Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હું, શાણી અને શકરાભાઈ -પ્રિયદર્શી

પ્રોફેસર પ્યારેલાલની ભૂલભૂલામણી (૨)

'મારા જેવો ભુલકણો ?' પ્રોફેસર પ્યારેલાલે શોભનાની ટકોરનો જવાબ આપ્યો. શોભનાએ સાચવી રહીને બાળક રોશનને પ્રોફેસરના હાથમાં મુકવા માંડયો

પ્રોફેસર પ્યારેલાલ લિફ્ટ પાસે એક ભાઈએ આપેલી માહિતી મુજબ ફ્લેટના ૬ઠ્ઠે માળે પહોંચી ગયા. પણ ૬ઠ્ઠા માળે શુભદાનો ક્યા નંબરનો રૃમ તે વળી પાછું કોને પૂછવું ? લોબીમાં એ આમથી તેમ આંટા મારતા રહ્યા. કોઈ ત્યાં ફરતું મળી જાય એવી આશામાં ત્રણેક વાર લોબીમાં આવણ જાવણ કરી. એમની મુંઝવણ વધતી જતી હતી. કોઈ અચાનક આવી ચડે અને આંટા મારતા જુએ તો ? શું ધારે ?
એ પાછા નીચે ઉતરીને ફેરતપાસનો વિચાર કરતા હતા તેવામાં લિફ્ટમાંથી કોઈ બહેન બહાર આવ્યાં.
બહેનો માયાળુ હોય છે એવી પાકી પ્રતીતિ પ્યારેલાલને હતી. એ ઝટપટ બહેન તરફ ઘસ્યા તે જોઈને પેલાં બહેન પણ મુંઝાઈને જરા પાછાં હટયા. પ્રોફેસર પ્યારેલાલે 'જેસીકૃષ્ણ' કહ્યું એટલે પેલા બહેનને જરાક હાશ થઈ. 'કોનું કામ છે ?' બહેને પૂછ્યું.

'શુભદાબહેનનું. મને છઠ્ઠા માળનું સરનામું આપ્યું છે, પણ ફલેટનો નંબર મને યાદ નથી. તમે એમને જાણતા હો તો મને મદદ કરી શકો ? હું ખૂબ આભારી થઈશ.'
બહેને જરા વિચાર કરતાં કહ્યું:'એક બહેન આ ફલેટ પર પાંચમાં કે સાતમાં રૃમમાં રહે છે એવી મારી અટકળ છે. હું ચોક્કસ કહી શકતી નથી. પણ તમે એ બે રૃમમાં તપાસ કરો.'
પ્રોફેસર પ્યારેલાલે નમ્રતાથી ધન્યવાદ કહ્યાં. મને પાંચમો કે સાતમો - એ બે રૃમમાંથી કયા રૃમમાં શુભદા રહેતી હશે તેની અટકળ કરતાં પાંચમા રૃમ પર 'નસીબ' અજમાવ્યું. રૃમનો બેલ વાગતાં જ બંધ જાળીમાંથી એક મોટો રૃંવાટીવાળો ડાઘિયો કૂતરો હાઉં હાઉં કરતો ધસ્યો. જાળી બંધ હતી પણ ગભરાટથી પ્રોફેસર પ્યારેલાલ બેત્રણ ડગલાં પાછા હટી ગયા.

એક મેડમ તોરમાં બહાર આવ્યાં. ધમકીના ટોનમાં જ પૂછ્યું:'કૌન હો ? કિસકા કામ હૈ ? ડોરબેલ ક્યું લગાયા ?'
મેડમે તો હિંદીમાં એમને ઝાપટવા માંડયા. પ્રોફેસર પ્યારેલાલ ગભરાટથી અને પરસેવે પરેશાન થઈ ગયા.
બે હાથ જોડીને ક્ષમા માગતાં કહે:'મેડમ ! માફ કીજિયે. મૈં એક બહેન શુભદા બહેનકી તલાશમેં હૂં. ભૂલભૂલમાં - ગેરસમજથી આપના રૃમનો બેલ વાગી ગયો.'

