Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફયુચર સાયન્સ - કે.આર.ચૌધરી

'વોટ ફોર ચેન્જ : મનુષ્યનું વૈચારિક મહાયુધ્ધ'

સામાન્ય વિચારોને જ્યારે વૈજ્ઞાનિક વિચારસરણીનો ચેપ લાગે છે ત્યારે...

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે. સમાજ અને લોકો બદલાવ ઈચ્છી રહ્યા હોય છે. આ કારણે 'વોટ ફોર ચેન્જ' એ વિશ્વ પ્રસિદ્ધ થયેલું સ્લોગન છે. વિજ્ઞાાન વિશ્વમાં કેટલીક ક્રાન્તિકારી શોધ, ઘટના કે વિચારના કારણે સમગ્ર માનવજાતિનો ઈતિહાસ અને જીવનશૈલી બદલાઈ જાય છે.

ક્યારેક આવો બદલાવ માનવજાતની સગવડ સાચવવા માટેની શોધમાંથી જન્મ લે છે. ક્યારેક મનુષ્યની મહેનત બચાવવા અને એકધાર્યું બીબાંઢાળ કામમાંથી મુક્તિ મેળવવા માટે 'મશીન'ની શોધ થાય છે. મશીનને માનવ જેવો વિચારશીલ બનાવવાની પ્રક્રિયામાંથી રોબોટનો જન્મ થાય છે. કેટલાંક સામાજીક બદલાવની સાથે સાથે વિચારસરણી બદલાય છે અને વિશ્વમાં 'રેનેંસા' એટલે કે નવજાગૃતિકાળ પેદા થાય છે.

સદીઓથી ચાલી આવતી માન્યતા કે વિચારને વૈજ્ઞાાનિક દ્રષ્ટિકોણથી ચકાસવાની શરૃઆત થાય છે. પ્રચલીત માન્યતાઓ સામે મનુષ્ય પ્રશ્નાર્થ ચિન્હ મુકી શકે છે. પ્રકૃતિમાંથી જ્ઞાાન પ્રાપ્તિ અર્થે નિયમો અને થિયરી શોધવાનાં પ્રયત્ન થાય છે. 'વોટ ફોર ચેન્જ' ચેન્જ ફોર ઓલ મેનકાઈન્ડ સાબિત થાય છે. વિજ્ઞાાન જગતમાં એવી કેટલીય ઘટનાઓ છે જેણે મનુષ્ય જીવનશૈલી, રહેણી કરણી, વિચાર જગતમાં ક્રાન્તિકારી ફેરફારો લાવ્યા હોય એવી બે હકીકતોને વોટ ફોર ચેન્જનાં માહોલમાં માણીએ.

ગેલેલીઓ : મનુષ્યનાં બ્રહ્માંડના ખ્યાલોમાં આવેલ બદલાવ

જ્યારે ગેલેલીયોએ પ્રથમવાર તેનું ટેલિસ્કોપ આકાશ તરફ તાક્યું ત્યારે, તેણે મનુષ્ય જાતિનાં બ્રહ્માંડ વિશેના ખ્યાલો અને માન્યતાઓ બદલવાનું ભગીરથ કાર્ય આરંભી દીધું હતું. તેનાં ટેલીસ્કોપ અને દિમાગનાં સમન્વયે સૂર્ય, ચંદ્ર અને ગ્રહો વિશે અનોખી વાત કહી જે, તે સમયની પ્રવર્તમાન બ્રહ્માને લગતી થિયરી સાથે મેળ ખાય તેવી ન હતી. પૃથ્વી પરથી દેખાતું રાત્રી આકાશ નિશ્ચિત અને સંપૂર્ણ માનવામાં આવતું. પૃથ્વીને બ્રહ્માંડનું કેન્દ્ર માનવામાં આવતું હતું, ગ્રહો, તારાઓ અને આપણો સુર્ય પૃથ્વીની પ્રદક્ષિણા ફરે છે.

