Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અગોચર વિશ્વ - દેવેશ મહેતા

સદ્-ચિદ્-આનંદરૃપ ભગવાન શ્રીકૃષ્ણ એટલે અસ્તિત્વનું પરમ સત્ય

કૃષ્ણ એટલે પરબ્રહ્મ. બ્રહ્મ નિર્ગુણ અને નિરાકાર છે એ સાથે સગુણ અને સાકાર પણ છે. એ સાકાર થવા છતાં પોતાનું નિર્ગુણપણું ધારણ કરી રાખી શકે છે

તું તારા ચર્મ-ચક્ષુ (સાધારણ નેત્ર)થી મારા વિશ્વરૃપના દર્શન નહીં કરી શકે એટલે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું, એ પછી તું એને જોઈ શકશે

'કૃષિર્ભૂવાચક : શબ્દો ણશ્ચ નિવૃતિવાચક: ।
તયોરૈક્યં પર બ્રહ્મ કૃષ્ણ ઈત્યભિધીયતે ।।

'કૃષ્' અસ્તિત્વવાચક શબ્દ છે અને 'ણ' આનંદવાચક શબ્દ છે. એ બન્નેના ઐક્યથી બનેલો 'કૃષ્ણ' શબ્દ પરબ્રહ્મ કહેવાય છે.' શ્રીગોપાલતાપિની ઉપનિષદમાં સમજાવાયેલો 'કૃષ્ણ' શબ્દનો આ અર્થ આપણને ભગવાન શ્રીકૃષ્ણનું વાસ્તવિક સ્વરૃપ બતાવે છે.

કૃષ્ણ એટલે અસ્તિત્વમાં વ્યાપેલો પરમ આનંદ. કૃષ્ણ એટલે પરબ્રહ્મ. બ્રહ્મ નિર્ગુણ અને નિરાકાર છે એ સાથે સગુણ અને સાકાર પણ છે. એ સાકાર થવા છતાં પોતાનું નિર્ગુણપણું ધારણ કરી રાખી શકે છે. જે છ પ્રકારના ભગ (દિવ્ય ગુણ) પૂર્ણપણે ધારણ કરતા હોય એને 'ભગવત (ભગવાળા)' કહેવાય.

ભગવતનું પ્રથમા વિભક્તિ એકવચનનું રૃપ ભગવાન થાય. આ છ ભગ કયા? એનું વર્ણન કરતા શ્રીમદ્ ભાગવત મહાપુરાણ કહે છે - 'ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશસ: શ્રિય: । જ્ઞાાન વૈરાગ્યયોશ્ચૈવ ષણ્ણાં ભગ ઈતીરણા ।। ઐશ્વર્ય, એ છ 'ભગ' જેનામાં પૂરેપૂરા બિરાજમાન હોય એમને 'ભગવાન' કહેવાય.

ભગવાન શ્રીકૃષ્ણને 'યોગેશ્વર' કહેવામાં આવે છે. કેટલીકવાર 'યોગેશ્વરેશ્વર' (યોગીઓના ઈશ્વર (શિવ)ના ઈશ્વર) પણ કહેવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણના પ્રાક્ટય પૂર્વે દેવોએ ગર્ભસ્તુતિ કરી છે એમાં તેઓ કહે છે -

'સત્યવ્રતં સત્યપરં ત્રિસત્યં સત્યસ્ય યોનિં નિહિતં ચ સત્યે ।
સત્યસ્ય સત્યમૃતસત્યનેત્રં સત્યાત્મકં ત્વાં શરણં પ્રપન્ના: ।।

સત્યરૃપ વ્રતવાળા, સત્યથી પ્રાપ્ત થતા, ત્રણે કાળમાં સત્યરૃપ, સત્ય (પંચમહાભૂત)ને ઉત્પન્ન કરી, તેમાં રહી, તેનો નાશ કરવા છતાં શેષરૃપે સત્ય તરીકે રહેનાર, સમદ્રષ્ટિ અને સત્યસ્વરૃપ આપને અમે શરણે આવીએ છીએ.'

'કૃષ્ણ' શબ્દની એક અન્ય પ્રકારે વ્યાખ્યા થાય છે - 'કૃષ્ કર્ષતિ ઈતિ કૃષ્ણ:' એટલે કે જે સર્વને પોતાના તરફ આકર્ષે છે તે કૃષ્ણ. શ્રીકૃષ્ણ એમના અલૌકિક આનંદમય સ્વરૃપ, સ્વભાવ અને ક્રિયાથી બધાને પોતાના તરફ આકર્ષે છે. શ્રીકૃષ્ણનું સ્વરૃપ આનંદમય છે, એમનો સ્વભાવ પ્રેમમય છે અને એમની ક્રિયા રસમધુર છે.

