Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આરોગ્ય સંજીવની

બાળઆરોગ્ય અને આયુર્વેદ

બાળકની નાની સરખી તકલીફ પણ તેની માતાને આકુળવ્યાકુળ બનાવી દે છે. આજે દરેક ઉંમરની બાળકની માતાને મૂંઝવતા હોય તેવા પ્રશ્નો વિશે માહિતી આપું છું. જે તરત જન્મેલાં નાના બાળકની માતાથી લઈને દરેક બાળકની માતાને લાભદાયી થશે તેવી આશા છે.

પ્રસુતિ બાદ સ્ત્રી જ્યારે માતા બને છે તે સમયે તેનું ગર્ભાશય ફરી પૂર્વવત્ સંકોચાય, થોડા મહિનાઓ બાદ તેનું માસિક સાફ આવે તથા તેને પેટનો કોઈપણ પ્રકારનો દુઃખાવો રહે નહીં તે ખૂબ જરૃરી છે. આ માટે આયુર્વેદનું એક ઘરગથ્થુ ઔષધ છે ''હિંગ''. જેનાં નિયમિત સેવનથી ગર્ભાશય સંકોચ, માસિકની નિયમિતતા અને પેટનો કોઈ દુઃખાવો હોય તો તે અવશ્ય મટે છે.

ઘણી સ્ત્રીઓ એવી હોય છે કે, જેમને માતા બન્યા બાદ પણ શિશુને પૂરતું પોષણ મળી શકે તે માત્રામાં ધાવણ આવતું નથી. અહીં માતાનું ધાવણ વધે તે માટેનાં સરળ આયુર્વેદીક અને ઘરગથ્થુ ઉપચારો સૂચવું છું. જેમાં અનુકૂળ આવે તે કોઈપણ એક પ્રયોગ કરી શકાશે. જેમાં માતાને ધાવણ ન આવતું હોય અથવા ઓછું આવતું હોય તો ૩ તોલા (૩૦ ગ્રામ) મેથીનો લોટ લેવો. તેને ૨૦૦ ગ્રામ ગરમ દૂધમાં રાત્રે પલાળી રાખવો. સવારે લગભગ ૫૦ ગ્રામ ઘી ગરમ કરી તેમાં આ પલાળેલાં મેથીનાં લોટનું મિશ્રણ નાખી પકવવું. બધું જ મિશ્રણ બરાબર એકરસ થઈ જાય ત્યારે ૨ તોલા ગોળ નાખી શેકવું. બરાબર પાકી જાય ત્યારે ઉતારી પ્રસૂતા સ્ત્રીને ખવડાવવું. આ પ્રયોગ ૨૧ દિવસ કરવો. જેથી માતાનું ધાવણ બરાબર રીતે વધે છે તથા પ્રસુતા સ્ત્રીનાં શરીરનો વાયુ પણ આ પ્રયોગથી ઘટી જશે, અને પ્રસુતિ પછી સ્ત્રીઓની જે શરીર વધી જવાની સમસ્યા હોય છે તેમાં ખૂબ ફાયદો થશે.

- ટોપરાની રાબ દૂધમાં બનાવી સવારે નિયમિત લેવાથી પણ ધાવણ ખૂબ વધે છે. લીલું ટોપરું વધારે સારું. સૂકા ખાવાથી પણ માતાનું ધાવણ વધે છે. સૂકા ટોપરાને પણ તરત છીણી ને રાબ બનાવી શકાય છે.

- ગાયનાં ૨૦૦ ગ્રામ દૂધમાં ૧૦ ગ્રામ સફેદ ચણા રાત્રે ભીંજવી રાખવાં. સવારે તે દૂધ ગાળી સાકર સાથે પીવાથી માતાનું દૂધ વધે છે.

- શતાવરી ચૂર્ણ છ તોલા, જીરુ ૩ તોલા અને પીપર ૧/૨ તોલો લઈ તેમાં ૧૦૦ ગ્રામ સાકર મેળવી આ ચૂર્ણ કાચની શીશીમાં ભરી લેવું. તેના છ ભાગ કરી રોજ સવારે ૧ ભાગ ખાવામાં આવે તો માતાના ધાવણની ક્વૉલિટી અને ક્વૉન્ટીટી બંને વધે છે.

હવે, બાળકોને થતાં કેટલાંક બાળરોગો વિશે વાત કરીશું. બાળપણમાં બાળકોને ગાલ પચોળાની તકલીફ મોટાભાગે થતી હોય છે. જેમાં ગાલ અને કાનનાં મૂળમાં દુઃખાવો થાય છે અને સોજો આવી જાય છે. ઘણીવાર બાળકને આ રોગમાં તાવ પણ આવે છે. આ રોગ વાયરસને કારણે થતો હોય છે. જેમાં સમયસર સારવાર કરવી ખૂબ અગત્યની છે જે માટે, સોનાગેરૃ, સૂંઠ, રાસ્ના અને અરણીનાં મૂળ સમભાગે લઈ પાણી સાથે વાટીને સોજા ઉપર લેપ કરવો. બે-ત્રણ દિવસ આ લેપ ચાલુ રાખવો. સાથે સાથે નિષ્ણાંતની સલાહમાં રહી અભ્યાંતર ઔષધોપચાર કરવા.

જન્મથી જ બાળકની ડૂંટી મોટી હોય તો
ઉપરોક્ત સમસ્યામાં દીવેલ અને મધ મિક્સ કરી ડૂંટી ઉપર લગાડવાં. આ પ્રયોગ થોડા દિવસો સુધી નિયમિત કરવાથી ડૂંટી નોર્મલ આકારમાં આવી જતી હોય છે.

નાનું બાળક રમતાં-રમતાં સિક્કો ગળી જાય ત્યારે ગભરાયા વગર કેળાનાં નાનાં-નાનાં ટુકડાં તેને તુરંત ગળાવી દેવા અને તેનાં ૨ કલાક બાદ વૈદ્યની સલાહમાં રહીને નારાચરસની ૧/૨ અને ૧ ગોળી (વૈદ્યની સલાહ અને બાળકની ઉંમર મુજબ) આપી દેવાથી બાળકને ઝાડા થશે. અને ઝાડા વાટે નાણું બહાર આવી જાય છે.
આયુર્વેદ અને ઘરગથ્થુ પ્રયોગોની કોઈ જ સાઈડ-ઈફેક્ટ નહીં હોઈ આ નિર્દોષ સરળ ઉપાયો ઘણીવાર બાળકને બહુ મોટી સમસ્યાઓમાંથી ખૂબ આસાનીથી બચાવી લેતા હોય છે.
- જ્હાનવીબેન ભટ્ટ

Post Comments