Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મૂંઝવણ

મારી દીકરી ૭ વર્ષની છે અને તેનું વજન ૩૩ કિલોગ્રામ છે. તે ૩ વર્ષથી પેશાબની નળીના ચેપથી પીડિત છે. આ સમસ્યા દરમિયાન આજ સુધી તેને તાવ અથવા પેટમાં દુ:ખાવો થતો નહોતો.  પરંતુ ૨ અઠવાડિયાથી તેને દુખાવો થાય છે, જે પેશાબ કર્યાના  ૩-૪ કલાક પછી દૂર થાય છે. તપાસ કરાવી તો ખબર પડી કે ઈ.કોલી બેક્ટેરિયાનો ચેપ છે. ડૉક્ટરે તેને એન્ટિબાયોટિકનો કોર્સ કરવાનું કહ્યું છે.
એક માતા (મુંબઈ)

* એન્ટિબાયોટિકમાં રહેલાં નાઈટ્રોફ્યૂરેંટોઈનને કારણે તેને ઊલટી અને પેટમાં બળતરાની ફરિયાદ રહે છે. પેટના અલ્ટ્રાસાઉન્ડમાં બધું જ સામાન્ય આવ્યું છે. તેના કિડની બ્લડરની સ્થિતિ પણ સારી છે. યુરોલોજિસ્ટે સારવાર ચાલુ રાખતા એમસીયૂજી તથા યૂરોડાઈનેમિક તપાસ કરાવવા કહ્યું છે. કૃપા કરીને સલાહ આપો.

આ સમસ્યામાં એમસીયૂજી અથવા યૂરોડાઈનેમિક તપાસની જરૃર નથી. પરંતુ યૂરોલોજિસ્ટે રોગપ્રતિકારક એન્ટિબાયોટિક આપવાની યોગ્ય સલાહ આપી છે. પેશાબની કલ્ચર અને સંવેદનશીલતા તપાસ ફરીથી કરાવી લો. જો તે જીવાણુરહિત આવે તો રોગનિવાસ  માટે સૌથી સારી દવા એન્ટિબાયોટિક જ રહેશે. નાઈટ્રોફ્યૂરેંટોઈન, જેનો ૫૦  મિ.ગ્રામનો દરરોજ ૧ ડોઝ લેવો જોઈએ.  હું રોગપ્રતિકારક તરીકે ઓગ્મેંટિનની સલાહ નહીં આપું. પુષ્કળ પાણી પીવો અને જ્યારે પણ પેશાબ લાગે ત્યારે તરત જ નિકાલ  થશે. ખૂબ પાણી પીવાથી પેશાબની કોથળીમાં બેક્ટેરિયા નહીં થાય.

હું ૨૭ વર્ષની ગૃહિણી છું. ૧૦ વર્ષથી અનિયંત્રિત પેશાબની તકલીફ છે. છીંકતા,  ખાંસતાં, હસતાં પેશાબ થઈ જાય છે. ૨ વાર યૂરોડાઈનેમિક તપાસ કરાવી. ૩ મહિના પહેલાં કરાયેલી તપાસમાં બ્લડરની પેશાબ સંગ્રહવાની ક્ષમતા માત્ર ૨૨ એમએલ હોવાનું જાણ્યું.  દવાથી કોઈ સુધારો નથી દેખાતો. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક સ્ત્રી (વડોદરા)

* લાગે છે તે તમે ખૂબ જ અલ્પ સંગ્રહ ક્ષમતા ધરાવતા બ્લડરની સાથેસાથે મિશ્રિત મૂત્રઅનિયંત્રણથી પણ પીડિત છો. તમે જો કોઈ એન્ટિકોલિનર્જિક દવા લો છો, જે કામ નથી કરી રહી. સમસ્યાના વિસ્તૃત વિશ્લેષણ, પેશાબની તપાસ,  સાઈટોસ્કોપી, અન્ય પરીક્ષણ માટે કોઈ સારા યુરોલોજિસ્ટની સલાહ લો. આ પ્રકારની ઓછી સંગ્રહ ક્ષમતા ધરાવતા બ્લડરના કિસ્સામાં ટીબી જેવા જૂના ઈન્ફેક્શન બાબતે પણ નિશ્ચિત થવું જરૃરી છે.