એવું સામાન્ય જ્ઞાાન લોકો પાસે હતું. કોપરનિક્સે હેલીયોસેન્ટ્રીક એટલે કે કેન્દ્રમાં સુર્ય અને તેની ફરતે ગ્રહો હોય તેવી થિયરી આપી. જે જુની માન્યતાઓથી વિપરીત હતી. ગેલીલીયો ગેલેલી આ થિયરીનાં સમર્થક હતા કારણ કે કોપરનિક્સનાં સુર્યમાળાનાં મોડેલ સાથે ગેલેલીયોનાં અવલોકનો મેળ બેસાડતા હતા.

ગેલેલીયોનાં કુટુંબીને ગેલેલીયોને પુસ્તક લખવા માટે મજબુર કર્યા. ૧૬૩૦માં તેમણે Two words system પ્રકાશીત કર્યું. જેનાં કારણે તેના પર મુકદમો ચલાવવામાં આવ્યો અને રોમન કેથલીક ચર્ચ તરફથી બરતરફ કરવામાં આવ્યો. ચર્ચની બ્રહ્માંડની વ્યાખ્યા અને સર્જનને, ગેલેલીઓનાં વિચારોએ ખુલ્લી ચેલેન્જ આપી હતી.

અહીં વોટ ફોર ચેન્જ, વિચારસરણીનો હતો. નેપરનિક્સની વિચારસરણીને લગતો પત્ર ગેલેલીયોએ ૧૬૧૫માં લખ્યો હતો. પરંતુ, કોપરનિક્સની થિયરીને વૈજ્ઞાાનિક સમર્થન ૧૮૩૮માં મળ્યું. ક્રિશ્ચિયન ધર્મનું કેન્દ્ર બિંદુ ગણાતું વેટિકન વીસમતી સદીમાં માનવા લાગ્યું કે ગેલેલીયો સાચો તો. એક વિચારને બદલવામાં ગેલેલીયોને સદીઓ સુધી રાહ જોવી પડે છે.

ખગોળ શાસ્ત્રનું ખરૃ 'રિવોલ્યુશન' ગેલેલીયોનાં સમયકાળથી શરૃ થયું. આજે ગેલીલીયો અને તેના જેવા અનેક મહાન ખગોળશાસ્ત્રીઓનાં ખભા પર બેઠેલ માનવી બ્રહ્માંડમાં ઘણે દૂર સુધી નજર નાખી ચુક્યો છે. બિગબેંગ, ડાર્ક મેટર, ડાર્ક એનર્જી, ગ્રેવીટી વેવ્ઝ, બ્લેકહોલ્સ જેવી અનોખી બાબતો પર નવું જ્ઞાાન વિજ્ઞાાને મેળવ્યું છે કારણ કે મનુષ્યની બેઝિક વિચારસરણીને વોટ ફોર ચેન્જ બનાવવાનું બહુમુલ્ય કામ ગેલેલીયો સદીઓ પહેલાં કરી ગયો છે.

વિલીયમ હાર્વે - શરીરમાં રક્તભ્રમણની સમજણ

આજે મનુષ્ય જાણે છે કે માનવ શરીરમાં સેકડો કી.મી.લાંબી રક્તવાહીનીઓ માંથી લોહી પરીભ્રમણ કરતું રહે છે. આજે શરીરમાં રક્ત પરીભ્રમણની થિયરી સામાન્ય માણસ પર સ્વીકારી ચુક્યો છે. ખરેખર ૧૬૯૮ સુધી કોઈ એમ માનતું નહોતું કે માનવ શરીરમાં રહેલ ''લોહી'' મનુષ્ય શરીરમાં પોતાનાં પ્રદક્ષીણા માર્ગે કરતું રહેતું હશે. જુની માન્યતા એવી હતી કે ખોરાકમાંથી યકૃતમાં લોહીનું સર્જન થાય છે. જેને હૃદયમાં સીધો પ્રવેશ મળે છે. હૃદયમાં લોહી ગરમ થાય છે. અને નસોમાં લોહીને મોકલવામાં આવે છે.

