Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોંગ્રેસની જાહેરસભામાં ઈનામની જાહેરાત થતાં પોલીસ ફરિયાદ

-કોંગ્રેસના આગેવાને ભાષણ આપતા કહ્યું કે, 'જે બુથમાં કોંગ્રેસ તરફી સૌથી વધુ મત નિકળશે ત્યાં રૃા. ૫.૫૧

વેરાવળ, તા.6 ડિસેમ્બર 2017,બુધવાર

વેરાવળમાં કોંગ્રેસની જાહેરસભામાં એક ટેકેદાર આગેવાને પોતાનાં ભાષણમાં મતદારોને ઈનામ આપવાની જાહેરાત કરતા પોલીસ ફરિયાદ નોંધાવાથી રાજકીય ક્ષેત્રમાં વાવાઝોડું આવવા જેવી સ્થિતિ સર્જાઈ છે.

ચુંટણી સમયે ભાષણબાજીમાં અનેક નેતાઓ અવનવા બફાટ કરી નાંખતા હોય છે, એવોજ એક કિસ્સો સોમનાથ વિધાનસભા બેઠક માટે વેરાવળનાં ચાર ચોકમાં તા. ૩ના રાત્રે યોજાયેલી કોંગ્રેસની જાહેરસભામાંથી બહાર આવ્યો છે.

જ્યાં સભામંચ ઉપરથી કોંગ્રેસના નેતા બેફામ ભાષણબાજી કરતા હતા. જેમાં કોંગ્રેસના સમર્થક આગેવાન જગમાલભાઈ વાળાએ ભાષણ કરતા કરતા સભામંચ ઉપરથી જ જાહેર કર્યું કે, 'સોમનાથ વિધાનસભા બેઠકમાં જે બુથમાંથી કોંગ્રેસ તરફી સૌથી વધુ મત નિકળશે, એ બુથવાળાને મારા તરફથી રૃા. પાંચ લાખ એકાવન હજારનું ઈનામ આપવામાં આવશે.'

હાલ તમામ રાજકીય પક્ષોની જાહેરસભા ઉપર ચુંટણી પંચની નજર હોવાથી આ મુદ્દો પણ મામલતદાર કચેરીના ડીડીઓની ટીમનાં રીપોર્ટમાં નોંધાઈ ગયો હતો. જે કાયદા વિરૃદ્ધ મતદારોને લાંચની ઓફર કરવા સમાન હોવાનું જણાતા આજે નાયબ મામલતદાર કે.કે. મહેર દ્વારા કોંગ્રેસનાં સમર્થક જગમાલભાઈ વાળા વિરૃદ્ધ વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જેમાં પોલીસે લોકપ્રતિનિધિત્વ ધારા મુજબ કલમ ૧૨૩ (ખ) (૨) તેમજ આઈપીસી કલમ ૧૭૧ (ચ) હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરતા રાજકીય વર્તુળમાં ભય સાથે સોંપો પડી જવા પામ્યો છે.

Post Comments