Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અગોચર વિશ્વ- દેવેશ મહેતા

- મહર્ષિ મહેશ યોગીના સહાયક રહી ચૂકેલા ડૉ. જ્હોન ગ્રે સમજાવે છે સંબંધોની સંહિતા !

કોઈને પ્રેમ કરવો એટલે તેનામાં રહેલા સારાપણાની કદર કરવી. તમે કોઈને પ્રેમ કરો છો તો તમે તમારા નૈસર્ગિક, જન્મજાત અને સહજ 'સારાપણા'ને જ જાગૃત કરો છો

''અર્થ છે ખરો આ આપણા ગોઠવાયેલા સંબંધોનો ?
ગોઠવાયેલા શબ્દ,
ગોઠવાયેલું હાસ્ય,
ગોઠવાયેલું આગમન,
ગોઠવાયેલી વિદાય
ચાની ઑફર પણ ગોઠવાયેલી
ને ચાનો ઘૂંટ પણ ગોઠવાયેલો !
બરડ વ્યક્તિત્વને
દીવાલોના પેકિંગમાં સાચવી
એને ફ્લાવરવાઝમાં પ્રકટાવી
ને ચહેરા પર ગિલેટમાંં ચમકાવી
પલેપલ ગાદી તકિયાની માફક
ફાટવાની યા ફૂટવાની બીકે
કોઈ ફ્રીજમાં વરસોથી પાકી ગયેલા નામને સાચવી
સંબંધનું બરફીલું ચોસલું
કોઈની ઊતરેલી તરજમાં ઢાળી
બનાવટી લાગણીઓમાં સહેલારા મારવાનો કોઈ અર્થ ખરો ?
સાથે ચાલવું
ને આપણું ગમે તે પગલું સુરંગ બને એમ માનવું
ગમે તે ક્ષણે
એ સુરંગ ફાટે ને સંબંધોને વેરવિખેર કરે એ સ્વીકારવું
ટેપ પર ટકાવી રાખેલ મૈત્રીનો સંવાદ સાંભળતા
ગમે ત્યારે સ્વાર્થ માટે અજાણ્યા થઈ જવું...
પરિવારનો પડઘાનો પ્રાસ બનાવટી છે...એ જાણવું
ને પ્રાસનું સંગીત મોફાટ વખાણવું
અર્થ છે ખરો તરડાયેલી આ વાંસળીઓનો ?''
- ચંદ્રકાન્ત શેઠ

'ભાવાતીત ધ્યાન'ના પ્રણેતા અને પુરસ્કર્તા મહર્ષિ મહેશ યોગીના 'પર્સનલ આસિસ્ટન્ટ' રહી ચૂકેલા જ્હોન ગ્રે (John Gray)  અમેરિકન, લેખક, લેક્ચરર અને રિલેશનશીપ કાઉન્સેલર છે એમનો જન્મ ૨૮-૧૨-૧૯૫૧માં અમેરિકાના ટેક્ષાસના હ્યુસ્ટનમાં થયો હતો. ૧૯૬૯થી ૧૯૭૮ સુધી તે મહર્ષિ મહેશ યોગી સાથે એમના સહાયક તરીકે રહ્યા હતા અને એમની ધ્યાન યોગની પ્રણાલિને આત્મસાત્ કરી હતી.

એ પછી ૧૯૯૨માં  Men are from Mars, Women are from venus (મેન આર ફ્રોમ માર્સ, વીમેન આર ફ્રોમ વિનસ) નામનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું. જેની લાખો કોપીઓ વેચાઈ છે અને એ વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ પામ્યું છે. એ પછી એ સિરિઝમાં બીજા અનેક પુસ્તકો પણ પ્રસિદ્ધ થયા છે. "What You Feel You Can Heal (૧૯૯૩), How to Get What You Want and Want What You Havી (૧૯૯૯), Practical Miracles for Mars and Venus& Nine Principles for lasting Love, Increasing Sucess and Vibrant Helath in 21 Centurary (૨૦૦૦), How to Release Stress Through Relaxation (૨૦૦૦), How to Release Stress Throught Relaxation (૨૦૦૦), ૭૫ Ways to Say I Love You (૨૦૦૦), Work with Me: the 8 Blind spots between Men and Women in Business (૨૦૦૦), Beyond Mars and Vinus (૨૦૧૭) એમના પ્રસિદ્ધ પુસ્તકોમાંના થોડા પુસ્તકો છે જેમાં માનવ સંબંધો અને સ્ત્રી-પુરુષના સંબંધો વિશે ગહન સંશોધનો રજૂ થયા છે.

જ્હોન ગ્રે બાળક હતા ત્યારે એમને ભારતના મહાન યોગી અને સંત મહર્ષિ યોગાનંદ પાસે એમના માતાપિતા લઈ ગયા હતા. પાછળથી જ્હોનને મહર્ષિ યોગાનંદના 'એન ઓટોબાયોગ્રાફી ઓફ એ યોગી' નામના એમના પુસ્તકે પ્રબળ પ્રેરણા પૂરી પાડી હતી. જ્હોન ગ્રેએ 'સાયન્સ ઓફ ક્રિએટીવ ઇન્ટેલિજન્સ'માં બેચલર અને માસ્ટર ડિગ્રી લીધી હતી. ૧૯૮૨માં કોલંબિયા યુનિવર્સિટીએ પીએચડીની ડીગ્રી પ્રદાન કરી હતી. ગવર્નર્સ સ્ટેટ યુનિવર્સિટી, ઇલિનોઇસ તરફથી ઓનરરી ડોક્ટરેટની ડીગ્રી પણ પ્રદાન કરવામાં આવી હતી. જ્હોન ગ્રેના પુસ્તકો એ 'સંબંધોની સંહિતા' સમા છે. જ્હોન ગ્રેએ સ્ત્રી-પુરુષના સંબંધો સુધારવા થેરાપીસ્ટનું કામ કર્યું છે તે માને છે કે સ્વસ્થ સંબંધો થેરેપી- ચિકિત્સાનું કામ કરે છે. સંબંધોમાં પ્રેમ પ્રસારવાનો અધ્યાત્મિક હેતુ રહેલો છે.

