Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સૌંદર્ય સમસ્યા

હું ૩૨ વરસની મહિલા છું. મને પરસેવો બહુ વળતો હોવાથી મારો મેકઅપ જલદી ખરાબ થઇ જાય છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો.

હું એક ઊચ્ચ કંપનીમાં ઊચ્ચ હોદો ધરાવતી મહિલા છું. મારા ઓફિસ કામ માટે મારે વારંવાર  પ્લેનની મુસાફરી કરવી પડે છે. હવાઇ જહાજની મુસાફરી બાદ મેં નોંધ્યું છે કે, મારી ત્વચા રૃક્ષ થઇ જાય છે. હું મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરું છું છતાં પણ કોઇ ફાયદો થતો નથી.મારી આ સમસ્યાનું નિવારણ કરતો ઉપચાર જણાવશો.
એક મહિલા (મુંબઇ)

લાગે છે કે, પ્લેનના એરકંડિશનરની ઠંડી હવા તમારી ત્વચાને વધુ પડતી શુષ્ક બનાવી દે છે. તમે  ઊચ્ચ ગુણવત્તાયુક્ત ભારી મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો. ખાસ કરીને પ્લેનની મુસાફરી દરમિયાન મોઈશ્ચરાઈઝર લગાડવાનું પ્રમાણ વધારી દો. આ ઉપરાંત મુસાફરી દરમિયાન પાણી વધારે પીવું.

હું ૨૨ વરસની યુવતી છું. પરફેક્ટ ત્વચા રાખવા માટે ક્યા ક્યા ઉપાય કરવા જોઇએ તે જણાવશો.
એક યુવતી (વડોદરા)

તમારી ત્વચાને પરફેક્ટ રાખવા માટે તમારે રોજેરોજ ત્વચાની કાળજી રાખવી  જરૃરી છે. તમે જે પણ સૌંદર્ય પ્રસાધનોના ઉપયોગ કરતા હો તે ઊચ્ચગુણવત્તાયુક્ત હોવા જરૃરી છે. ચહેરાને સારા ફેસવોસથી દિવસમાં બે-ત્રણ વખત ધોવો. તેમજ નિયમિત સનસ્ક્રીન લોશન લગાડવું. મેકઅપ સાથે કદી સૂવું નહીં. પુષ્કળ પાણી પીવાની આદત પાડવી. રોજિંદા આહારમાં સલાડ તથા ફળનું પ્રમાણ વધારવું. ત્વચાની કોઇ તકલીફ થાય તો ત્વચા નિષ્ણાતની સલાહ લેવી.

હું ૩૨ વરસની મહિલા છું. મને પરસેવો બહુ વળતો હોવાથી મારો મેકઅપ જલદી ખરાબ થઇ જાય છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો.
એક મહિલા (અમદાવાદ)

બજારમાં વિવિધ કંપનીના સૌંદર્ય પ્રસાધનો ઉપલબ્ધ છે. તમે તૈલીય મેકઅપના સ્થાને પાવડરયુક્ત સૌંદર્ય પ્રસાધનનો ઉપયોગ કરો. દિવસમાં ત્રણ-ચાર વખત ચહેરો ધોશો. તમે એવા સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરો જે ખાસ તૈલીય ત્વચા માટે બનાવવામાં આવ્યા હોય.

હું ૨૨ વરસની યુવતી છું. મારા ચહેરા પર બે-ચાર વાળ ફૂટી નીકળ્યા છે. જેથી મારો ચહેરો સારો દેખાતો નથી. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો.
એક યુવતી (નવસારી)

ચહેરા પર ઊગતા વાળ માટે બહુ ચિંતા કરવાની જરૃર નથી. તમે નિષ્ણાતની સલાહ લઇ લેસર થેરપી કરાવી શકો છો. આ ઉપરાંત ઘરગથ્થુ ઉપચાર દ્વારા પણ આ સમસ્યાથી છૂટકારો પામી શકો છો.
બે ચમચા ચણાના લોટમાં ચાર ટીપાં મધ તેમજ થોડુ ંકાચું દૂધ ભેળવવું. અને મુલાયમ પેસ્ટ બનાવવી. અને ચહેરા પર દસ મિનિટ લગાડી રાખવી. દસ મિનિટ બાદ ભીની આંગળીઓથી આ પેસ્ટ ધીરે ધીરે  ચહેરા પરથી દૂર કરવી. નિયમિત આ ઉપચાર કરવાથી ફાયદો થશે.

હું ૨૪ વરસની યુવતી છું. મારા હાથની ત્વચા ચહેરા અને શરીરની ત્વચાની સરખામણીમાં વધારે પડતી કાળી,રૃક્ષ અને ભદ્દી છે. જેથી પાર્ટી કે કોઇ સારા પ્રસંગે મને શરમ લાગે છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો.
એક યુવતી (વલસાડ)

અડધા કપ ગરમ દૂધમાં અડધો ચમચો ગ્લિસરિન ભેળવી  પંદર મિનિટ સુધી ચહેરા પર લગાડી રાખવું. ત્યાર બાદ કોઇ સ્વચ્છ સુતરાઉ કપડાથી ચહેરો લૂછી નાખવો. અને મોઇશ્ચરાઇઝર લગાડવું. નિયમિત આ ઉપચાર કરવો. આ ઉપરાંત ગ્લિસિરનમાં શિશુને આપવામાં આવતા  દૂધનો પાવડર ભેળવી તેમાં વીસ ટીપાં હાઇડ્રોજન વોલ્યૂમ તેમજ ગુલાબજળ ભેળવી પેસ્ટ બનાવવી. આ પેસ્ટને શરીરે લગાડવી. વીસ મિનિટ બાદ સ્નાન કરવું.
- સુરેખા મહેતા


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar
 

Post Comments