Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સૌંદર્ય સમસ્યા- સુરેખા મહેતા

ચહેરા પર સાબુ લગાડશો નહીં કોઈ પણ તેલયુક્ત ક્રીમ નિયમિત લગાડવું. રાતના સુતી વખતે મલાઈ લગાડવી. સવારે ઠંડા અથવા હુંફાળા પાણીથી ચહેરો ધોશો ત્વચા મુલાયમ થશે.

હું ૨૭ વરસની મહિલા છું. મારા ચહેરા પર કાળા ડાઘ પડી ગયા છે. જેની શરૃઆત હોઠના ઉપરના ભાગ પરથી થઈ છે તે જાણશો. મારી આ સમસ્યાના નિવારણ કાજે ઉપચાર જણાવશો.
એક મહિલા (નાસિક)

ઉત્તર: તમે પરણેલા છો કે કુંવારા એ જણાવ્યું નથી ઘણી વખત આ સમસ્યા ગર્ભધાન બાદ શરૃ થાય છે તમે રક્ત તથા મળની તપાસ કરવો ઉપરાંત સૌંદર્ય વિશેષજ્ઞાાનીની સલાહ લો. વિટામિન 'સી' નું અધિક માત્રામાં સેવેન કરો. તડકામાં નીકળતી વખતે સનક્રીમનો ઉપયોગ કરો. ચહેરા પટના ડાઘ પર સંતરાની છોલેલી પેશી લગાડવાથી ફાયદો થશે.

હું ૨૦ વરસની કોલેજીયન યુવતી છું. મારા ચહેરા પર ખીલને કારણે કાળા ધાબા તેમજ છિદ્રો પડી ગયા છે. જેથી મારો  ચહેરો ખરાબ દેખાય છે. મેં વિવિધ ક્રિમ વાપરી જોયા પરંતુ ફાયદો થતો નથી.
એક યુવતી (અમદાવાદ)

ઉત્તર: કોઈપણ ક્રિમ અને લોશનથી તમને ફાયદો થશે નથી. તમને ખીલથી ધાબા હોવાથી ત્વચાને સ્વચ્છ રાખવાની જરૃર છે. તેથી પ્રથમ તમે ત્વચાને સ્વચ્છ રાખો તથા તમારું પેટ સાફ રાખો. તમે ઓઈલ-ફ્રી આહાર લો. રોજિંદા ભોજનમાં સલાડ, ફળનું પ્રમાણ વધારો. મારી સલાહ છે કે બેકડ તથા બાફેલી વાનગીઓ ખાવ.

ચોખાનો લોટ, લીલા વટાણાનો લોટ, ફૂદીનો પાવડર, મુલતાની માટી ભેળવી તેની પેસ્ટ બનાવવા જોઈતા પ્રમાણમાં ગુલાબ જળ ઉમેરવું આ પેસ્ટ ચહેરા પર હળવે હળવે રગડો ખાસ કરીને કપાળ, નાક તથા હડપચીના ભાગ પાસે.

દિવસના ૧૨-૧૫ ગ્લાસ પાણી પીશો તથા કબજીયાત ન થાય તેનું ધ્યાન રાખશો.

હું ૨૩ વરસની યુવતી છું. મારે ફેસિયલ કરાવવું જોઈએ કે ફેસ પેક કરવાથી ચાલશે સાથે સાથે ફેસપેક બનાવવાની રીત પણ જણાવશો.
એક યુવતી (ગુજરાત)

ઉત્તર: તમે ઘરે ફેસિયલ કરાવી શકો પરંતુ ફેસિયલ કરનાર નિષ્ણાંત હોવો જરૃરી છે. તમારે ઘરે તમારી જાતે કરવું હોય તો તમારા ચહેરાને રોઝ વોટર અથવા ફૂદીનાના ટોનિકથી સાફ કરી ઉપરની તરફ સ્ટ્રોક મારતાં મારતાં મસાજ કરતા જાવ. મસાજ માટે મધ, અથવા બદામ અથવા ઓલિવ ઓઈલનો ઉપયોગ કરવો. ત્યાર બાદ વધારાનું તેલ લૂછી નાખવું.

મુલતાની માટી, લેમન જ્યુસ ચંદન પાવડર, ચપટી કપૂર તથા પેસ્ટ બનાવવા જોઈતા પ્રમાણમાં રોઝ વોટર ભેળવી ફેસ પેક બનાવી ચહેરા તથા ગરદન પર લગાડવો સુકાઈ જાય બાદ રેફ્રિજરેટરના ઠંડા પાણીથી ચહેરો સાફ કરવો.

દર દસ દિવસે કરવાથી ફાયદો થશે આ ઉપરાંત ત્વચાની સ્વચ્છતા તમારેે નિયમિત કરવી પડશે. ક્લિનજીંગ અને મોઈસ્ચરાઈઝિંગ કરતા રહેશો.

હું ૧૮ વરસની યુવતી છું લગભગ બે વરસથી મારા વાળ બટછટ થતા જાય છે. તેમજ તૂટી જાય છે. મારી આ સમસ્યાનું નિવારણ કરશો.
- એક યુવતી (ભાવનગર)

ઉત્તર: તમે વાળનો પ્રકાર તથા શેમ્પૂનો પ્રકાર તમે જણાવ્યું નથી. ઘણી વખત હલકી ગુણવત્તાનું શેમ્પુ આવી જાય તો આવી તકલીફ થવાની શક્યતા રહે છે. તમે શેમ્પૂ બદલીને જુઓ. દહીંમાં ચંદન, બ્રાહ્મી, આમળા, બદામ, શિકાકાઈ પાવડર, એક ચમચી કોફી તથા એક ઈંડુ ભેળવવું.   આ મિશ્રણને વાળમાં લગાડવું  એક કલાક બાદ શેમ્પૂથી વાળ ધોવા. બે ઈંડા ફીણી વાળમાં લગાડવા આ ઉપચાર અઠવાડિયામાં એક વખત કરવાથી વાળ મજબૂત ચમકીલા, કાળા, ઘટ્ટ તથા મુલાયમ બનશે. આહારમાં પાલક, મેથી તથા રાત્રે પલાળેલા ચણા ખાવા

હું ૧૭ વરસની યુવતી છું સ્નાન માટે હું સામાન્ય સાબુનો ઉપયોગ કરુ છું. સ્નાન બાદ મારા ચહેરાની ત્વચા રૃક્ષ થઈ જાય છે.
એક યુવતી (વિરાર)

ઉત્તર: ચહેરા પર સાબુ લગાડશો નહીં કોઈ પણ તેલયુક્ત ક્રીમ નિયમિત લગાડવું. રાતના સુતી વખતે મલાઈ લગાડવી. સવારે ઠંડા અથવા હુંફાળા પાણીથી ચહેરો ધોશો ત્વચા મુલાયમ થશે.

 

Post Comments