Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચોમાસામાં પણ રહો સ્ટાઈલિશ

વર્ષાઋતુને છાજે એવાં વસ્ત્રો અને એક્સેસરીઝ માનુનીને આપે અનોખી છટા

ચોમાસુ  આવે એટલે   ફેશનેબલ માનુનીઓ  એ ચિંતામાં  પડી જાય કે હવે સ્ટાઇલિશ કે ડિઝાઈનર વસ્ત્રો શી રીતે પહેરવા?  સામાન્ય  રીતે આપણા  મનમાં  એવી માન્યતા ઘર કરી ગઈ છે કે વરસાદની  ઋતુમાં  ડિઝાઈનર પોશાક  પહેરવા ન મળે. આ મોસમમાં   જૂના થઈ ગયેલા  કપડાં પહેરીને પૂરાં કરવાના  અથવા ભીંજાઈ જઈએ તોય ઝટ સુકાઈ જાય એવા વસ્ત્રો  પહેરવાના. આજે પણ એમ વિચારવાવાળો મોટો વર્ગ છે કે ચોમાસામાં નવા કપડાં લેવાય જ નહીં.

પરંતુ હવે આવી માન્યતાઓ  આઉટડેટેડ થતી  જાય છે.  આજની તારીખમાં  બજારમાં  ચોમાસામાં  પહેરી શકાય એવા વસ્ત્રો  અને તેની સાથે ઉપયોગમાં  લઈ શકાય એવી પુષ્કળ એક્સેસરીઝ મળે છે. ફેશન નિષ્ણાતો  આના વિશે માહિતી આપતાં  કહે છે ....

હમણાં  હમણાં  મેક્સી  ડ્રેસની  ફેશન  પૂરબહારમાં  ખીલી છે.   પરંતુ જમીન  પર ઘસડાતાં કે કમસે કેમ ઘૂંટી સુધીની  લંબાઈ ધરાવતા  આ પોશાક ચોમાસામાં તો ન જ પહેરી શકાય. તેવી જ રીતે  લાંબી  કુરતી, અનારકલી, સાડી  જેવાં  પરિધાન પણ  વર્ષાઋતુમાં  અગવડદાયક બની રહે.

તેથી વરસાદ વરસતો  હોય ત્યારે  શોર્ટ્સ અને સ્કર્ટ્સ સુવિધાજનક અને સ્ટાઈલીશ વિકલ્પ ગણાય. શોર્ટ્સ અને સ્કર્ટ્સ ટેંક ટોપ કે ઢીલા ટી-શર્ટ સાથે વધુ આકર્ષક લાગે છે. આ ડ્રેસ સાથે વરસાદમાં  ચાલે એવા  સ્ટાઈલિશ  પગરખાં પહેરો.

જે યુવતીઓને  શોેર્ટ્સ કે સ્કર્ટ્સ પહેરવામાં  સંકોચ થતો હોય તેઓ ની લેન્ગ્થ રેમ્પર્સ પહેરી શકે. આ ડ્રેસ પ્લેસૂટ જેવો હોય છે. વળી તે  પ્રવાસ  કરતી  વખતે બહુ સગવડદાયક  રહે છે અને આકર્ષક લૂક આપે છે.
આ  સીઝનમાં  કોલેજ કન્યાઓ  ઘૂંટણ સુધીની લંબાઈ ધરાવતી  ટાઈટ ડેનિમ  પહેરવાનું પણ પસંદ કરે છે.  આવી  ડેનિમ ટી-શર્ટ  સાથે સરસ દેખાય છે.

જો કે પરિણીત મહિલાઓ  આવા પોશાક પહેરવાનું ટાળળે છે. જે સ્ત્રીઓ  માત્ર પરંપરાગત પોશાક પહેરવાની આગ્રહી હોય તેમણે  ચોમાસામાં સિન્થેટિક મટિરિયલના તેમ જ ઘેરા રંગના વસ્ત્રો  પહેરવાં જોેઈએ.  ફેશન  નિષ્ણાતો  કહે છે કે સિન્થેટિક   ફેબ્રિક  ભીંજાયા પછી ઝટ સુકાઈ જાય છે.

તેથી સલવાર સૂટ પહેરવાની આગ્રહી યુવતીઓ માટે તે યોગ્ય પસંદગી ગણાય.  તેઓ વધુમાં  કહે છે કે ચોમાસામાં હળવા રંગના કપડાં  ભીંજાઈને  શરીર સાથે  ચોંટી જાય તો તેમાંથી આંતરવસ્ત્રો  પણ દેખાઈ આવે છે.