કોઈને પ્રેમ કરવો એટલે તેનામાં રહેલા સારાપણાની કદર કરવી. તમે કોઈને પ્રેમ કરો છો તો તમે તમારા નૈસર્ગિક, જન્મજાત અને સહજ 'સારાપણા'ને જ જાગૃત કરો છો. તમારા પ્રેમના દર્પણમાં તમે તમારી જાતને જોઈને તમારી શક્તિમાં વૃદ્ધિ કરો છો. પ્રેમ મહાન શક્તિ છે જે પ્રેમથી જોડાયેલા હોય એ સર્વેને પ્રોત્સાહન, અનુમોદન, સમર્થન આપે છે.

પ્રેમ એકબીજાને સ્વસ્થ કરવાનો સર્વશ્રેષ્ઠ કીમીયો છે. સારા સંબંધ વ્યક્તિને ખુલ્લા અને મુક્ત કરે છે. એમને વહેતા કરે છે. સંબંધનું કેન્દ્રસ્થાન પ્રેમ છે. જેટલો બને એટલો પ્રેમ પસ્તારો એને માણસો સુધી જ મર્યાદિત ન રાખો. એને આખા વિશ્વમાં પ્રસારો. વ્યક્તિપરક નહીં, વૈશ્વિક પ્રેમ કરો. પ્રેમના પ્રસારક થવાની સાથે એના 'સંગ્રાહક' પણ બનો. પ્રેમને ગ્રહણ કરશો એટલે તમે વૈશ્વિક ઊર્જાના ગ્રાહક બનશો આ રીત વૈશ્વિક ઊર્જા મેળવવાથી તમારી બીમારીઓ પણ દૂર થઈ જશે.

"Fortunately perfection is not a requirement for creating great relationship : સદ્ભાગ્યે શ્રેષ્ઠ, મહાન સંબંધો બાંધવા પૂર્ણતાની કોઈ આવશ્યકતા નથી.' બન્ને એ જેવા છે એવા સ્વીકારી લેવાના હોય છે. "Men are motivated when they feel needed while women are motivated when they feel cherished : પુરુષો એમની જરૃરિયાત છે એવો એમને અનુભવ કરાવાય ત્યારે પ્રેરિત અને સં-ચાલિત થાય છે. જ્યારે સ્ત્રીઓ એમની પ્રેમપૂર્વક સારસંભાળ, કાળજી લેવાય ત્યારે પ્રેરિત અને સં-ચાલિત થાય છે.'

જયારે પુરુષ ગુસ્સે થયા વિના કે હતાશ- નિરાશ થયા વિના સ્ત્રીની સંવેદનાઓ- લાગણીઓને સાંભળે છે એની કદર કરે છે ત્યારે સ્ત્રીને એ ખૂબ ગમે છે. સ્ત્રીની લાગણીઓની કદર એ એને અપાયેલી સર્વોત્તમ ભેટ છે. સ્ત્રી એની લાગણીઓની અભિવ્યક્તિ થવા દે એ પુરુષ આગળ પોતાની સલામતી અનુભવે છે. જ્યારે બેઝિઝક પોતાના વિચાર અને ભાવ વ્યક્ત કરી શકે ત્યારે તેને સંતોષ અને આનંદ મળે છે. સ્ત્રી સાથેના સંબંધમાં પુરુષ માટે જરૃરી છે કે તે સ્ત્રીઓની લાગણીઓને અભિવ્યક્ત થવા દે.

આમ થાય ત્યારે પુરુષને પણ સ્ત્રી તરફથી વધારે પ્રેમાળ, વિશ્વાસ, સ્વીકૃતિ સમર્થન, કદર, પ્રશંસા અને પ્રોત્સાહન પ્રાપ્ત થાય છે.

'સ્ત્રી સ્નેહ અને સામીપ્ય ઇચ્છે છે. પુરુષોએ યાદ રાખવું જોઈએ કે સ્ત્રીઓ એમની સમસ્યા પુરુષો આગળ એમની સમીપ આવવા માટે જ રજૂ કરે છે, નહી કે એ સમસ્યાઓને દૂર કરવા ! એમની ઘણી સમસ્યાઓ એ સ્વયં દૂર કરવા સમર્થ હોય છે.' 'સ્ત્રીનો સ્વ-આત્મ વિષયક ખ્યાલ એની લાગણીઓ અને એના સંબંધોની ગુણવત્તા પરથી નક્કી થાય છે.'

પ્રેમાળ સંબંધો જ જગતને ટકાવશે. સ્નેહાળ સંબંધો જ સ્વાસ્થ્યની જાળવણી કરશે. 'તમે જે મેળવવા યોગ્ય છો એ પ્રેમ તમે મેળવો જ અને તમારા સાથીને જે પ્રેમ અને સથવારાની જરૃર છે તે એને પણ આપો.'

Post Comments