Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોરાઈઝન - ભવેન કચ્છી

જસ્ટિન બિબર કી સવારી આ રહી હૈ

૨૩ વર્ષનો ટીન એજ પોપ સેન્સેશન જસ્ટિન બિબરને સત્કારવા મુંબઈ સજ્જ ઃ જેના ૧૦ કરોડ આલબમ વેચાઈ ચૂક્યા છે તેવા બિબરનો ક્રેઝ કેવો છે જાણો છો?

'ડેડી, ગમે તે કરો બિબરના પર્ફોર્મન્સની ટિકિટ લાવી આપો'ઃશાહરૃખ ખાન, ઋતિક, અક્ષય, બોની કપુરથી માંડી સચિન અને કોર્પોરેટ સેલિબ્રીટી બિબરના શૉથી પરેશાન

મમ્મીએ તેના ૧૪ વર્ષના પુત્ર બિબરના ગીતોને રેકોર્ડ કરીને 'યુ ટયુબ' પર મુકેલા અને ઈતિહાસ સર્જાયો!

જેની એક ઝલક જોવા માટે ચાહકો તેમના નિવાસસ્થાનની બહાર આખી રાત્રિ ઊભા રહેતો હોય છે તેવા ફિલ્મ સ્ટારોએ છેલ્લા દિવસોમાં ભાગ્યે જ કલ્પના કરી હોય તેવી સ્થિતિમાંથી પસાર થવું પડયું છે. શાહરૃખ ખાન, ઋતિક રોશન, સલમાન, અક્ષય કુમાર, શ્રીદેવી જેવા સ્ટાર્સ અને કોર્પોરેટ સેલિબ્રિટીઓ મનોમન ગુસ્સો ઠાલવતા હશે કે ''આ જસ્ટિન બિબર તો લોહી પી ગયો.''

જી હા, ટીનએજ પોપ સેન્સેશન બિબરનો આગામી ૧૦ મેના રોજ મુંબઈમાં શૉ છે. શાહરૃખ ખાન સહિતના મુંબઈના 'એ' કેટેગરીના સેલિબ્રિટીને તો કપલ પાસ મળ્યા પણ ટીન એજરો માટે બિબર શું ચીજ છે તેની અંબાણી અને બોની કપુરને એટલી પીચ ના પડે.

શાહરૃખ ખાનનો પુત્ર આર્યન કે અમિતાભની દોહિત્રી નાન્યા નવેલી જેવા સેલિબ્રીટી કિડ્સે રીતસરના ધમપછાડા કર્યા હતા કે અમે અમારા ફ્રેન્ડસ સહિત બિબરના શૉમાં જઈ શકીએ તેટલી ટિકીટ, પાસ જે પણ હોય તે લાવી આપો. એવું કહેવાય છે કે આયોજકની એવી હાલત થઈ છે કે બિબરના શૉની રૃ. પાંચ હજારથી રૃ. પંદર હજારની કે તેના કરતા પણ મોંઘી ડોનર્સ સીટ પણ ભરાઈ ચૂકી છે.

તમે મહારાષ્ટ્રના ટોચના નેતા, શાહરૃખ, તેંડુલકર કે કોર્પોરેટ હસ્તીને વધુ એન્ટ્રી માટે ના પાડો એવું કલ્પી શકો? 'શાહરૃખ બાબા માફ કરના...!' મુંબઈના ટીન એજરોને રોષ એ વાતનો હશે કે બિબરના અમે ફેન છીએ છતાં મહત્તમ પ્રેક્ષકો અમારા વાલીઓની વયના હોઈ શકે કેમ કે બિબરના શૉમાં જવું તે એક 'સ્ટેટસ' મનાય છે. કેનેડાના ૨૩ વર્ષના બિબરનો ભારતના મેટ્રો અને મીની મેટ્રોમાં ગજબનો ક્રેઝ છે. બિબર ભારતની સફરે? તેવું વિચારતા જ તેના ચાહકો 'એન્કઝાયટી ડિસઓર્ડર'ના દર્દી બની ગયા છે.

બિબર વિશે લખવાનું એક કારણ એ છે કે જેમ તમે માઈકલ જેક્સન કે મેડોના વિશે જાણો છો તેમ આધુનિક વિશ્વના જાગ્રત નાગરિક તરીકે તમને જેમ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને સાઉથ કોરિયાના સરમુખત્યાર કિંમ જોંગ ઉન છે અને ફેસબુકનો સ્થાપક માર્ક ઝકરબર્ગ છે તેની જાણકારી છે તેમ વિશ્વના ટોચના પોપ સિંગર અને વિશેષ કરીને ટીન એજરોમાં (ખરેખર તો ૧૩ થી ૨૫ વર્ષના વયજુથમાં) બીબરનો દબદબો છે તે જાણકારી હોવી જોઇએ. જેમ હેરી પોટર કાલ્પનિક છતાં જાણે જીવંત હોય તેમ ટીનેજરોમાં લેજન્ડ સ્થાન મેળવી ચૂક્યો છે તેમ જસ્ટિન બિબર જીવંત દંતકથા સમાન (લિવિંગ લેજન્ડ) છે.