મને ૩ અઠવાડિયા સુધી ૯૯ થી ૧૦૦ ડિગ્રી તાવ રહ્યો. હવે પેશાબ સાથે થોડું સફેદ ડિસ્ચાર્જ પણ થાય છે. પેથોલોજિસ્ટે પેશાબમાં ચેપની શંકા વ્યક્ત કરી છે. જણાવો, મારે શું કરવું જોઈએ?
એક પત્ની (બારડોલી)

* તમારી પેશાબની નળીમાં ચેપની શક્યતા છે. તેથી કલ્ચર ટેસ્ટ માટે પેશાબ આપીને રિપોર્ટની રાહ જોયા વિના તમે સારવાર શરૃ કરાવી દો. ઉપરાંત કેટલીક સાવચેતી રાખવી પડશે, જેવી કે ૨૪ કલાકમાં ઓછામાં ઓછું દોઢ લિટર પાણી પીવું. દરેક સમયે પેશાબ કર્યા પછી જનનાંગને સાફ કરો અને બ્લડરને શક્ય હોય ત્યાં સુધી ખાલી રાખવું.

મારી પત્નીની ઉંમર ૨૪ વર્ષ છે. તેનામાં શ્વેતકણ વધી ગયા છે, જેને કારણે ડૉક્ટરે તેને એન્ટિબાયોટિક્સ  આપી છે. તેને પેશાબમાં ચેપ પણ છે, જેથી ઘણીવાર તાવ પણ આવે છે. સાથે તેને પેટમાં દુખાવો પણ રહે છે. પરંતુ સાઈડ ઈફેક્ટના ડરને કારણે તે એન્ટિબાયોટિક્સ લેતા ડરે છે. અમારા નવાંનવાં લગ્ન થયાં છે. કૃપા કરીને સલાહ આપો કે અમે શું કરીએ?
એક પતિ (નરોડા)

* જાતીય  સમાગમ માણ્યા પછી ખાસ કરીને નવપરિણીત મહિલાઓમાં નીચેની પેશાબની નળીનો ચેપ સામાન્ય વાત છે. વારંવાર અને લાંબા સમય સુધી જાતીય સમાગમ માણવાથી થતી બળતરા અને ચીરાને કારણે આ સમસ્યા સર્જાય છે. લક્ષણો જોઈએ તો પેશાબ સમયે બળતરા અથવા પીડા, વારંવાર પેશાબ, પેશાબનો રંગ રાખોડી, પેશાબ સાથે લોહી આવવું અને પેઢામાં દુખાવો વગેરે હોઈ શકે છે. આ પેશાબની નળીનું સામાન્ય  ઈન્ફેક્શન છે અને ઈન્ફેક્શનને કારણે તમારી પત્નીનું લ્યૂકોસાઈટ વધી ગયું છે.

આ સમસ્યાની સારવાર માટે એન્ટિબાયોટિક્સની જરૃર પડે છે. જો પેશાબની તપાસમાં ચેપ જોવા ન મળે તો તાવ ઊતરી જવો જોઈએ. તમે તમારા ડોક્ટરને પેશાબના ચેપ બાબતે સંવેદનશીલ અને સાઈડ ઈફેક્ટ વિનાની એન્ટિબાયોટિક્સ આપવા માટે કહી શકો છો.

હું ૨૪ વર્ષની છોકરી છું. તાજેતરમાં જ મારું મેડિકલ એબોર્શન થયું છે. આ પ્રક્રિયા પહેલા લોહીની તપાસનો રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. ૫ મહિનાની ગર્ભાવસ્થા દરમિયાન  મારા પેઢાની અલ્ટ્રાસોનોગ્રાફી પણ કરવામાં  આવી હતી. એબોર્શનના ૨  અઠવાડિયા પછી મારા પેઢાની ફરીથી અલ્ટ્રાસોનોગ્રાફી કરવામાં આવી ત્યારે ડૉક્ટરે ગર્ભાશય  ખાલી હોવાની વાત કહી. લગભગ ૧ મહિના પછી મને પેટના નીચેના ભાગમાં જમણી બાજુ દુખાવો થઈ રહ્યો છે અને સાથે દિવસભર ડાયેરિયા અને યોનિમાંથી સતત ડિસ્ચાર્જ થતું રહે છે. કૃપા કરીને જણાવો કે હું શું કરું?
એક યુવતી (રાજકોટ)

* તમારા રોગના લક્ષણ મેડિકલ એબોર્શનને લગતા નથી દેખાતા. આ બીમારીની વધારે શક્યતાનું કારણ ઈન્ફેક્શન છે. યોનિમાંથી થતા ડિસ્ચાર્જનો આ લક્ષણ સાથે કોઈ સંબંધ નથી.
 તેમ છતાં, પેઢાના અવયવોમાં ઈન્ફેક્શનને કારણે ઘણીવાર આ પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે. સાચું કારણ જાણવા માટે  ડૉક્ટરની સલાહ લો અને ૭ થી ૧૦ દિવસ સુધી એન્ટિબાયોટિક્સ લો. તાવની નોંધ રાખો અને ઈન્ફેક્શનને જાણવા લોહીની તપાસ કરાવી લો.
- અનિતા

Post Comments