Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોરાઈઝન- ભવેન કચ્છી

મુખડા ક્યું દેખું દર્પણ મેં

''લટેયન્સના દિલ્હીમાં શાહી ઠાઠથી રહેતા કોંગ્રેસના નેતાઓ અંતરિયાળ ગામના સંનિષ્ઠ કાર્યકરની પીડા ક્યાંથી સમજે''

ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના મિડીયા સલાહકાર રહી ચૂકેલા સંજય બારુની કડક આલોચના

ઓમર અબ્દુલ્લાહની નિખાલસ અને વાસ્તવિક ચેતવણીમાં કેમ વિરોધ પક્ષોએ સૂર ના પૂરાવ્યો?

ડૉ.મનમોહનસિંહના મીડિયા સલાહકાર અને ''ધ એક્સિન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'' પુસ્તકના લેખક-રાજકીય વિશ્લેષક સંજય બારુએ ઉત્તર પ્રદેશમાં ભાજપની અસાધારણ જીત અને કોંગ્રેસના અકલ્પનીય રકાસ પછી તેના એક વિશ્લેષણમાં જણાવ્યું છે કે આ હદે કારમી હાર પછી પણ કોંગ્રેસના તેના એક મિત્ર અને રાજ્યસભાના સાંસદે ન્યૂઝ ચેનલ પરની ચર્ચામાં પરાજય પછી આઘાતજનક કોમેન્ટ કરી કે ''એમાં શું, રાજકારણમાં તો હાર જીત ચાલ્યા કરે... આપણે ત્યાં કહેવત છે ને કે આજે જે ચઢે છે તે કાલે પડશે અને આજે જે પડશે તે કાલે ચઢશે. બસ ભવિષ્યમાં અમે ચઢીશું અને બીજા પડશે... આજે પડવાનો વારો અમારો છે.''
સંજય બારુએ કોંગ્રેસના આવા નેતાને કડક ચીમકી આપતા વ્યંગ કર્યો છે કે માત્ર સત્તાના સંદર્ભમાં જ રાજનીતિ જોતા અને બ્રિટિશ આર્કિટેક્ટ લટેયન્સે ડિઝાઈન કરેલ દિલ્હીના બંગલામાં વર્ષોથી ઐય્યાસી ભોગવતા કોંગ્રેસના નેતાઓએ છેલ્લા પાંચ વર્ષો આવા ઈંતેજારમાં જ વીતાવ્યા છે. તેઓ કુદરતી ક્રમે ભાજપ સમયની સાથે જનમાનસ દ્વારા પરિવર્તનની અપેક્ષાએ ફેંકાઈ જાય અને તાસકમાં જ સત્તાની ધૂરા ગોઠવાઈ જાય તેના ખ્વાબમાં જ રાચેલા રહે છે. પણ ભારતના રાજ્યો અને તેઓના કોંગ્રેસના અદના સંનિષ્ઠ કાર્યકરો અને કેડરની મનોબળ ભાંગી પડેલી તેમજ શરમથી મોં ઝુકાવવું પડે તેવી દયનીય સ્થિતિ અંગે તેઓ ચિંતા કે ચિંતનજ નથી કરતા.

જમ્મુ અને કાશ્મીરના નેશનલ કોન્ફરન્સ પક્ષના નેતા ઓમર અબ્દુલ્લાની જેમ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વિચારી શકતા હોત તો? ઓમરે ડંકે કી ચોટ પર કહ્યું કે ઉત્તર પ્રદેશની ચૂંટણીનું પરિણામ એ માત્ર વમળો કે લહેર નથી પણ બીજેપીની ત્સુનામી કહી શકાય. ત્યાર પછી તેમણે ફેમસ ક્વૉટ કર્યું કે ''આ રીતના પરિણામો પરથી એવું જ ફલીત થાય છે કે ભારતના તમામ વર્ગોમાં સમાન રીતે સ્વીકાર્ય એવો કોઈ નેતા નથી જે મોદી કે ભાજપની સામે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ઉતારી શકાય. આ ધોરણે તો આપણે વિપક્ષોએ તો ૨૦૧૯ની ચૂંટણીને ભૂલી જઈને અત્યારથી જ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી માટે શુભ ફળની આશા રાખીને આયોજન કરવા માંડવું જોઈએ.''