વિલીયમ હાર્વે નામનો તબીબ, જેમ્સ પહેલાંનો ડોક્ટર હતો. જેણે મનુષ્ય શરીરનો સંપુર્ણ અભ્યાસ શરૃ કર્યો હતો. છેવટે તે એવાં નિર્ણય પર આવ્યો કે 'હૃદય મનુષ્ય લોહીને ગરમ કરતુ નથી' હૃદય લોહીને રક્તવાહીનીઓમાં ધકેલવાનું એટલે કે લોહીનું 'પમ્પીંગ'કરવાનું કામ કરે છે. વિલીયમ હવે જાણી ચુક્યા હતા કે રક્તવાહીનીઓની એક અનોખી સરકીટ માનવ શરીરમાં છે. જે પુરી કરી એે લોહી હૃદયમાં પાછુ ફરે છે. વિલીયમ હાર્વેનાં સમયમાં માઇક્રોસ્કોપની શોધ થઈ ન હતી.

છતાં તેણે બહુ 'બોલ્ડ'વિચારબીજ ને જન્મ આપ્યો હતો. ધમની અને શીરા દ્વારા સુક્ષ્મ રક્તવાહીની 'કેપેલરી'માં રકત કઈ રીતે પહોચે છે. એ વાત વિલીયમ હાર્વે જાણીતા ન હતાં છતાં ખુબજ પરફેક્ટ અંદાજ તેમણે બાંધ્યા હતો. જો વિલીયમ હાર્વે દ્વારા લોહીનાં ચોક્કસ દીશામાં પરીભ્રમણની થિયરી રજુ થઈ ન હોત તો શું થાત જરા વિચારી જુઓ ?

આધુનિક વિજ્ઞાાન એ જાણી ન શક્ત કે સર્જરીમાં કઈ નસ કપાઈ જતાં કેટલું લોહી નિકળશે. તબીબી સારવાર માટે ઇન્જેક્શન કયાં મારવું ? હૃદય લોહીને પમ્પીંગ કરે છે એ વાતની ખબર નહોત તો હૃદયરોગની સંપુર્ણ માહીતી પણ મનુષ્ય મેળવી શક્યો ન હોત.

૧૬૨૮માં વિલીયમ હાર્વેએ પુસ્તક લખ્યુ જેનું નામ હતું 'ઓન ધ મોશન ઓફ હાર્ટ એન્ડ બ્લડ'. પુસ્તક અને તેની થિયરી એ વિલીયમ હાર્વેની કારર્કિદીને પુર્ણ વિરામ લગાવી દીધું કારણકે તે સમયે તબીબો જુની સંકુચીત વિચારસરણીને માન આપતા હતાં નવાં વિચારોનાં બદલાવને પસંદ કરતાં ન હતો. અને મહત્વની બાબત, તબીબો કોઈ નવી વૈજ્ઞાાનિક શોધ કરતાં ન હતાં. આ પરીસ્થિતી બદલવા માટે વિલીયમ હાર્વેએ કોશીશ જરૃર કરી હતી. વોટ ફોર ચેન્જ, મેડીકલ સાયન્સ માટે એક માઈલ સ્ટોન બની ગયો છે.

માઈક્રો રિવોલ્યુશન- સુક્ષ્મ દુનિયામાં ડોકીયું

માઇક્રોસ્કોપ અને ટેલીસ્કોપ એ સતરમી સદીમાં, મેળામાં વેચાતાં રમકડા હતા. તેનો વૈજ્ઞાાનિક ઉપયોગ કરવાનું લોકોને સુઝ્યુ ન હતું. સુક્ષ્મ જીવાણુઓની આગવી દુનિયા હોય એવું કોઈની કલ્પનામાં પણ ન હતું.

૧૬૬૫માં રોબર્ટ હુકે સજીવ શરીરનાં પ્રારંભીક એકમ 'કોષ'એટલે કે 'સેલ'ની શોધ, માઇક્રોસ્કોપ વડે કરી અને માઈક્રોસ્કોપનાં દિવાના બનેલ રોબર્ટ હુકે પુસ્તક પ્રકાશીત કર્યું જેનું નામ હતું : ''માઈક્રોગ્રાફીયા''. ઘડીયાળ રિપેર કરનાર જેમ સુક્ષ્મ દર્શક કાચ લગાવીને આખી ઘડિયાળ ખોલી શકે છે, તેમ માઇક્રોસ્કોપની મદદથી સુક્ષ્મ જીવાણુઓની આંખી દુનિયા ખોલીને જોઈ શકાય છે. આજના મોર્ડન માઇક્રોસ્કોપ ખુબ જ પાવરફુલ બની ગયા છે.