પેલા મેડમની વાગ્ધારા હજી ચાલુ હતી. એટલામાં સામેના રૃમમાંથી કોઈ આધેડ વયનાં બહેન એમને ત્યાં આવેલા એક ભાઈને વળાવવા આવ્યાં હશે તેમણે બારણું ખોલ્યું. એ ભાઈને 'બાય' કરતાં અચાનક જ તેમની નજર પ્રોફેસર પ્યારેલાલ પર પડી. એ ઘડીભર અજાયબીથી જોઈ રહ્યાં. પળમાં ઓળખી લીધા અને બોલી પડયાં. 'અરે સર ! તમે અહીં ક્યાંથી ?' પ્રોફેસર પ્યારેલાલને તો એવી હાશ થઈ ગઈ ! પેલાં હિંદી ભાષી મેડમના મિજાજના પડઘા હજી ખાસ શમ્યા નહોતા. એમણે પૂછ્યું:'બહેન ! સોરી ! પણ તમે... તમે કોણ ? ઓળખાણ પડી નહિ.'

બહેન મુક્ત હાસ્ય કરતાં કહે:'અરે, પ્રોફેસર સાહેબ હજી એવા ને એવા જ ભુલકણા રહ્યા. હું તમારા વર્ગની તોફાની ગણાતી વિદ્યાર્થીની શોભના... શોભના ત્રિવેદી...' 'શોભના ત્રિવેદી ?' હજી પ્રોફેસરના મગજમાં ગૂંચવાડો હતો એ સ્મૃતિ સંકોરવા માંડયા. શોભના ? શોભના ત્રિવેદી. 'હજી મને ના ઓળખી ? ફિશપોન્ડમાં મેં તમને ચશ્મા રાખવાનું ઘર આપ્યું હતું. વારંવાર તમે ચશ્મા ભૂલી જતાં હતાં... !' 'હાં... હાં... ' પ્રોફેસર પ્યારેલાલ ખુશીથી ઝૂમી ઊઠયા. 'યાદ આવ્યું બરાબર. તમારું ફિશપોન્ડ એપ્રિશિયેટ થયું હતું.'
'પણ સર ! બહાર ક્યાં સુધી ઊભા રહેશો ?' આવો અંદર... કેટલાં વર્ષે તમને જોયા. હું બહુ ખુશ ખુશ થઈ ગઈ. સર મારે ઘેર ?

પ્રોફેસર પ્યારેલાલ ગૂંચવાયા. એમને શુભદાને ઘેર એના જન્મદિવસની પાર્ટીમાં ખાસ આમંત્રણ હતું.
એમણે આનાકાની કરવા માંડી પણ શોભનાએ તો એમને ઘેરી જ લીધા. અને અંદર બૂમ મારી. 'મમ્મી ! મમ્મી !' શોભનાની મમ્મી ઝડપથી આવી. શોભનાએ ઓળખાણ આપી:'મમ્મી ! આ મારા ખાસ ફેવરિટ પ્રોફેસર પ્યારેલાલ.' હસતાં હસતાં કહે હું એમને કલાસમાં બહુ પજવતી હતી.

પ્રોફેસર પ્યારેલાલ હસી પડયાં. 'હવે મને બરાબર યાદ આવી ગયું.' શોભનાની મમ્મી એમને નમસ્કાર કરી આગ્રહપૂર્વક રૃમમાં ખેંચી ગઈ. શોભના ઝૂમી ઊઠી હતી. 'સર ! એમ બારોબાર ભાગી જવું હતું ? કેટલાં વર્ષે મળ્યા ?' પ્રોફેસર પ્યારેલાલ કહે:'કેટલીય વિદ્યાર્થિનીઓ મારા વર્ગમાં આવી ગઈ. મને કેટલી યાદ રહે ?'
તમને તો કશું યાદ રહેતું નહોતું. માત્ર સંસ્કૃતના 'મેઘદૂત'ના શ્લોકો યાદ રહેતા હતા. એણે મેઘદૂત પુસ્તક પ્રત્યે પ્રોફેસરનો અત્યંત લગાવ યાદ કર્યો.

એમની વાતો ચાલતી હતી ત્યાં બીજા રૃમમાંથી બાળકના રડવાનો અવાજ સંભળાયો.
પ્રોફેસરને જિજ્ઞાાસા થાય તે પહેલાં જ શોભના બોલી:'સર, મારું બેબી છે. કેટલાક વર્ષ રાહ જોવડાવીને ભાઈસાહેબ પધાર્યા.'
'દીકરો છે ?' હા. શોભનાની મમ્મીએ કહ્યું:રોશન... અમારે સંતાનની ખોટ હતી. ભગવાને, અમને માગ્યું આપ્યું. દીકરો આપ્યો.'