જો કોંગ્રેસ તેમનું આત્મમંથન કરવા સાથે મોદી, અમિત શાહ અને ભાજપના કેડર બેઝ્ડ મેનેજમેન્ટની કૂનેહ તેમજ નિષ્ઠાને સ્વીકારીને કાઉન્ટર વ્યૂહ રચના યુધ્ધના ધોરણે નહીં અખત્યાર કરે તો ઓમર અબ્દુલ્લાહને મોટા માથાના રાજકીય વિશ્લેષણ તરીકે પણ આપણે સ્થાન આપવું જ રહ્યું. તમે હરિફોની તાકાત અને સંગઠનનો સ્વીકાર કરો તો જ વળતી સફળતા મેળવવા માટેની બાજી ગોઠવી શકો. મહાભારતના યુદ્ધ પૂર્વે અને દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણએ કેટકેટલી લીલાઓ બાળવયથી જ બતાવી હતી આમ છતાં કૌરવોને કૌરવો તરીકેનું કલંક લાગ્યું અને પડતી થઈ તેનું એકમાત્ર કારણ અહંકાર અને આત્મદર્શન ધરાર નહીં કરવાની વૃત્તિ હતી. તેઓ વિરાટ શ્રીકૃષ્ણના દૈવી કૌવત સામે એમ જ હાર્યા હોત તો તે એવી ઘટના નહોતી પણ તેઓએ શ્રીકૃષ્ણ તો માયાવી પુરુષ છે. શ્રીકૃષ્ણ અને પાંચ પાંડવોની તો અમારા જેવા સિઝન્ડ ધૂરંધરો સામે શું વિસાત... શ્રીકૃષ્ણ યુધ્ધમાં શસ્ત્રો નથી ધારણ કરવાના અને તેનો ઉપયોગ કરે તો પણ શું તેવી તુમાખી, બેફિકરાઈ તેઓને ભારે પડી ગઈ. કોઈપણ વિપક્ષનો પરાજય થઈ જ શકે પણ જો ભાવિ પરિણામ સુધારવું હોય તો મોદી, અમિત શાહ અને ભાજપના કાર્યકરો, કેડર, કમિટિનું ગ્રાસરૃટ સુધી પહોંચતું નેટવર્ક, શિસ્ત, સોશ્યલ એન્જિનિયરિંગ, સોશ્યલ નેટવર્કનો ઉપયોગ તેમજ ફંડા અને ફોર્મ્યુલાનો ખેલદિલી સાથે સ્વિકાર કરીને ખાસ નિર્ણયો અને દ્રષ્ટાની જેમ ભાવિ યોજના ઘડવી રહી.

આમ પણ પાંચ વર્ષથી કોંગ્રેસની લગાતાર પડતી થાય છે અને માની લો કે બીજા પાંચ વર્ષ થવાની છે તેમ માનીને કોંગ્રેસના સિનિયર કે મિડિયમ લેવલના નેતાઓ કેમ ખોંખારીને એવી ચર્ચા ના છેડી શકે કે ''જો કોંગ્રેસ એ નાવ હોય તો શું રાહુલ ગાંધી નાવમાં ભરાઈ જતું પાણી નથી ને? જે નાવને ડૂબાડે છે કે હાલકડોલક રાખે છે.'' ચર્ચા પછી ભલે ફરી રાહુલ ગાંધી અધ્યક્ષ બનતા. એક તરફ એવી હવા ફેલાતી રહે છે કે મોદી ભાજપના સરમુખત્યાર જેવા નેતા છે પણ રાહુલ ગાંધી માટે એક કોંગી નેતા કે કાર્યકરોનો સમૂહ પ્રશ્ન જ ના ખડો કરી શકે તે જોતા કોંગ્રેસમાં લોકશાહી પ્રવર્તે છે કે કેમ તેની વધુ શંકા થાય.