સોશ્યલ નેટવર્કમાં કેટી પેરી પછી બિબર સાડા નવ કરોડથી વધુ ફોલોઅર્સ સાથે વિશ્વનો તમામ ક્ષેત્રોની હસ્તીઓમાં બીજા ક્રમે છે.

અમેરિકા, યુરોપ કે આફ્રિકામાં આ ઉપરાંત એવા તો બિબરના કેટલાયે ગુ્રપો છે જેના મેમ્બર્સની સંખ્યા હજારોમાં છે. માઈકલ જેક્સન પછી હાલ 'બિબર મેનિયા' ચાલે છે. જેક્સન, મેડોના, લેડી ગાગા કે વર્તમાન નંબર વન એડલે, પેરી જેવા ટ્વેન્ટીસથી થર્ટીસ એઈજ ગુ્રપમાં છવાયેલા રહ્યા હતા. બિબર સૌપ્રથમ એવો પોપ સિંગર છે જેણે ટીન એજરોમાં મોહિની છાંટી છે.

એ તો ભારતમાં તેનો પરિચય આપવાનો અવસર છેક હાલ તેનું પ્રથમ વખત આગમન થવાનું હોઈ સાંપડયો છે. હાલ તે ૨૩ વર્ષનો છે આવો જ દૂબદબો અને ક્રેઝ છેલ્લા

આઠ વર્ષથી એટલે કે તેની ૧૫ વર્ષની વયથી ભોગવે છે. જે બાળકો કે યુવાનોમાં કંઈક આગવી ટેલેન્ડ છે તેને હવે વિશ્વ સરહદના સીમાડા ફાડીને ખોળવા તૈયાર છે... બિબરનું ઉદાહરણ પ્રત્યેક આવી પ્રતિભા અને વાલીઓએ કેસ સ્ટડી તરીકે લેવું જોઈએ.

૨૦૦૮માં બિબરની માતા પાટ્રીસીયા મોલેટ્ટેએ બિબરે લખેલા અને એમ જ શોખથી ગાયેલા ગીતોનું રેકોર્ડિંગ 'યુ ટયુબ'માં મુક્યું હતું. તે વખતે બિબરની વય માંડ ૧૪ વર્ષની હતી. તમે જે 'યુ ટયુબ' પર તમારી વિડિયો મુકતા હો છો તેના પર દેશ-વિદેશના ટેલેન્ટ મેનેજર નજર ફેંકતા હોય છે. આવા જ ટેલેન્ટ મેનેજર સ્કુનર બ્રોઉને બિબરને યુ ટયુબ પર સાંભળ્યો.

બિબરને ડેમો રેકોર્ડિંગ માટે ઓન્ટારિયો, કેનેડાથી અમેરિકાના એટલાન્ટા લઈ જવાયો જ્યાં પોપ લેજન્ડ અશર રેનોલ્ડ્સ અને બ્રોઉને મળીને શરૃ કરેલી રેમન્ડ બ્રોઉન મીડિયા ગુ્રપે (આરબીએમજી) બિબરને કરારબધ્ધ કર્યો. કંપનીને લાગ્યું કે ટીનએજ સિંગર દ્વારા ટીન એજ માર્કેટ હજુ ક્યારેય કોઈએ કલ્પ્યું નથી. બિબર માત્ર ગાયક જ નથી પણ ટીન એજ મૂડ, મિજાજ, બંડ, અપેક્ષા, ફેમ, આકર્ષણને આવરતા જે ગીતો લખે છે તે વર્તમાન ટીન એજ સમુદાયને પોતાનો અવાજ લાગે છે.

એ વખતે બન્યું હતું એવું કે જસ્ટિન ટિમ્બરલેકને પણ યુ ટયુબ પરથી બિબરના ગીતો સાંભળીને તેને કરારબદ્ધ કરવો હતો પણ તેના માટે મોડુ પુરવાર થયું. બિબરને કેવો આવકાર મળશે તેનું પરીક્ષણ કરવા તેની કંપનીએ પહેલા તેની પાસે 'વન ટાઈમ' શિર્ષક ધરાવતું એક જ ગીત કેનેડાના રેડિયોમાં કરાવ્યું અને તેને પોપ ગીતોના કાર્યક્રમમાં પ્રવેશ અપાવ્યો. ટોપ-૧૦૦ પોપ ગીતોમાં બિબરનું ગીત ૧૨મા ક્રમે અને તે પછી અમેરિકામાં બિલબોર્ડ હોટ-૧૦૦માં ૧૭મા ક્રમે રહેતા બિબર અંગે ટોચના પોપ સિંગર, મ્યુઝિક કંપનીઓ અને શ્રોતાઓ ઉત્સુકતા બતાવવા માંડયા.

