Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પર્ફ્યુમની પસંદગીની કળા

નિવેદીતા ઓફિસમાં પગ મૂકે કે પાર્ટીમાં કદમ માંડે ત્યાં તો બધાને તેના આગમનની  જાણ થઈ જાય. અલબત્ત, તેણે છાંટેલા પર્ફ્યૂમની સુગંધથી. તેને પર્ફ્યુમનો ભારે શોખ હતો. એટલું જ નહીં, પર્ફ્યૂમ પસંદ કરવાની આવડત પણ તેને હસ્તગત હતી. તેના વસ્ત્રાભૂષણની જેમ તેની પર્ફ્યૂમની પસંદગી પણ વખણાતી. જોકે મોટાભાગે જોવામાં આવ્યું છે કે લોકો પર્ફ્યૂમ પસંદ  કરતી વખતે ખૂબ મુંઝાય છે. ઘણાંને બધાં પર્ફ્યૂમ એકસરખા જ લાગે છે. પરંતુ પર્ફ્યૂમ પસંદ કરવા માટેનો  ચોક્કસ સમય અને મૂડ હોય છે.

તમે ખરીદી કરવા જાઓ ત્યારે બીજી બધી ખરીદી કરીને થાકીને લોથ થઈ જાઓ તેનાથી પહેલાં જ પર્ફ્યૂમ ખરીદી લો. જેથી તમને પર્ફ્યૂમની ખુશ્બુ સમજવામાં આસાની રહે. પર્ફ્યૂમની સુગંધને સમજવા માટે હાથ પર પર્ફ્યૂમ છાંટયા પછી થોેડીવાર રહીને સુંઘી જુઓ. શરીરની ગરમીથી પર્ફ્યૂમની મહેક ફેલાવાથી તેની પસંદગી કરવાનું સરળ બને છે. એક વખતમાં બેથી ત્રણથી વધારે પર્ફ્યૂમની ટેસ્ટીંગ ન કરો. પર્ફ્યૂમની સારી દુકાનમાં કોફીના બી હોય છે. બેએક પર્ફ્યૂમ સુંઘ્યા પછી કોફીના બી સુંઘો.

ત્યારબાદ ત્રીજા પર્ફ્યૂમનું ટેસ્ટીંગ કરો. કાગળ પર પણ અલગ અલગ જાતના પર્ફ્યૂમ ટેસ્ટ કરી શકાય છે. કોઈપણ પર્ફ્યૂમની સુગંધ તેને લગાવ્યા પછી ૨૦ મિનિટે બરાબર ખીલે છે. ત્યારબાદ તેની સુગંધ મંદ પડવા લાગે છે. પર્ફ્યૂમમાં રહેલી તેલની માત્રા પરથી તેની અસર કેટલી વાર રહેશે તેની ખબર પડે છે. તેથી પર્ફ્યૂમમાં સુગંધી તેલનું પ્રમાણ કેટલું છે તે જાણી લો.

ખરું પર્ફ્યૂમ તેને જ કહેવાય જેમાં ૯૮ ટકા કોન્સન્ટ્રેટેડ ઓઈલ અને બે ટકા પાણી હોય. આ પર્ફ્યૂમની સુગંધ લાંબો સમય ટકી રહે છે. પર્ફ્યૂમની નાની શીશી પણ ખૂબ માંેઘી હોય છે.

જ્યારે યુડી કોલોનમાં પર્ફ્યૂમની તુલનામાં પાણી વધારે હોય છે. યુડી ટોયલેટ અને યુડી કોલોન મોટાભાગે સ્પ્રે બોટલમાં આવે છે. તેની બોટલ મોટી અને પ્રમાણમાં સોંઘી હોય છે.

બોડી સ્પલેશ અને ડિઓમાં ઓઈલ અત્યંત અલ્પ પ્રમાણમાં  હોય છે. તેથી તેની ભીની મહેક થોડીવાર માટે જ ટકે છે. ડિઓ કે બોડી સ્પલેશ લગાવવાથી તાજગી અનુભવાય છે.