પ્રોફેસર પ્યારેલાલ વિચારવા લાગ્યા:'હજી... હજી સ્ત્રીઓમાં દીકરા માટેની ઘેલછા ઘટી નથી !'
હા, હવે દીકરી પણ પથરો નથી કહેવાતી. નવી પેઢીના લોકોને દીકરી ગમે છે. એના ગીત ગવાય છે કે દીકરી વહાલનો દરિયો. પ્રોફેસરને આ ગીત પસંદ નહોતું. દરિયો તો ખારો હોય, ઉછાંછળો હોય, ગમે ત્યાં ફંગોળી દે. પણ દીકરી તો વહાલની સરિતા. મીઠાં જળ પિવડાવે પગ પખાળે, થાક પકાવે. ધીમે ધીમે સહુને પ્રસન્ન કરતી વહેતી રહે.

'સર, કેમ ધ્યાનમાં ઉતરી ગયા ?' શોભનાએ ટકોર કરી.
'ના, ના કશું નહિં. દીકરો કુળદીપક કહેવાય.'
પ્યારેલાલે વાત ફેરવી લીધી. શોભનાની મમ્મી એમના કુળદીપકને લઈ આવી.
શોભના કહે:'સર! એના માથા પર હાથ મૂકો. એ તમારા જેવો થાય...'
'મારા જેવો ભુલકણો ?' પ્રોફેસર પ્યારેલાલે શોભનાની ટકોરનો જવાબ આપ્યો. શોભનાએ સાચવી રહીને બાળક રોશનને પ્રોફેસરના હાથમાં મુકવા માંડયો.

પ્યારેલાલ ખરેખર ગભરાયા. બાળકોને ઉંચકવાની એમનામાં જરાય આવડત નહોતી. એમના પોતાનાં બાળકોને ય ક્યારેક નાછૂટકે ઊંચક્યા હતા. પણ શોભનાએ પ્રોફેસરના આશીર્વાદ રોશનને મળે એવી 'દાનત'થી રોશન એમને વળગાડી દીધો.

પ્રોફેસરે પોટલું ઉંચકતા હોય તેમ એને જરા ખભા પર લીધો અને એ સાથે જ રોશને પી પી કરી.
'હાય હાય' શોભના અને મમ્મી બંને એક સાથે જ બોલી પડયાં. પ્રોફેસર સાહેબને પલાળી દીધા ? તોફાની !'
પ્રોફેસર પ્યારેલાલને શોભનાએ નેપકિન આપ્યું. પ્રોફેસર એનાથી બુશર્ટ પરની ધારાથી થયેલી ભીનાશ લૂંછવા માંડયા.

શોભના કહે:'સોરી, સર ! રોશને...'
'ડોન્ટ સે સો. ર્ઘહ'ા જીચજ ર્જી. એણે તો મને પાવન કર્યો. મારા એને આશીર્વાદ છે. એમ કહી એમણે ખીસામાંથી સો રૃપિયાની નોટ કાઢી એના હાથમાં પકડાવી.  રોશને પણ નોટ ઝડપી લીધી તે જોતાં બધાં હસી પડયાં. શોભનાની મમ્મી કહે:'સાહેબ ! આટલા બધા ના હોય.'

પ્રોફેસર પ્યારેલાલ કહે:'પી... પી... કરવા માટેનું આ તો પ્રાઈઝ છે.' પ્રોફેસરે પરાણે થોડું લીંબુનું શરબત પીધું અને ઉતાવળ કરતાં કહે... 'શુભદાને ઘેર મારી રાહ જોવાતી હશે. સમયસર નહિ પહોચું તો... ? સમજી ગઈને' એય તારી જેમ જ છે... મને ઝાટકે એવી.

શોભના કહે:'ચાલો હું તમને એના રૃમ સુધી મૂકી જઉં... એ ચોથા ફલોર પર બીજા નંબરના બ્લોકમાં રહે છે. તમે પાછા બીજા કોઈના રૃમમાં ઘૂસી જાવ તો...'

એટલું બોલતાં એ ખિલખિલાટ હસી પડી અને પ્રોફેસર પણ એની ટકોર પર હસી પડયા... મનમાં જ  ઓચર્યા... 'હવેની છોકરીઓ જબરી થઈ ગઈ છે.'
(સંપૂર્ણ)

Post Comments