Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઍનકાઉન્ટર- અશોક દવે

માણસ ગમે એટલું ઈંગ્લિશ ભણે, પણ પાછળ કૂતરૃં દોડે, તો એને 'હઈડ હઈડ' જ કેમ બોલવું પડે છે?

-કૂતરાં કોઇ 'દિ ઈંગ્લિશમાં ભસે છે?
(પરમ રાજા, જામજોધપુર)

અશોકભાઈ, તમે આટલા 'ફની' કેમ છો?

-આ પગારમાં આટલા 'ફની' જ રહેવાય!
(સેજલ એસ. વાઢેર, રાજકોટ)

ચોઇસ મળે તો આવતા જન્મે શું થવું ગમે?

-બસ. રીપિટ થયે રાખવું.
(ઉપેન્દ્ર વાઘેલા, રાજકોટ)

એન્કાઉન્ટર' વાંચતા તમારી ઉંમર જાણવાની ઈચ્છા થઈ. કહેશો?

-તમારા શહેરના ટાઉન હૉલની સામેના 'અશોક સદન' જેટલી.
(અંકૂર કણસાગરા, જામનગર)

બીજાનું સુખ જોઈને લોકો નારાજ ક્યારે થાય?

-એ જોઈને કે, હજી ગુજરાતની ગાદી હાથમાં નહિ આવે!
(ધર્મેશ રૃપારેલીયા, ગીરગઢડા)

પૈસો હાથનો મેલ હોવા છતાં લોકો એની પાછળ કેમ ભાગે છે?

-મેલ ધોઇને કાદવ લાવવા.
(નૂતનકુમાર ભટ્ટ, સુરત)

સાવરકુંડલાની બસમાં પંક્ચર પડયું, એમાં ય લોકો નરેન્દ્ર મોદીને ગાળો દેતા હતા... બોલો!

-કોંગ્રેસના સપોર્ટરો ગાળો કદી ન બોલે!
(મનિષ અમીન, વડોદરા)

રામદેવ બાબાએ ભક્તિ સંગીતનો રીયાલિટી શૉ ચાલુ કર્યો છે...

-એમની કોઈપણ વાતમાં રાષ્ટ્રભક્તિ હોય છે, એ પર્યાપ્ત છે.
(નીરા સરડવા, હિંમતનગર)

'ભલા, ઈન કી સાડી મેરી સાડી સે જ્યાદા સફેદ ક્યું હૈ...?' તમે શું માનો છો?

-એ તો જે પહેરતું હોય એને ખબર.
(ભરત અંજારીયા, રાજકોટ)

'દીકરી અને ગાય, દોરે ત્યાં જાય' ...શું માનો છો?

-'ફાવે ત્યાં જાય!'
(જગદિશ ભોગીલાલ મેહતા, મુંબઈ)

આતંકવાદી હૂમલાથી અનેક અમરનાથ યાત્રીઓ માર્યા ગયા... શિવજી ત્રીજું નેત્ર ક્યારે ખોલશે?

-એ નેત્રો ભારત સરકારે ખોલવાના હોય!
(મણીબેન પટેલ, ઊંટડી)

'સ્વચ્છતા અભિયાન'થી 'કૉંગ્રેસ' અને 'ઊકરડો' જેવા શબ્દો ભૂલાઈ જશે?

-બેમાંથી એક જ ભૂસો ને... અર્થ સચવાઈ જશે!
(ખુશ્બૂ માલવ મારૃ, રાજકોટ)

તમને, 'તમે' શું હોવાનું ગર્વ છે? સફળ હાસ્યલેખક, દેશભક્ત ભારતીય કે આદર્શ પતિ?

-ભારતીય હો, એમાં સફળ-બફળ કે આદર્શ-ફાદર્શ... બધું આવી ગયું.
(પૂજા એમ. વસ્તાણી, રાજકોટ)

શું અમદાવાદમાં દાળવડાં કે ચોળાફળીની લારીઓ ઉપર ગ્રાહકોને ટોકન લેવા પડે છે?

-આપણે થર્મલની નોકરી ચાલુ રાખો ને, ભ'ઈ!
(હરેશ બી. લાલવાણી, થર્મલ)

કાર્યક્રમના આયોજકોએ જ 'રાષ્ટ્રગીત' ગવડાવવાનો નિયમ પાળવો ન જોઈએ?

-નિયમ બનાવીને રાષ્ટ્રગીત ગવાય, એવું શું કામ? એ આપણા બ્લડમાં હોવું જોઈએ.
(રમેશ વલ્લભદાસ આશર, કાલાવડ)

લાંચ લેતા પકડાતા સરકારી કર્મચારીઓ જોઈને બીજા એમાંથી શીખતા કેમ નહિ હોય?

-શેખાદમ આબુવાલાનો અસરકારક શે'ર છે :
'લાંચ લેતે પકડા ગયા? ...લાંચ દે કે છુટ જા.'
(રક્ષિત વોરા, ગાંધીનગર)

કાશ્મિરમાં છેલ્લા ત્રણ વર્ષમાં યુધ્ધ વગર ૫૭૮-સૈનિકો શહીદ થયા... ૫૬'ની છાતીવાળા ક્યાં છે?

- એ શહીદો ૫૬'ની છાતીવાળા હતા, એમ સમજવું.
(ભાવુભા ઝાલા, ભાવનગર)

મગજ શરીરનું સૌથી મહત્ત્વનું અંગ છે, છતાં 'મગજમારી' કેમ?

-એમ તો આંખ પણ એટલું જ મહત્ત્વનું છે, છતાં 'આંખમારીઓ' થાય છે જ ને?
(નૈષધ દેરાશ્રી, જામનગર)

વિદેશી ભારતીયોને ગુજરાત આવવા મોદીજી જોરદાર ભાષણો આપે છે, પણ ગુજરાતની હાલત કેવી છે, એ તો તમે ય જોતા જ હશો ને?

-તમે બીજા રાજ્યોમાં ફર્યા હશો. સમગ્ર દેશમાં ગુજરાત જેવું સુંદર રાજ્ય બીજું એકે ય છે?
(બાબુભાઈ ભીખાપુરવાલા, ગોધરા)

કોમવાદ, આતંકવાદ, ત્રાસવાદ... તમે કયા વાદમાં માનો છો?

-અમદાવાદ.
(અનિલ દેસાઈ, નિયોલ-સુરત)
 

Post Comments