જ્યારે અત્તરમાં માત્ર ઓઈલ હોય છે. ઊંચી જાતના સુગંધી તેલથી તૈયાર થયેલા અત્તર ખાસ્સા મોંઘા હોય છે. તેથી ખૂશ્બુ લાંબા સમય સુધી ટકી રહે છે. ખાસ કરીને પૂજા વિધિ દરમિયાન અત્તરનો ઉપયોગ વધુ થાય છે.

પર્ફ્યૂમ ખરીદ્યા પછી તેને એક વર્ષમાં વાપરીને ખતમ કરી નાખવું  જોઈએ. પછીથી તેની સુગંધ ઘટવા લાગે છે. પર્ફ્યૂમ ખરીદતી વખતે અને વાપરતી વખતે તેની એક્સપાયરી ડેટ અચૂક તપાસી લો. આ ઉપરાંત પર્ફ્યૂમને તડકામાં કે ગરમ જગ્યામાં ન રાખો.

આજે બજારમાં ચમેલી,  ગુલાબ, ખાટાં ફળોમાંથી બનાવેલા મૂડને તરોતાજાં કરી દેતાં પર્ફ્યૂમ મળે છે. વાઈલ્ડ રોઝ, લવંડર, ઓર્કિડ, સંતરાના ફૂલ, કેમીલિયા જેવી ફ્લેવર ઉપરાંત ફ્લોરલ ફ્રૂટી, એરોમેટિક વુડી અને એરોમેટિક સ્પાઈસી જેવા ડીઓ પણ બજારમાં ઉપલબ્ધ છે. ખેલકૂદ માટે ખાસ કરીને તીખા કાષ્ટમાંથી બનાવેલા પર્ફ્યમ ઉપયોગમાં લેવાય છે. પર્ફ્યૂમનો ઉપયોગ પણ એક કળા છે. તમે જે બ્રાન્ડના સૌંદર્ય  પ્રસાધનો વાપરતા હો તેને મળતાં આવતાં પર્ફ્યૂમનો વપરાશ કરો.

કાંડા પાસે, કાન  પાછળ, સાડી પહેરો તો નાભિની આસપાસ, સ્તનની વચ્ચે, કોણી પાસે પર્ફ્યૂમ લગાવવાથી તેની ખૂશ્બુ લાંબા સમય સુધી ટકી રહે છે.

અત્તર લગાવવાનો શોખ હોય તો આંગળી પર થોડું અત્તર લઈને હડપચી અને નાક પર લગાવો.

પ્રસંગોપાત નવા પર્ફ્યૂમનો ઉપયોગ કરવાથી એકાદ મહિના પહેલા તેનો વપરાશ કરી જુઓ જેથી  તેનાથી એલર્જી થતી હોય તો અગાઉથી ખ્યાલ આવી જાય.

યુડી કોલોન અને યુડી ટોયલેટનો ઉપયોગ એકસાથે ન કરો. તેવી જ રીતે બહાર જવાથી ૨૦ મિનિટ પહેલા પર્ફ્યૂમ લગાવી લો.

પર્ફ્યૂમ લગાવ્યા પછી તરત તડકામાં બહાર ન નીકળો.

કોલેજ કન્યાઓ માટે એરોમેટિક સ્પાઈસી ડિઓ યોગ્ય પસંદગી ગણાય છે. જ્યારે ૨૦-૩૦ વર્ષની યુવતીઓ ખાટા ફળોની ખુશ્બુવાળું પર્ફ્યૂમ વાપરે તોે તેમનું વ્યક્તિત્વ ખિલી ઉઠે છે.

સાત્વિક અને સૌમ્ય સ્વભાવની સ્ત્રીને ફૂલોની સુગંધવાળું પર્ફ્યૂમ ગમે છે. જ્યારે તેજ સ્વભાવની માનુનીઓ કાષ્ટની ખૂશ્બુવાળા પર્ફ્યૂમ પસંદ કરે છે.

Keywords Perfume,Selective,Art,

Post Comments