Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લાલપુરના પડાણા ગામે ૧૭ વર્ષની કન્યાના લગ્ન થતા અટકાવાયા

- ૧૮૧ની ટીમે બાળલગ્ન અટકાવ્યા

- તરૃણીના માતા પિતા વરરાજા અને તેના માતા પિતા તથા ગોર મહારાજને લઈ જવાયા પોલીસ મથકે

જામનગર, તા. 16 એપ્રિલ, 2018, સોમવાર

લાલપુરના તાલુકાના પડાણા ગામમાં આજે સવારે ખંભાળીયાથી આવેલી સગીર વયની કન્યાના લગ્ન કરાવાતા હોવાનું ધ્યાનમાં આવતા પોલીસની ૧૮૧ની હેલ્પલાઈનની ટીમ લગ્ન સ્થળે પહોંચી ગઈ હતી અને બાળ લગ્ન અટકાવ્યા હતા

લાલપુર  તાલુકાના પડાણા ગામમાં આજે સવારે ખંભાળીયાથી કન્યા પક્ષનો પરિવાર આવ્યો છે અને કન્યાની (ઉ.વ.૧૭ )ની છે તેમ છતાં તેણીના બાળ લગ્ન કરાવવામાં આવી રહ્યા છે અને એક આશ્રમમાં આં લગ્નવિધિ કરાઈ રહી છે તેવી માહીતી પોલીસની ૧૮૧ હેલ્પલાઈનની ટીમને મળતા ટીમ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

અને તપાસણી કરતા કન્યાની ઉમર ૧૭ વર્ષની હોવાનું માલુમ પડયું હતું જેથી તેઓની સમજાવટ કરી બાળ લગ્ન થતા અટકાવ્યા હતા કન્ના અને તેના માતાપિતા વરરાજા અને તેના માતાપિતા ઉપરાંત ગોરમહારાજ વગેરેને મેઘર પર પડાણા પોલીસ મથકે લઈ જઈ તેઓના નિવેદન નોંધ્યા હતા. ઉપરાંત તરૃણી પુખ્ત વયની થાય ત્યાર પછી જ તેણીના લગ્ન કરાવીશું તેવું લખાણ કરાવી લીધું હતું અને બાળ લગ્ન થતા અટકાવ્યા હતા.

Post Comments