શ્રીકૃષ્ણને પણ આપણા તરફ આકર્ષવા માટે એકમાત્ર પ્રેમનું બળ જ કામ કરે છે. એકત્વ બોધ વિના પ્રેમ ઉદ્ભવતો નથી, પ્રેમ વિના આકર્ષણ થતું નથી અને આકર્ષણ વિના ક્યારેય સ્થિતિ થતી નથી. આ સિદ્ધાંત પ્રમાણે દરેક વસ્તુના પરમાણુ હમેશાં પોતાના મધ્ય કેન્દ્રમાં ફર્યા કરે છે અને ગુરુત્વાકર્ષણથી આ પ્રેમ સામર્થ્યનો મહિમા સિદ્ધ કરતા રહે છે.

આ રીતે સૂક્ષ્મ પરમાણુઓના પ્રેમને કારણે બૃહદ્ શક્તિ-કેન્દ્ર-બિંદુ એમને પોતાની તરફ આકર્ષિત કરીને પોતાની સાથે લઈને પરિભ્રમણ કરી રહ્યા છે. ચેતન જગતમાં પણ પ્રેમ વિના જીવન સંભવતું નથી. પ્રેમ વિના ઐક્ય થતું નથી, પ્રેમ વિના સુખ કે આનંદ કંઈ જ પ્રાપ્ત થતું નથી. આમ જડ-ચેતન બધું જ, આખુંય વિશ્વ એકમાત્ર પ્રેમના આધારે સ્થિતિ કરે છે, ટકી રહે છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અગિયારમો અધ્યાય 'વિશ્વરૃપ દર્શન' નામથી પ્રસિદ્ધ છે. આમાં ભગવાને પોતાનું સમષ્ટિ રૃપ સમજાવ્યું છે અને અર્જુનને પ્રત્યક્ષ બતાવ્યું પણ છે. છાંદોગ્ય ઉપનિષદ (૫-૧૮-૨)માં વૈશ્વાનર (વિશ્વવ્યાપી આત્મા)નું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે - 'આ પ્રકાશપૂર્ણ (આકાશ) એ વિશ્વવ્યાપી આત્માનું મસ્તક છે, વિશ્વરૃપ (સૂર્ય) એમનું નેત્ર છે, વિભિન્ન માર્ગોવાળો (વાયુ) એમનો પ્રાણ છે, વિસ્તૃત (આકાશ) એનો મધ્યદેહ (ધડ) છે, રયિ (જળ) એમનો બસ્તિ પ્રદેશ છે અને આધાર (પૃથ્વી) એમના પગ છે.' આમ, વ્યક્તિના દેહરૃપનું રૃપક આપી સમષ્ટિનો ખ્યાલ આપવામાં આવ્યો છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતાના અગિયારમા અધ્યાયમાં ભગવાન અર્જુનને કહે છે - તું તારા ચર્મ-ચક્ષુ (સાધારણ નેત્ર)થી મારા વિશ્વરૃપના દર્શન નહીં કરી શકે એટલે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું, એ પછી તું એને જોઈ શકશે. યોગેશ્વર શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનમાં પોતાના યોગ સામર્થ્યથી દિવ્ય દ્રષ્ટિ વિકસિત કરી એ પછી તે વિશ્વરૃપ દર્શન કરી શક્યો હતો.

યોનિમુદ્રામાં જેને પારિભાષિક રીતે કૂટસ્થ કહેવામાં આવે છે, યોગીપુરુષો આંતરિક સૂર્યના દર્શન કરે છે. યોનિમુદ્રાને 'દિવ્ય ચક્ષુ' પણ કહેવામાં આવે છે કેમકે તે ચર્મ-ચક્ષુ (સામાન્ય આંખ) જેવી દેખાય છે. પણ તે દિવ્ય ચક્ષુ આકાશ તત્ત્વથી બનેલા હોય છે અને એમાં ઉજ્જવળ પ્રકાશ દ્રશ્યમાન થાય છે.

