Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાઈ-બહેનનું બૉન્ડિંગ: બાળપણમાં જ પેરેન્ટ્સ એકબીજાનું સન્માન કરતા શીખવે તો જીવનભર બૉન્ડિંગ મજબૂત રહે

- માતા-પિતાએ બાળપણમાં જ એકબીજા સાથે રમવા અને માન આપવાની શીખ આપવી જોઇએ

અમદાવાદ, તા. 05 જુલાઇ 2018, ગુરુવાર

ઘરમાં બાળકો હોય અને તેમની વચ્ચે નાના-મોટા ઝઘડા ન થતા હોય તેવું શક્ય નથી. ક્યારેક ટીવીના રિમોટ માટે તો ક્યારેક પોતાના પસંદગીના રમકડા કે કપડાં માટે.

આ બધી તો નાની-નાની બાબતો છે. પરંતુ ઘણીવાર આ પ્રેમભર્યા સંબંધમાં બાળપણમાં પહોંચેલી ઠેસ નુકશાન પહોંચાડે છે જેના પરિણામ દુખદ હોય છે.

જો બાળકો વચ્ચે અનબન રહેતી હોય તો તેમની વચ્ચેના સંબંધને મજબૂત બનાવી રાખવા માટે કેટલાક જરૂરી પગલાં ઉઠાવવાની આવશ્યકતા હોય છે. જાણો, માતા-પિતા કેવી રીતે બાળકો વચ્ચેના રિલેશનને સ્ટ્રોંગ બનાવી શકે છે?

સાથે રમી શકે તેવી રમત માટે પ્રોત્સાહન આપો

એવી રમત અથવા પ્રવૃતિઓને પ્રોત્સાહન આપો જેમાં બાળકો સાથે મળીને રમી શકે. કેટલાય અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જ્યારે બાળકો સાથે રમે છે ત્યારે તેમની વચ્ચેનો પ્રેમભાવ વધારે મજબૂત થાય છે.

બાળકોમાં ઉંમર અને પસંદગી વચ્ચે ફરક હોવાને કારણે કેટલીય વાર એક જ પ્રકારની રમત રમવી અઘરું બની જતું હોય છે.

જો બાળકો ઘરમાં જ રમી રહ્યા છે તો સાથે રચનાત્મક રમત રમવાનું કહો જેમ કે - ક્રાફ્ટ મેકિંગ, ક્લે આર્ટ વગેરે. બાળકો દિવસમાં ઓછામાં ઓછી એક રમત સાથે રમતા હોવા જોઇએ.

બાળપણથી જ સન્માન કરતા શિખવો

બાળપણમાં મોટા ભાઇ-બહેનનું નામ લેવા અથવા તો તેમના પર ગુસ્સે થઇને મોટેથી બોલવા પર બાળપણ સમજીને નજરઅંદાજ ન કરશો. બાળપણથી જ તેમને મોટા લોકોનું સન્માન આપવાનું શિખવાડો.

નાની-નાની આદતોને બાળપણ સમજીને નજરઅંદાજ કરવામાં આવે છે. જે મોટા થઇને આદત બની જાય છે જેને બદલવું મુશ્કેલ બની જાય છે.

પેરેન્ટ્સ પણ ધ્યાન રાખે કે બાળકોની સામે એકબીજાની સાથે ઝઘડો ન કરે તેમજ નાના બાળક સામે મોટા બાળક સાથે ખોટું વર્તન અથવા ઊંચા અવાજથી વાત ન કરો. તેનાથી બાળકો સમજી શકશે કે મોટા હોય તેમનું સન્માન કરવું જોઇએ તેમજ તેમની સાથે ખરાબ વર્તન ન કરી શકાય.

એકબીજાને સપોર્ટ કરે

ભાઇ-બહેન આમ તો હંમેશા એકબીજાને સાથ આપતા હોય છે પરંતુ ઘણીવાર તેનો અહેસાસ તેમને બાળપણથી જ કરાવવો જરૂરી હોય છે. બાળકો જ્યારે સાથે રમે છે ત્યારે તેમની પ્રતિક્રિયા પર ધ્યાન આપો. સાથે રમતી વખતે તેમની વચ્ચેના બૉન્ડિંગ પર ધ્યાન આપો.

આ સાથે જ મોટા ભાઇ અથવા બહેનને કહો કે તે પોતાના નાના ભાઇ કે બહેનને મદદ કરે, પોતાનું કામ કરતાં શિખવે જેમ કે- બૂટની દોરી બાંધવી, બોટલ ભરવી, ટિફિન બેગમાં રાખવું, બેગ નિયમિત અને વ્યવસ્થિત ગોઠવવું વગેરે જેવા કામમાં મદદ કરતા રહે અને શિખવાડતા રહે.

Post Comments