માઈક્રોસ્કોપની મદદથી આધુનિક વિજ્ઞાાન અને ટેકનોલોજી જ્યાં પહોંચી છે. તેનાંથી આગળની સરહદો પાર કરવાનું સામર્થ્ય પણ માઈક્રોસ્કોપમાં છે. વિવિધ પ્રકારની એકસરે માઇક્રોસ્કોપી, અલ્ટ્રાવાયોલેટ માઇક્રોસ્કોપી અને લેસર માઈક્રસ્કોપી જેનો મુખ્ય આધાર છે. માઈક્રોસ્કોપ, માઈક્રોસ્કોપની શોધનો શ્રેય કોને આપવો ? ૧૯૫૦માં ઝાકેરીપાસ જાન્સેને 'માઈક્રોસ્કોપ'માટે દાવો કર્યો હતો.

ટેલીસ્કોપની પેટન્ટમાં અરજી કરનાર હાન્સ લીપરસે પણ 'માઈક્રોસ્કોપ'તેની શોધ હોવાનું જણાવે છે. કેટલાંક લોકો મેલેલીયોને કંમ્પાઉન માઇક્રોસ્કોપનાં શોધક માને છે. શરીર, વિજ્ઞાાન માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ ૧૬૪૪ પહેલાં થયેલો જોવા મળતો નથી. ઇટાલીઅન વૈજ્ઞાાનિક માર્સેલો મેલપીંધીને, કેટલાંક ઇતિહાસકારો, હીસ્ટોલોજી એટલે કે કોષ, વિજ્ઞાાનનાં 'ફાધર'ગણાવે છે.

તેમણે માઇક્રોસ્કોપ વડે ફેફસાનું બંધારણ જાણવાની કોશીશ કરી હતી. માઈક્રોસ્કોપને જીવવિજ્ઞાાનની જીવાદોરી રૃપે વાપરવાનું કામ રોબર્ટ હુકે કર્યું. એન્ટોન લિવોન હોકનું નામ લીધા વગર માઈક્રોસ્કોપનો ઇતિહાસ અધુરો ગણાય. સામાન્ય સીમ્પલ સીંગલ લેન્સ માઇક્રોસ્કોપ વડે તેમણે ૩ ગણુ 'મેગ્નીફીકેશન'મેળવ્યુ હતું.

રેકોર્ડ ગણાય. લીવોનહોર્કે રક્તકણો અને શુક્રકોષોને પણ માઈક્રોસ્કોપ નીચે ચકાસ્યા હતા. ત્યારબાદ, સુક્ષ્મ જીવાણુ અને વિષાણુની સુક્ષ્મ દુનિયામાં વૈજ્ઞાાનિકો ડોકીયુ કરી શક્યા હતો. આજે મેડીકલ સાયન્સ 'માઇક્રોસ્કોપ 'વગર ગરીબ અને પાંગળું બની જાય. જીવવિજ્ઞાાનની મનુષ્યની સમજને સાચો માર્ગ માઈક્રોસ્કોપે બતાવ્યો છે. માઇક્રોસ્કોપ પણ વોટ ફોર ચેન્જનું એક અનોખુ મુકામ છે.

રોયલ સોસાયટી : 'સાયન્ટીફીક એજ'ની શરૃઆત

૧૬૬૦માં ઇગ્લેન્ડમાં રાજા ચાર્લ્સ દ્વિતીય રાજગાદી પર બેઠેલો હતો. કેટલાંક સમજુ માણસોએ ભેગા થઈને નક્કી કર્યુ કે પ્રયોગો કરીને સાબીત મેળવે તેવી એકાદ વૈજ્ઞાાનિક સંસ્થા હોવી જોઈએ. જેનો બીજો અર્થ થતો હતો. બ્રહ્માંડ અને પ્રકૃતિનાં રહસ્યોને માનવ અવલોકનો વડે, પ્રયોગાત્મક સ્વરૃપે બતારણ મેળવીને સ્વીકારવા.