રાજકીય વર્તુળમાં તો એટલે સુધી ચર્ચા આગળ વધી ગઈ હતી કે જો ઉત્તર પ્રદેશમાં ભાજપનો કંગાળ દેખાવ થશે તો નોટબંધીથી માંડી મોદીની અન્ય નીતિઓ, કરિશ્મા હવે ઓસરી ગયો છે તેમ માની લઈને ભાજપ અને આરએસએસ હાઈકમાન્ડ ૨૦૧૯ની ચૂંટણી પૂર્વે કોઈ અન્ય ચહેરો ઉપવાવશે - આગળ કરશે. ભાજપ માટે નેતૃત્વ પરિવર્તનની વાત વિપરીત સંજોગોમાં અઢી વર્ષના શાસન પછી જ થઈ શકે પણ કોઈ રાજકીય વિશ્લેષક આટલી અને આ હદની નાલેશી તેમજ ભવિષ્યમાં બેઠા થવાની નહીંવત્ શક્યતા હોવા છતાં રાહુલ ગાંધી માટે કેમ પ્રશ્નાર્થ ખડો ના કરી શકે?

તેના ધરખમ ફોર્મથી ઘરઆંગણે વિજયની હારમાળા સર્જનાર ક્રિકેટ કેપ્ટન કોહલી હજુ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ હાર્યો અને બીજી ટેસ્ટમાં પણ હાર જેવી સ્થિતિ ત્રીજા દિવસે સર્જાઈ હતી તે સાથે જ ક્રિકેટ ચાહકો તેના પર માછલા ધોવા માંડયા હતા. કોઈ કંપની કે જોબમાં તમે નિષ્ફળ જાવ છો કે કલંક પહોંચાડો છો, તમારા સ્ટાફમાં ઉત્સાહનો સંચાર નથી કરી શકતા તો નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપો છો કે કંપની જ તમને પાણીચું પકડાવી દે છે. પણ અહીં કેપ્ટન રાહુલ ગાંધી રાજીનામુ આપવાની જગાએ ટીમમાં પરિવર્તન કરવાની અને ટીમને જવાબદાર ઠેરવવાની વાત કરે છે. પોતે રાજીનામાનું નાટક પણ કરે તો પાંચ-પંદર લટેયન બંગલામાં રહેતા અને જેમના તમામ કામોની પતાવટ થઈ જતી હોય છે તેવા નેતાઓ ''અરેરે... રાહુલજી યે આપ ક્યા કર રહે હૈ'' જેવી કાકલૂદી કરે છે અને પછી... ઓવર ટુ ડિબાકલ ઓફ નેક્સ્ટ ઈલેક્શન.'' ઘણી વખત કોંગ્રેસના તળિયાના કાર્યકરોને એવી શંકા પણ જાય છે કે કોંગ્રેસના ટોચના નેતાઓ તેમના કદની રૃએ સમાંતર મંત્રી, સાંસદ કે ધારાસભ્ય જેવો દબદબો ભોગવે જ છે. તેમની ફાઈલો મંજૂર કરાવી જ લે છે તો તેઓને હવે પગના તળિયા ઘસવાની આદત જ છુટી ગઈ છે. મોદીની લહેર અને હવે ત્સુનામી સામે શક્તિ વેડફવી તેના કરતા આ આંધીને શાંત થવા દો જેવી મિથ્યા ભ્રમણા અને ભાવિ સપનાઓમાં તેઓ રાચે છે.