એટલે એને અલંકારિક ભાષામાં 'સૂર્ય' કહેવામાં આવે છે. અર્જુનને આકાશમાં હજારો સૂર્ય ઊગી ગયા હોય એવો જે પ્રકાશ દેખાય છે તે આની જ વાત છે. છાંદોગ્ય ઉપનિષદ (૮-૧૨-૩) પણ કહે છે - 'આ રીતે આ સંપ્રસાદ (આત્મા) આ શરીરથી ઉપર ઉઠીને પરમ જ્યોતિનું રૃપ પ્રાપ્ત કરીને પોતાના સ્વરૃપમાં સ્થિત થઈને પ્રકટ થાય છે તેને ઉત્તમ પુરૃષ (Supreme Person) કહેવાય છે.

ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને સામાન્ય જ્ઞાનથી ઉપર ઉઠાવી આત્મ-જ્ઞાન કરાવ્યું અને એનાથી પણ ઉપર ઉઠાવી સમષ્ટિ જ્ઞાાન આપ્યું અને એનું પ્રત્યક્ષ કરાવ્યું. શ્રીમદ્ ભાગવતમાં પણ વર્ણન છે કે ભગવાને યશોદાને એકવાર બગાસુ ખાધું ત્યારે પોતાના મુખમાં અને બીજીવાર માટી ખાધી છે કે નહીં તે બતાવવા મોં ખોલ્યું ત્યારે આખા બ્રહ્માંડના અને જ્યોતિષ્યચક્રના દર્શન કરાવી દીધા હતા.

ભગવાન શ્રીકૃષ્ણનું 'સુદર્શન ચક્ર' એ 'સુપર કન્ડક્ટિવિટી'નું સૂચન કરે છે. ઘણી ધાતુઓમાં નીચા તાપમાને વિદ્યુત અવરોધે એવું દર્શાવે છે ધાતુની સૂક્ષ્મ તંતુજાળમાં નાભિથી દૂર સ્પંદિત થા ઈલેક્ટ્રોન યાદ્વચ્છિક રીતે (રેન્ડમલી) વેરવિખેર થાય છે. એમ છતાં અત્યંત નીચા તાપમાને (૪.૨ કેલ્વિન કે ૪૫૨ ફેરનહીટ હોય ત્યારે) આ અંધાધૂંધી ભરેલી ગતિ એક એવા અંતર્ગત ક્રમને પ્રકટ કરે છે જેમાં ઈલેક્ટ્રોન સામૂહિક રીતે એવી રીતે વર્તે છે જેથી કોઈ વિદ્યુત અવરોધ રહેતો નથી અને અતિવાહકતા (સુપર કન્ડક્ટિવિટી)ની સ્થિતિ પ્રકટ થાય છે.

જેમ શ્રીકૃષ્ણનું સુદર્શન ચક્ર સતત ગતિમય રહે છે. એને કોઈ અટકાવી શકતું નથી એમ અતિ વાહકતાની સ્થિતિમાં આવેલ વસ્તુ સતત ગતિ કર્યા કરે છે. સામાન્ય રીતે આપણે એવું જોઈએ છીએ કે ગતિમાં આવેલી વસ્તુ ધીમે ધીમે ધીરી પડે છે અને છેવટે અટકી જાય છે. કેમકે, તેને અવરોધ નડે છે. પરંતુ 'સુપર કન્ડક્ટિવ' દશામાં આવેલી બધિ વસ્તુ સતત ગતિમય જ રહે છે.

ભગવાન શ્રીકૃષ્ણ અને ગોપીઓનો રાસ પણ વૈજ્ઞાાનિક સત્યનું ઉદ્ધાટન કરે છે. સંસ્કૃતમાં ગો શબ્દનો અર્થ ઇન્દ્રિયો થાય છે. ઈન્દ્રિયોથી પ્રેમરસનું પાન કરે છે તે ગોપી. ઈન્દ્રિયોની બહુરૃપી વૃત્તિઓ મન કે આત્મા સાથે સંલગ્ન થાય તેમ ગોપીઓ શ્રીકૃષ્ણ તરફ ગતિ કરે છે. બે-બે ગોપીઓની સાથે એક કૃષ્ણ એવા પ્રકારથી રાસનું નૃત્ય થાય છે. પરમાણુની અંતર્ગત પ્રોટોન અને ન્યૂટ્રોનની આસપાસ પરિભ્રમણ કરતો ઈલેક્ટ્રોન પણ આ જ પ્રકારે ગતિ કે નર્તન કરતો જોવા મળે છે!
 

Post Comments