બહેતર છે કે ઘેરા રંગના કપડાં પહેરવામાં આવે.  ઘેરો રંગ સ્ટાઈલીશ પણ લાગે છે. અને ભીંજાયેલા અંગને છતા નથી થવા દેતો. આ સિવાય મોન્સૂનમાં  જ્યોર્જેટ અને  શિફોન  ફેબ્રિક સ્ટાઈલ  સ્ટેટમેન્ટ બની રહે છે. આ બંને ફેબ્રિક હળવાં હોવાથી ઝટ સુકાઈ જાય છે.

આ  ઋતુમાં  કોલેજ કન્યાઓ  વન પીસ ડ્રેસ પણ ખૂબ પસંદ કરે છે. આવા   પરિધાન  સાથે તમે તેના રંગથી વિરોધી કલરના શૂઝ-હેન્ડબેગ- છત્રી લઈને  સ્ટાઈલિશ દેખાઈ શકો. તમે ચાહો  તો આ પરિધાન સાથે સ્કાર્ફનો ઉપયોગ પણ કરી શકો છો. સ્કાર્ફને   કારણે તમે માત્ર  સ્ટાઈલિશ જ નથી દેખાતા, બલ્કે  અચાનક વરસાદ વરસી પડે તો તરત  જ તેના વડે માથુ ઢાંકી શકાય  છે.

અત્યાર સુધી માનુનીઓ રેનકોટ પહેરવાનું ટાળતી. તેનું કારણ એે  છે કે તેને કારણે  તેમનો સ્ટાઈલિશ   લુક માર્યો જાતો. પણ હવે ફેશનેબલ માનુનીઓ આકર્ષક દેખાવા ક્લાસી ટ્રેન્ચ કોટ પહેરવા લાગી છે. ટ્રેંચ કોટ્સ  ઘણા આકર્ષક રંગોમાં  મળી રહે છે. વળી તે તમને  છટાદાર   લુક આપે તે છોગામાં.

ચોમાસા માટે સ્ટાઈલિશ પોશાકની જેમ હવે અનેક પ્રકારની  આકર્ષક  એક્સેસરીઝ  પણ મળે છે. જેમ કે કલરફૂલ  બેલરિના . આ સીઝનમાં  પગને સાફસૂથરા રાખવા અને આકર્ષક  દેખાવ આપવા રંગબેરંગી બેલરિના  અથવા ફ્લિપફ્લોપ પહેરો.  આ સિવાય નિયોન  રંગોમાં મળતી છત્રીઓ પણ  છટાદાર લાગે છે.  તેમાંય નિયોનમાં  ન્યૂડ  ટચ  અત્યંત આકર્ષખ  દેખાય છે.

કોઈપણ  મોસમમાં  માનુનીઓ માટે  હેન્ડબેગ પ્રાથમિક જરૃરિયાત હોય છે. ખાસ કરીને   નોકરી  કરતી  મહિલાઓને ઘરેથી કંઈ કેટલીય વસ્તુઓ તેમ જ મહત્ત્વના  દસ્તાવેજો ઈત્યાદિ લઈને નીકળવું પડે છે.  આવી સ્થિતિમાં તેમની બેગ  ભીંજાઈ ન જાય તે અત્યંત આવશ્યક હોેય છે.

તેથી ચોમાસામાં  વોટરપ્રૂફ બેગ ખરીદો. તેનું કદ એટલું  હોવું જોઈએ કે તેમાં  તમારો  સઘળો  સામાન સમાઈ જાય. સામાન્ય રીતે જોવામાં  આવ્યું   છે કે મહિલાઓ  ટ્રેન, બસ,  ઓટોરિક્ષા કે ટેક્સીમાં પોતાની છત્રી ભૂલી જાય છે. પરંતુ  જો તેમની હેન્ડબેગ મોટી હોય તો ભીની છત્રી  અહીંતહીં  રાખવાને બદલે પોલિથીન  બેગમાં અથવા  છત્રીના કવરમાં  નાખીને  હેન્ડબેગમાં  મૂકી દઈ શકાય.

આ  ઋતુમાં  મોબાઈલમાં  પાણી ન જાય તેની ચિંતા બધાને સતાવતી હોય છે. તેથી મોબાઈલની  જાળવણી  માટે તેને પ્લાસ્ટિક કવરમાં રાખો. વરસાદ ચાલુ  હોય ત્યારે તેનો ઉપયોગ કરવાની નોબત  આવે  તો કોઈક શેડ નીચે  ઊભા રહીને જ  તેનો ઉપયોગ કરવો.

- વૈશાલી ઠક્કર
 

Post Comments