કોંગ્રેસે એ ભુલવું ના જોઈએ કે વિશ્વના ઈતિહાસમાં એક જમાનાના લોખંડી મજબુતાઈ ધરાવતા રાજકીય પક્ષો કે વિચારધારા આધારીત પક્ષો સમય સાથે પરિવર્તનનો સ્વાંગ ધારણ નહીં કરી શકવાના લીધે નામશેષ થઈ ગયા છે. બ્રિટનમાં ૧૯મી સદીમાં પાંચ ટર્મ સત્તા સંભાળનાર લિબરલ પક્ષ એ હદે આત્મશ્રધ્ધા અને ઈજારાશાહીના મદમાં રહ્યો કે ક્રમશઃ ભૂંસાઈ ગયો. આજે બ્રિટનમાં કન્ઝર્વેટિવ અને લેબર બે જ મુખ્ય પક્ષો છે તે જ રીતે ચીન, રશિયા, જર્મનીની રાજકીય ઉથલપાથલ પણ બદલાતા જનમાનસની ક્રાંતિ છે. ટ્રમ્પના વિજયની અને બ્રિટન નાગરિકોનાં યુરોપિયન યુનિયનમાંથી બહાર થઈ જવાના જનમતની કોઈએ કલ્પના કરી હતી? બ્રાઝિલ, સાઉથ કોરિયા, આર્જેન્ટિનામાં સત્તા પરિવર્તન માટે લાખો નાગરિકો જાહેરમાર્ગ પર ઉતરી આવ્યા હતા. ભલે આમ આદમી પાર્ટીએ રાજકીય પગપેસારામાં એ હદે સફળતા નથી મેળવી તો પણ પાંચ વર્ષ પહેલાં કોઈએ કલ્પના કરી હતી કે ભારતમાં આ રીતે પણ અરવિંદ કેજરીવાલ એક મુખ્ય પ્લેયર તરીકે રાજકીય જંગમાં ઉતરી શકશે?

હવે કોંગ્રેસ સહિત તમામ વિરોધપક્ષોએ છાપેલા કાટલાછાપ રાજનીતિ કે ચૂંટણી નથી લડવાની કે જેમાં અગાઉની જેમ જ્ઞાાતિ-જાતિ-ધર્મ પ્રમાણે ઉમેદવારો ઉભા રાખી દેવાના રહેતા. કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં બૂરી રીતે પરાજય પછી પણ કુંભકર્ણ જેવી નિંદ્રા ધારણ કરી લીધી હતી. મોદીએ વિકાસને મુદ્દો બનાવ્યો. હિંદુ અને મધ્યમ વર્ગ, શ્રીમંતોની જગાએ ગરીબો અને નિમ્ન વર્ગના મધ્યમ વર્ગની તેઓની પાર્ટી છે તેવું ગીયર બદલી નાંખ્યું. 'સબ કા સાથ સબકા વિકાસ'નો મંત્ર આપ્યો. રાષ્ટ્રપ્રેમ અને નિર્માણ જનભાગીદારીથી થશે તેમ નારો લગાવીને નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ અને ભાવના જગાડી.

