જીતે.
એ જ સત્ય છે, એ જ હકીકત,
નથી લેશ પણ વહેમ,
હું ન જાણું શા માટે કે ન જાણું કેમ?
ચારુ ચંદ્ર શો ચહેરો તારો,
જાણે વીજળીનો ચમકારો.
તારા ઉપર કર્યો સર્જકે પૂરે પૂરો રહેમ,
હું ન જાણું શા માટે કે ન જાણું કેમ?
નીરખું છું હું જ્યારે તુજને,
પૂર્ણ પરિતોષ મળે છે મુજને.
અંતરથી હું સદા ચહું :
તું રહે કુશળ ને ક્ષેમ,
હું ન જાણું શા માટે કે ન જાણું કેમ?
અરવિંદ કરસનદાસ રૃખાણા (મુંબઈ)

રંગમાં રંગાશો તો સારૃં છે
રંગમાં રંગાશો તો સારૃં છે,
ફાગુનમાં ભીંજાશો સારૃં છે.
પિચકારી મારી હું ધન્ય થઈ ગયો,
આનંદના ઓધમાં રંગાશો તો સારૃં છે.
અબીલ-ગુલાલ સાથે કંકુના રંગમાં,
દિલ દઈને તમે ન્હાશો તો સારૃં છે.
આભની અટારીએ ચંદ્રમા ઉગે છે,
પાલવડે પ્રીતમાં રંગાશો તો સારૃં છે.
વ્હાલમની પ્રીતમાં રંગાઈને તમે આજ,
મારાં નયનોનાં આંગણે
પધારો તો સારૃં છે.
રંગમાં ભંગ જરા પણ ન પડે તે જો જો,
આ વ્યંગનથી, વ્હાલ લાગે તો સારૃં છે.
હોળીના રંગમાં રંગાઈને તમે પ્રિયતમ,
આજ મન મુકીને વ્હાલ
વરસાવો તો સારૃં છે,
રંગમાં રંગાશો તો સારૃં છે.
ભરત અંજારિયા
(રૈયા રોડ, રાજકોટ)

નિર્ધાર કર્યો છે
એકવાર નહીં પણ સો વાર કર્યો છે,
હા, મેં તો માત્ર તને જ પ્યાર કર્યો છે.
દિલ દઈ દીધું તને તારી એક અદામાં,
તેં ક્યાં હજી એવો વ્યવહાર કર્યો છે?
પ્યાર કરવાની સજા મળી હતી આકરી,
ગુનો તો પણ એ જ મેં વારંવાર કર્યો છે!
દોષ બીજાને દઈનેય લ્યો શું વળવાનું?
પગ પર હાથે કરીને પ્રહાર કર્યો છે!
જખમ હતો તાજો ને મીઠું ભભરાવ્યું!
બહુ સારો એવો તેં ઉપચાર કર્યો છે!
વફા વચનની વાતો હવે રહેવા દે,
પ્યારમાં તેં તો નફાનો વેપાર કર્યો છે.
'અજનબી'ને પ્યાર કરી ઘણું પસ્તાણો,
પ્યાર ન કરવાનો હવેથી
નિર્ધાર કર્યો છે.!!!
પ્રવિણકુમાર લવજીભાઈ પારધી
''અજનબી'' (વિરમગામ)


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamachar

 Post Comments