અમેરિકા, કેનેડા, સાઉથ અમેરિકા, યુરોપ ઉપરાંત, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ સુધી તેની ચાહના વધતા તરત જ બીજુ એક ગીત 'વન લેસ લોન્લી ગર્લ' રેડિયોમાં મુકાયું. તે પણ હીટ નીવડયું.

બિબરે અત્યાર સુધીમાં માય વર્લ્ડ ૨.૦, અન્ડર ધ માઈલસ્ટોન, બિલિવ, પર્પસ એમ ચાર આલબમ આપ્યા છે. જે તમામ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડમાં નંબર વન અને ડેન્માર્ક, ફ્રાંસ, જર્મની, સ્વીડન, બ્રિટનમાં ટોપ ટ્વેન્ટીમાં રહ્યા છે. આ ઉપરાંત તેણે કમ્પાઈલેશન અને રીમિક્સ આલબમ પણ બહાર પાડયા છે. તેણે ૩૪ સિંગલ ગીતને માત્ર રેડિયો રેકોર્ડિંગ માટે અલગથી કંઠ આપ્યો છે જે પણ ટોપ પર રહ્યા છે. તે તમામ ગીતો જાતે જ લખે છે. તેના આલબમના અત્યાર સુધી ૧૦ કરોડ નંગ વેચાઈ ચૂક્યા છે.

આમ તો ધ બિટલ્સ અને એલ્વિસ પ્રિસ્લેના આલબમની ૨૭ કરોડ નકલ, એલ્વિસ પ્રિસ્લે ૨૧ કરોડ, જેક્સન ૧૮ કરોડથી માંડી પિંક ફ્લોઈડના આલબમની ૧૨ કરોડ નકલ વેચાઈ છે. પણ આ પોપ સ્ટાર ઉપરાંત મેડોના, એલ્ટન જ્હોન, લેડ ઝેપેલીનની કારકિર્દી સરેરાશ ૨૫ થી ૩૫ વર્ષ રહી છે ત્યારે તેઓ ૧૦ કરોડના આંકને વટાવી શક્યા જ્યારે બિબર માત્ર ૧૫ થી ૨૩ વર્ષની વયમાં જ ૧૦ કરોડના આંકને આંબી ગયો છે. બિબરના નામે મ્યુઝિક કન્સર્ટના ૧૪ જેટલા ગિનેસ બુકના વર્લ્ડ રેકોર્ડ છે. ઓબામાથી માંડી ક્વીન એલિઝાબેથના આમંત્રણથી બિબરે શૉ રજુ કર્યા છે.

હવે તે તેના વૈશ્વિક ચેરીટી પ્રોજેક્ટ 'પર્પસ' અંતર્ગત વર્લ્ડ ટુર કરી રહ્યો છે તે ચેરીટી ફંડ ઉભુ કરીને વોરેન બફેટ અને બિલ ગેટ્સના 'ગિવિંગ પ્લેજ' ટ્રસ્ટમાં ફંડ આપવાની યોજના ધરાવે છે. બિબર તેના શો અગાઉ બે દિવસ ભારતમાં રોકાવાનું પણ આયોજન કરી ચૂકયો છે.

'બિબર મેનિયા' : બિબરના ચાહકો એકબીજાને મોતની ધમકી આપે છે
જસ્ટિન બિબરનો ટીન એજરોમાં ક્રેઝ એ હદે છે કે હવે મનોચિકિત્સકો 'બિબર મેનિયા' નામના રોગની સારવાર કરવા માંડયા છે. ટીન એજરોએ કઈ હેર સ્ટાઈલ રાખવી, કેવા ટી-શર્ટસ કે એસેસરીઝ અપનાવી તે બિબર નક્કી કરે છે. બિબર જોડે જે ચાહકો તસવીર ખેંચવામાં સફળ થાય છે તેઓને કોઈ માનવા તૈયાર નથી કેમકે બિબરના ફોટાની બાજુમાં પોતાનો ફોટો મોર્ફ કરીને વિશ્વમાં લાખો ચાહકો એવા છે જેઓ મનોબિમારી હેઠળ ભ્રમ સેવે છે કે તેઓ બિબર જોડે ફોટો ધરાવે છે.