મજાની વાત એ છે કે કોંગ્રેસની જ યોજનાઓને નવા વાઘાં પહેરાવીને દેશના તમામ સ્તરે ઉત્કર્ષનું એલાન થયું. આમ છતાં કોંગ્રેસ કે રાહુલ તરફથી કોઈ જ આક્રમક વળતા તેવર જોવા ના મળ્યા.
એક કાંકરે કેટલા બધા પક્ષીઓ માર્યા ગયા તે જુઓ. અંદરખાનેથી મુલાયમ સિંઘ, માયાવતી, મમતા બેનર્જી અને લાલુ યાદવની વડાપ્રધાન બનવાની એવી પ્રબળ ઝંખના રહી છે કે તેઓમાંથી જે તે સમયે જેની તાકાત હોય તે મોરચા જેવું કંઈક બનાવીને લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં સામુહિક લડત આપવાની યોજના ધરાવતા હતા. કોઇ પણ હિસાબે ભાજપને સત્તાથી દૂર રાખવાની મહાગઠબંધન યાજના હાલ પુરતી ધુંધળી બની ગઇ છે. એવું લાગે છેહવે જનમાનસ બદલાઈ જ તા રાજકીય સ્તરે આવી યોજના આવકાર્ય નહીં  જ બને તેવું પણ તેઓ પામી ગયા છે. નીતિશકુમાર એકમાત્ર આદરણીય નેતા છે પણ તે મોદીની વિશાળ બની ગયેલી છબી સામે તેમની મર્યાદા જાણતા હોઈ ભાજપ જોડે સંધી કરી જ લેશે તેમ મનાય છે.

કોંગ્રેસ પાસે રાહુલનો વિકલ્પ પ્રિયંકા ગાંધી છે પણ પ્રિયંકા માઈક્રોફોન પકડવાની પ્રેક્ટિસ કરતા ''હેલો માઈક ટેસ્ટિંગ'' કહેશે ત્યાં જ વાડરાની ફાઈલો ઉછળી શકે તેમ છે. કોંગ્રેસ એ ગાંધી વારસોની જ મિલકત છે તેવા પ્રચાર ભાજપ જોરશોરથી કરશે. ઉત્તર પ્રદેશની કરારી હાર બાદ મુલાયમ સિંઘ અને માયાવતી તેમના રાજ્યમાં પુનઃ અસ્તિત્વ બેઠું કરવામાં જ લાગી જશે. તેઓ રાષ્ટ્રીય નેતા બનવાના દિવાસ્વપ્ન જોતા હતા તે ભ્રમને તો પાતાળમાં ધરબાઈ જાય તે હદે ફટકો પહોંચ્યો છે.

અખિલેશને જો ઉત્તર પ્રદેશમાં જોરદાર સફળતા મળી હોત તો તેને રાષ્ટ્રીય નેતા બનવાના કોડ હોય જ. એક વર્ગે તો એટલે સુધી મંતવ્ય આપવા માંડેલું  કે રાહુલ ગાંધી કરતા અખિલેશ યાદવ ભાજપને આગળ જતા ભૂ પાઈ શકે. પણ હવે તે પણ આ રેસમાંથી બહાર થઈ ગયો છે. મમતા બેનર્જી અને લાલુ યાદવનું રાજકારણ પણ ન્યુ ઇન્ડિયાના ફોર્મેટને બંધ બેસતું નથી.
આગામી રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે જે તે રાજ્યોમાં જ કોંગ્રેસની નેતાગીરી, કાર્યકરોમાં સંતુલન-આત્મ વિશ્વાસનો સંચાર નથી.

માત્ર આરોપો મુકવાની જગાએ રચનાત્મક રીતે ''અમે શું આપીશું કે કરીશું'' તેવો રોડમેપ બનાવવો પડશે.
દેશના કહેવાતા બૌધ્ધિકો, વિશ્લેષકો, પોલ એક્ઝિટના ફાંકેબાજો, ન્યૂઝ ચેનલ પર ટેકનોલોજીના સહારે શુટ બુટ પહેરીને ગ્રાફિક અને સ્વિંગ બતાવીને બડી બડી વાતો કરનારાઓ તેમજ એનજીઓ ટાઈપ પીડીતો કે જેઓ મેટ્રો શહેરોમાં એસીની ઠંડક ખાતા, કોફીના ઘૂંટ લેતા, ન્યૂઝ ચેનલોના સ્ટુડિયોમાં ચર્ચા કરતા હોય છે તેઓ ગ્રાઉન્ડ લેવલની વાસ્તવિકતામાં ફીફા ખાંડતા હતા તેમ પૂરવાર થયું છે.

Post Comments