આ વિચારબીજ માંથી ખ્યાતનામ, સંસ્થા રોયલ સોસાયટીનો જન્મ થયો. યુરોપમાં રાષ્ટ્રીય કક્ષાએ શરૃ થયેલ આ પ્રથમ ઓર્ગનાઇઝેશન હતું. આ કોઈ સજ્જનોની વિચારસભા કે ચર્ચા માટેનું જુથ ન હતું. અહીં લોકો આવતાં ભારે તેમનાં મગજમાં કોઈ વૈજ્ઞાાનિક વાત ધુમરાતી રહેતી હતી. અહી તેઓ પ્રયોગો પણ કરતાં. સંશોધનો કરતા હતા. નવી થિયરી ને જન્મ આપતા હતાં, સાથે સાથે તેનાં પુરાવા રૃપી સાબીતીઓ પણ એકઠી કરતાં હતા.

થોડા સમયમાં પેરીસમાં પણ આવી જ સંસ્થાની શરૃઆત થઈ. વૈજ્ઞાાનિક સંશોધન માટે આવાં ઓર્ગેનાઈઝેનશ સ્થાપાયા તેનો ફાયદો માનવજાતીને જરૃર થયો. નવાં વિચારો અને થિયરીને લઈને 'જીનીયસ'લોકો અહી આવતા થયા. કોઈ પણ ડર વગર નવી વાત કરવાં તેઓ મક્કમ બન્યાં હતાં. નવાં વિચારયુધ્ધનું રણમેદાન બદલવાનું સૌભાગ્ય 'રોયલ સોસાયટી'ને મળ્યું.

બેન્જામીન ફેકલીને અહી વિધૃતને લગતા પ્રયોગો કર્યા. આઈઝેકન્યુટન આ સોસાયટીનાં પ્રમુખ બન્યા ત્યારે રોયલ સોસાયટીની ખ્યાતી અને વિશ્વસનીયતા બંને પર ચાર ચાંદ લાગી ગયાં. કલનશાસ્ત્રનાં કેટલાંક સંશોધનો માટે લેબેનીઝા સાથે ન્યુટનને વાંધો પડયો ભારે, તટસ્થ સમીતીની રચના કરવાનો દાવો કરવામાં આવ્યો. સંસ્થાનો પ્રમુખ હોવાનો ન્યુટને લાભ ઉઠાવ્યો અને કમીટીનાં નામે, પોતે લખેલો રિપોર્ટ પ્રસિધ્ધ કરાવી દીધો.

ચાર્લ્સ બાળેજને લાગ્યુ કે રોયલ સોસાયટીનાં કારણે 'પ્યોર મેથેમેટીકસ'ને નુકસાન થઈ રહ્યુ છે. રોયલ સોસાયટી વિરુધ્ધ લખાણો પણ ચાર્લ્સ બાળેજે લખ્યા હતાં.

આ ચાલ્સ બાળેજને આધુનિક કોમ્પ્યુટરનો જન્મદાતા ગણી શકાય. રોયલ સોસાયટીનાં 'ફેલો'હોવું સમાજમાં પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયું. રોયલ સોસાયટીની સ્થાપના ૧૬૬૦ થી લઈને ૧૯૪૫ સુધી પુરૃષોનું વર્ચસ્વ રહ્યું. ૧૯૪૫માં પ્રથમવાર મહીલા 'ફેલો'ને રોયલ સોસાયટીમાં ચુટવામાં આવ્યા. વિજ્ઞાાનને સમર્પીત સોસાયટીએ કેટલીય નવી થિયરી અને વ્યકિતઓને પોતાની નવી ઓળખ ઊભી કરવાનું પ્લેટફોર્મ પુરૃ પાડયું છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments