Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફયુચર સાયન્સ - કે.આર.ચૌધરી

બાયોલોજીકલ વેપન્સ

ઉ.કોરીયા જૈવિક હથિયાર/શસ્ત્રો વિકસાવી રહ્યું છે !

નોર્થ કોરીયાનો ન્યુક્લીયર પ્રોગ્રામ અમેરિકા માટે માથાનો દુ:ખાવો બની ગયું છે. અમેરિકા ઉત્તર કોરિયાને દબાણમાં રાખવા માટે એશીયાઈ દેશોની મુલાકાતે નિકળ્યા છે. જાપાનની મુલાકાત લેતી વખતે તેમણે, ઉ. કોરીયાનાં પરમાણુ શસ્ત્રો અને તેનાં ઉપયોગ માટે ઉ.કોરીયાની ગુલબાંગો સાંભળી, અમેરિકન પ્રમુખ ચિંતામાં પડી ગયા છે.

શું ઉ.કોરિયા ખરેખર પરમાણુ શસ્ત્રો વાપરશે ખરૃં ? આ સવાલોનાં જવાબ નિષ્ણાંતો મેળવવાનાં પ્રયત્નો કરી રહ્યું છે ત્યારે અહેવાલ મળી રહ્યાં છે કે ઉ.કોરીયા સામૂહિક વિનાશ નોતરે તેવાં જૈવિક હથિયાર એટલે કે બાયોલોજીકલ વેપન્સ તૈયાર કરી રહ્યું છે. આખરે ઉ.કોરીયાનું વિશ્વ આખાને વિશ્વ યુદ્ધ-૩ તરફ ખેંચી જાય તેમ છે. ૩ સપ્ટેમ્બરનાં રોજ ઉ.કોરીયાએ તેનો છઠ્ઠો અને અતિશય શક્તિશાળી પરમાણુ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો.

આ પરમાણુ બોમ્બ હાઇડ્રોજન બોમ્બ હોવાનું નિષ્ણાંતોએ જણાવ્યું હતું. અમેરિકા કહે છે. ઉ. કોરીયાનાં બધા જ પરમાણુ શસ્ત્રોનો સફાયો કરવો જરૃરી છે. તે માટે જરૃર પડશે તો, લશ્કરી પગલાં ભરતાં અમેરિકા ખચકાશે નહીં. આવાં તંગ વાતાવરણમાં ઉ. કોરીયાનાં બાયોલોજીકલ વેપન્સની વીનરમાં જવું યોગ્ય સમય ગણાશે.

પ્રસ્તાવના : ઉ.કોરીયાએ ઊંઘ હરામ કરી છે

ખાનગી ઇન્ટેલીજન્સ કંપની ''એમ્પલીફાય'' અને હાવર્થ યુનિ.નો રીપોર્ટ જણાવી રહ્યો છે કે ઉત્તર કોરિયા ન્યુક્લીયર વેપન્સની સાથે સાથે બાયોલોજીકલ વેપન્સ પણ તૈયાર કરી રહ્યું છે. ઉત્તર કોરિયાનાં યુઝર્સ તરફથી ઇન્ટરનેટ ઉપર ૨૩ હજાર સાઇટમાં વિવિધ પ્રકારનાં રેફરન્સ ફેદવામાં આવી રહ્યાં છે. જે સાઇટો ને જૈવિક/ બાયોલોજીકલ વેપન્સ સાથે સંબંધ છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઉ.કોરિયા, લશ્કરી સ્ટાઇલમાં બાયોલોજીકલ વેપન્સ ખાસ કરીને ''એન્થ્રેક્સ''નાં બેચ પ્રમાણે શસ્ત્રો વિકસાવી રહ્યું છે. થોડા દિવસ પહેલાં જ ઉ.કોરિયાનાં સંરક્ષણ પ્રધાને જાહેરાત કરી હતી કે ઉ.કોરિયા પાસે ૧૩ પ્રકારનાં બાયોલોજીકલ વેપન્સ છે.

જેનો લશ્કરી ઉપયોગ કહી શકાય તેવાં કન્ટેનર બનાવવાયાં ઉ.કોરીયાને માત્ર દસ દિવસ લાગે તેમ છે. આ તેર પ્રકારનાં જૈવિક હથિયારમાં એન્થ્રેક્સ, બોટુલીઝમ, કોલેરા, કોરીઅન હેમરંજીવ ફિવર, પ્લેટ, સ્મોલ બોક્સ, ટાઇફોઇડ ફિવર, યલો ફિવર, ડિસેન્ટ્રી/ મરડો, બુસેલોસીસ, સ્ટેફ વગેરેનો સમાવેશ થાય છે. ઉ.કોરીયા પાસે આ ચેપી રોગોનાં જીવાણું ફેલાવવા માટે અસંખ્ય તરકીબો ઉપલબ્ધ છે.

મિસાઇલ ડ્રોન વિમાન, એરોપ્લેન, સ્પ્રેપર અને હ્યુમન વેકટર્સનો ઉપયોગ કરી ઉ.કોરિયા જૈવિક રીતે ખતરનાક વિવિધ રોગાણુનો ચેપ સામૂહિક ધોરણે લોકોને લાગે તેવી તરકીબો અજમાવે તેમ છે. ડ્રોન અને એરપ્લેનનો ઉપયોગ કરી ખતરનાક જૈવિક શસ્ત્રોનો સ્પ્રે ઉ.કોરીયા કરે તેમ છે.

ઉ.કોરિયા, નિયમિત રીતે દ. કોરિયાની સરહદોમાં ડ્રોન વિમાનો ઉડાડે છે. ઉ.કોરિયા પાસે બે લાખ લોકોનું સ્પેશીયલ ટાસ્ક ફોર્સ છે. જેમાનાં કેટલાંક લોકોને જૈવિક હથીયારનું હુમલો કરવાનો પ્લાન અમલમાં મુકવા તૈયાર કરવામાં આવી શકે છે. ઉ.કોરિયાનાં કેટલાંક ફુટી ગયેલાં એજન્ટો જણાવે છે કે ઉ.કોરિયા, તેનાં જૈવિક શસ્ત્રોનું પરિક્ષણ સામાન્ય માનવી પર કરી રહ્યાં છે.

આવા બાયોલોજીકલ શસ્ત્રોનો ઉપયોગ કોરીયા કરે તો, વિશ્વનાં સામાન્ય નાગરિકો અને લશ્કરી તાકાત પર તેની સીધી અસર થઈ શકે છે. દેખાતાં દુશ્મનો સામે લશ્કર સામી છાતીએ લડી શકે પરંતુ, જે દેખાતાં નથી તેવાં સૂક્ષ્મ દ્રવ્યનો સામે લડવા માટે અમેરિકન લશ્કર અને વૈજ્ઞાાનિકો, હાલમાં લાચાર સ્થિતિમાં આવી ગયાં છે.

અમેરિકન ચેતવણી : જાસુસી સંસ્થાનો રિપોર્ટ

રીઅર એડમિરલ માયકલ દુમોન્ત દ્વારા અમેરિકન કોંગ્રેસમેન, રેડ લેવુ અને રૃબેન ગેલેગોને એક ખાસ પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ઉત્તર કોરીયા જૈવિક શસ્ત્રોનો ખડકલો તૈયાર કરી રહ્યું છે. આ ઉપરાંત ઉ.કોરીયા કેમીકલ વેપન્સ પણ વાપરી શકે છે. રીઅર એડમિરલ માયકલ દુમોન્ત, પેન્ટાગોનનાં જોઇન્ટ સ્ટાફનાં વાઇસ ડિરેકટર છે. ઉત્તર કોરીયા વર્ષોથી તેનાં જૈવિક અને રાસાયણિક શસ્ત્રોનો વિકાસ કરી રહ્યું છે.

જો આવું થાય તો, કાઉન્ટર એટેક સ્વરૃપે અમેરિકા પણ જૈવિક અને રાસાયણીક શસ્ત્રોનો ઉપયોગ ઉ.કોરીયા સામે કરી શકે છે. એક સર્વે પ્રમાણે ઉ.કોરીયા પાસે, ૨.૫૦થી ૫.૦૦ મેટ્રીક ટન જેટલો ઝેરી વાયુનો જથ્થો છે. જેનો ઉપયોગ રાસાયણીક શસ્ત્રો તરીકે થઇ શકે છે. કિમ જોંગ ઉન્સનાં પિતરાઇ ભાઇનું ખૂન કરવા માટે મલેશીયામાં રાસાયણીક શસ્ત્ર તરીકે XX વાયુ વપરાયોે હોવાનું કહેવાય છે.

ઉ.કોરીયા પાસે, ૪થી ૬ હજાર માઇલ દૂર જઇ શકે તેવાં મિસાઇલ્સ છે. જેના ઉપર અડધો ટન રાસાયણીક એજન્ટ લાદીને હુમલો થઇ શકે છે. જો ઉ.કોરીયા, દક્ષિણ કોરીયા સામે રાસાયણીક શસ્ત્ર ઉગામે તો, દ.કોરીયાનાં પાટનગર સિઓલમાં અંદાજે ૨૫ લાખ લોકોને મૃત્યુ થઇ શકે છે.

જાપાની વડાપ્રધાન સિન્ઝો એબેએ ગયા એપ્રિલ મહીનામાં ચેતવણી આપી હતી કે ઉ.કોરીયા સારીન ગેસથી લોડેડ મિસાઇલ વડે જાપાનનાં શહેરોને ટાર્ગેટ બનાવી શકે તેમ છે. આવી જ બીજી ચેતવણી અમેરિકન જાસુસી સંસ્થા એઆઇએનાં અધિકારીએ આપી છે.

એઆઇએનાં ડિરેકટર માયકલ મોરેલે ચેતવણી આપતી મુલાકાત આપી હતી. ૨૦૧૨થી ૨૦૧૩ વચ્ચે માયકલ મોરેલે ફોરીન ઈન્ટેલીજન્સ સર્વીસમાં એકટીંગ ચીફનાં હોદ્દા ઉપર હતાં. મુલાકાતમાં માયકલ મોરેલે જણાવ્યું હતું કે અમેરિકા (અને વિશ્વ આખા ઉપર) ત્રણ ખતરાં છે. શક્ય છે કે ભવિષ્યમાં રશિયા અને સાથે પરમાણુ યુધ્ધ થાય.

બે કુદરતી રીતે વિકાસ પામતાં રોગાણુનો ડિએનએ ડેટા બેઝ બદલીને ખતરનાક જૈવિક હથિયાર બનાવવામાં આવે. જૈવિક શસ્ત્રો અસર પામેલાં લોકોમાંથી ૬૦થી ૭૦% લોકોને મોતને ઘાટ ઉતારી શકે છે. ત્રીજો ખતરો આખા વિશ્વને છે. વાતાવરણમાં આવી રહેલ બદલાવ, વિશ્વનાં લોકોને ભવિષ્યમાં મોત તરફ આગળ વધારી શકે છે.

કોરીઅન સંભાવના

વિદેશ નીતિ એવી બાબત છે. જેમાં છાતી ઠોકીને કોઇ વાત કરી શકાય નહીં. જાસુસી સંસ્થાઓ પાસે તેમનાં સ્ત્રોતો હોય છે. જે પત્રકારો પાસે હોતા નથી. જેનાં કારણે લોકોને મળતી માહિતી અધૂરી હોય છે. ઉ.કોરીયાની બાબતે આગાહી કરવી અઘરી છે. જે નિષ્કર્ષ નિકળે છે તે ટેન્ટેટીવ / અંદેશા ભર્યો છે. હાવર્ડ બેલ્ફટ સેન્ટરનાં સંશોધકોએ કેટલીક માહિતી અને નિષ્કર્ષ આપ્યો છે.

ઉ.કોરીયાનો બાયોલોજીકલ વેપન્સ પ્રોગ્રામ : જાણીતી હકીકતો...

(૧) ઉ.કોરીયાનાં ગ્રેટ લીડર ગણાતા કિમ સુંગ દ્વિતીયનાં સમયગાળામાં એટલે કે ૧૯૬૦નાં દાયકામાં કોરીયાએ બાયોલોજીકલ વેપન્સ પ્રોગ્રામ શરૃ કર્યો હતો. ૧૯૮૦નાં દાયકામાં જરૃરી જૈવિક શસ્ત્રો તે વિકસાવી ચુક્યું હતું.

(૨) ઉ.કોરીયાએ તેનાં લશ્કરને સ્મોલ પૉક્સ એટલે કે શિતળા સામે રક્ષણ મળે તેવી રસી આપી રહ્યાં છે. અમેરિકા પણ કોરીયા તરફ ગોઠવવામાં આવતાં લશ્કરી લોકોને સ્મોલ પૉક્સ અને એન્વ્રેક્સની રસી આપવી ફરજીયાત કરી છે. જેનો અર્થ થાય ઉ.કોરીયા પાસે બાયોલોજીકલ વેપન્સ છે.

(૩) ઉ.કોરીયાનાં સંશોધન કેન્દ્રોમાં ૧૩ પ્રકારનાં ખતરનાક રોગોનાં જીવાણું અને વિષાણુંનો જીનેટીક મેકઅપ બદલવાની કોશિશો થઇ રહી છે. સીવીલ લગતી પ્રક્રીયાને દસ દિવસમાં લશ્કરી શસ્ત્રોમાં તેઓ ફેરવી શકે છે.

કેટલીક અજાણી બાબતો...

(૧) માત્ર ઈચ્છા શક્તિ રાખવી કે જાહેરાત કરવાથી જૈવિક શસ્ત્રોનો વિકાસ થઇ જતો નથી. તેના માટે ખાસ પ્રકારની ટેકનોલોજી અને નિષ્ણાંતોની જરૃર પડે તેમ છે. આ તબક્કે ઉ.કોરીયાના સરંક્ષણ પ્રધાન કહે કે ''ઉ.કોરીયા દસ દિવસમાં જૈવિક હથિયાર બનાવી હુમલો કરી શકે છે.'' જે વાત ઘણી સંભાવનાઓ દર્શાવે છે.

(૨) ઉ.કોરીયા જૈવિક શસ્ત્રો કઇ રીતે વાપરશે તે સ્પષ્ટ નથી. હાલનાં તબક્કે મિસાઇલ યોગ્ય પસંદગી નથી. મિસાઇલનો નિશાન પર લાગતી વખતે થતો ઈમ્પેક્ટ જૈવિક વેક્ટર્સને ખતમ કરી શકે છે. એરોસોલ ડિવાઇસ વાળાં ડ્રોન વિમાન વાપરવા ઉ.કોરીયા સરળ ઉપાય અને પસંદગી છે. ઉ.કોરીયાનાં લશ્કરી અધિકારીઓ પાસે મનુષ્ય જીંદગીનું કોઇ મૂલ્ય નથી. તેમણે રાસાયણીક  શસ્ત્રોની ચકાસણી, ઉ.કોરીયાનાં લોકો ઉપર પણ કરી હતી.

(૩) જાસુસી સંસ્થાનાં રિપોર્ટ આંખ ખોલી નાખે તેવા હોય છે. પરંતુ તેનાં ઉપર કેટલો ભરોસો  કરવો એ તંત્રએ નક્કી કરવાનું છે.

બાયોલોજીકલ વેપન્સ : વિજ્ઞાન અને વપરાશ...

જે બાયોલોજીકલ વેપન્સ વાપરવાની ધમકી ઉ.કોરીયા આપી રહ્યું છે. તેમ સામા પક્ષે રશિયાનાં લોકો પણ માને છે કે અમેરિકા, રશિઅન લોકોનાં વિશિષ્ટ સમુદાયનો વિનાશ કરવા બાયોલોજીકલ વેપન્સ વાપરી શકે છે. શંકાની સોય અમેરિકા તરફ તાકવામાં આવે છે. તે માટે ખાસ કારણો પણ છે.