જેઓએ ખરેખર બિબર જોડે ફોટો ખેંચાવ્યો છે તેઓએ બિબર જોડે તેના હાથનો કે વાળનો સ્પર્શ થયો હોય તો તેની હાથની ચામડી કે વાળને કાપીને સંગ્રહી રાખ્યા છે. બિબરે જ્યાં જ્યાં પગલા પાડયા છે ત્યાં ચાહકો સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને તે ધરતીને ચૂમે છે તે જગાની સેલ્ફી પાડે છે. બિબરના શૉની ટિકિટ ફ્રેમમાં મઢીને રાખવામાં આવે છે. ઘણી મધ્યમ વયજૂથની મહિલા તેને પુત્ર માને છે. એવી વિકૃત છોકરીઓ પણ છે જેઓ પોતે નગ્ન થઈને ફોટા પાડે છે જેમાં બિબરનો કટઆઉટ ફોટો જાણે તેની જોડે ઉભા રહીને સેક્સ કરતો હોય.

બિબર ફેન ક્લબ નિયમિત રીતે સાથે બેસીને ગીતો સાંભળે છે. લાખો ટીન એજરોના રૃમ કે હોસ્ટેલમાં બિબરના વોલપેપર ચીપકાવેલા હશે. બિબર જે પરફ્યુમ કે કોસ્મેટિક્સનો બ્રાન્ડ એમ્બેસેડર છે તે માર્કેટમાં નંબર વન છે.

બિબરને લીધે એક નવું જ ટીનએજ માર્કેટ આકાર પામ્યું છે.
બિબરના પ્રત્યેક પર્ફોર્મન્સ અગાઉ અને દરમિયાન તેના ચાહકોનો જ ઉન્માદ અને ક્રેઝ જોવા મળે છે તેની ફિલ્મ 'બિબર મેનિયા'ના નામે આઈએમડીબી અને 'ટાઈમ' બહાર પાડે છે. બિબર જે હોટેલમાં રહેતો હોય છે તેની બહાર ૨૪ કલાક તેના ચાહકો ઉભા રહે છે. તેઓ એમ વિચારીને ધન્યતા અનુભવે છે કે જ્યાં બિબર છે તેની નજીક અમે છીએ.

નોર્વેના ઓસ્લોમાં બિબરના લાખો ચાહકોએ તેની હોટેલ નજીક હંગામો કરતા પોલીસે શહેરમાં કટોકટી જહેર કરવી પડી હતી. 'બિબર મેનિયા' ઉપરાંત બીજો એક શબ્દ 'બિલિબર્સ' છે. બિબરને માનનારા એટલે 'બિલિવર્સ' નહીં પણ 'બિલિબર્સ'!

બિબરની જે પણ ગર્લફ્રેન્ડ જોડે વાત ઉડે તે ગર્લફ્રેન્ડને વિશ્વમાંથી મોતની હજારો ધમકીઓ મળે છે તેવું જ કોઈ તેનું નામ બિબર રાખે તો તેના પર વીતે છે. તેના ચાહકો પણ અરસપરસ એકબીજાને ધમકી આપે છે. હવે તો ટ્વિટર પર જસ્ટિન બિબર ઈમોજી પણ ડાઉનલોડ કરી શકાય તેમ છે! જસ્ટિન બિબરના ગાલ પર ટેટ્ટુ ચિતરાવનારાઓ પણ હજારોમાં છે.

તેવી જ રીતે બિબરનો પેન્સિલથી જાતે સ્કેચ દોરવાનો એક હુન્નર ટિન એજરોમાં વિકસ્યો છે. બિબરે જ્યાં શૉ કર્યો હોય ત્યાં ઘણા પારદર્શક બોટલ ખુલ્લી રાખીને શૉ માણે છે. શૉ પૂરો થતા તે બોટલ બંધ કરીને કાયમ માટે સાચવી રાખે છે. આ એ ખાલી બોટલ છે જે ભૂમિમાં બિબરે બહાર કાઢેલો શ્વાસ છે!

'બિબર મેનિયા'થી પીડાતા એવા ટિન એજરો છે જેઓ ૭૦,૦૦૦ ડોલર ખર્ચીને તેના જેવા દેખાવાની કોસ્મેટિક સર્જરી કરાવે છે.

કેટલીયે છોકરીઓ તેમની જાતે જ બિબરે લખ્યો હોય તેવો 'લવ લેટર' લખે છે.
હવે ભારતનાં મેટ્રો શહેરોમાં 'બિબર મેનિયા'ની શરૃઆત થઈ ચૂકી છે.

Post Comments