અમેરિકન એરફોર્સ દ્વારા, રશિઅન લોકોનાં અંગોનાં સાંધાનાં જોડાણ અને પોલાણમાં રહેતાં ખાસ પ્રકારનાં પ્રવાહી જેને સાયનોવિઅલ ફ્લુઇડ કહે છે. તેની માંગણી મૂકવામાં આવી હતી. આ ઉપરાંત રશિઅન લોકોનાં ઇશછ સેમ્પલ પણ માંગવામાં આવ્યા હતાં. અહીં રશિઅન એટલે કે કોકેશીઅન લોકો સમજવા. અમેરિકન એરફોર્સ રશિઅન લોકોની અસ્થિ-સ્નાયુ પ્રણાલી વિશે સંશોધન કરવા માંગે છે.

૧૯૯૮માં એન્ડ્રયુ ફાયર અને ક્રેગ મેલો દ્વારા ખાસ વૈજ્ઞાાનિક ટેકનિક વિકસાવવામાં આવી હતી જેને ''આરએનએ ઇન્ટર ફિઅરન્સ'' કહે છે. જેનો ઉપયોગ કરવાથી શહેરમાં રહેલાં કેટલાંક જનીનો નિષ્ક્રીય બની જાય છે. આ ટેકનિકનો ઉપયોગ કરવાથી રોગ માટે જવાબદાર કેટલાંક જનીનોને નિષ્ક્રીય કરી શકાય છે.

સીધી સાદી લાગતી આ ટેકનિકનો લશ્કરી ઉપયોગ પણ થઇ શકે છે. રોગ સામે રક્ષાત્મક કવચ ધરાવતાં જનીનોને પણ આ ટેકનિક વડે શાંત કરી શકાય. આરએનએ ઈન્ટરફિઅરન્સ ટેકનિકનો ખાસ જાતિનાં સમુદાયને પણ ટાર્ગેટ કરી શકાય છે.

રશિઅન સંશોધન સંસ્થા પણ વિવિધ અમેરિકન પ્રજાતી અને રશિઅન લોકોનું જીનેટીક મટીરીઅલ્સ ચકાસી રહી છે. રશિઅન સંસ્થાઓ જણાવે છે કે આ પ્રવૃત્તિનું પ્રાથમિક કાર્ય રોગ સામે સારવાર વિકસાવવાનું છે. તેઓ બાયોલોજીકલ વેપન્સ તૈયાર કરવા માટે આવું સંશોધન કરતાં નથી. યાદ રહે કે શાકભાજી સમારવાનાં ધારદાર ચાકુથી શાકભાજી પણ કાપી શકાય અને મનુષ્યનું ખૂન પણ થઇ શકે છે.

જીનેટીક મેકઅપ મુજબનાં જૈવિક શસ્ત્રોએ આવનારાં ભવિષ્યની કલ્પના ભલે લાગતી હોય, વિકસીત દેશો નવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ બાયોલોજીકલ વેપન્સ વિકસાવવા પણ કરી શકે છે. તાજેતરમાં અમેરિકન પ્રમુખ જ્હોન એફ કેનેડીની હત્યાને લગતાં દસ્તાવેજો જાહેર જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે.

જેમાં સીઆઇએનાં અધિકારીએ સંભાવના દર્શાવી હતી કે ક્યુબાની ખેત પેદાશોનો વિનાશ કરવા માટે અમેરિકા બાયોલોજીકલ વેપન્સ વાપરી શકે છે. જેથી ક્યુબાનું અર્થતંત્ર તોડી શકાય. ડોનાલ્ડ દ્વારા એફબીઆઇ અને સીઆઇએને સંડોવતી ફાઇલોને જાહેર કરવામાં આવી નથી. તેને બ્લોક કરી નાખવામાં આવી છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments