Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૨૨મીએ સૌરાષ્ટ્ર યુનિ.માં ૨૦,૦૦૦ વિદ્યાર્થીને આપવામાં આવશે ટેબલેટ

-બાકીના વિદ્યાર્થીઓને ટેબલેટ કોલેજે પહોંચાડવામાં આવશે

રાજકોટ,તા.12 ઓગસ્ટ 2017, શનિવાર

સૌરાષ્ટ્ર યુનિ. સાથે સંલગ્ન કોલેજમાં પ્રથમ વર્ષે એડમિશન લેનારા વિદ્યાર્થીઓના એનરોલમેન્ટની મુદત આજે પુરી થઈ હતી. પ્રથમ સત્રમાં અંદાજે ૫૦ હજાર વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધાનું જાહેર કરવામાં આવ્યું હતું. જે પૈકી ૩૫ હજાર જેટલા વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા ટેબલેટ આપવામાં આવશે. ૨૦,૦૦૦ વિદ્યાર્થીઓને ૨૨મીએ સૌરાષ્ટ્ર યુનિ. ખાતે ટેબ અપાશે. બાકીનાને કોલેજે પહોંચાડવામાં આવશે.

શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા રૃા ૧ હજારમાં વિદ્યાર્થીઓને રૃા ૮ હજારનું ટેબલેટ આપવાનું જાહેર કરવામાં આવ્યા પછી સૌરાષ્ટ્ર યુનિ. સાથે સંલગ્ન જુદી જુદી કોલેજો દ્વારા મોટા પ્રમાણમાં ટેબલેટ માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ ટેબલેટ લેવા માટે યુનિ.ના કર્મચારીઓ સંભવતઃ આગામી સપ્તાહમાં અમદાવાદ જશે યુનિ. ખાતે ટેબલેટ વિતરણ કાર્યક્રમ સંદર્ભે સુત્રોએ જણાવ્યું હતું કે, તા.૨૨નાં મુખ્યમંત્રી વિજય રૃપાણીની ઉપસ્થિતિમાં યુનિ. કેમ્પસ ઉપર આવેલા મુખ્ય રંગમંચ ખાતે સૌરાષ્ટ્રની જુદી જુદી કોલેજના વિદ્યાર્થીઓને એકત્ર કરી ટેબલેટ વિતરણ કરવામાં આવશે.

કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું તા.૧૪ અથવા ૧૮મીએ કેસીજી(નોલેજ કન્સોર્ટિયમ ગુજરાત)માંથી ટેબ લેવા માટે ટ્રક અમદાવાદ મોકલવામાં આવશે. આજે ૩૦૦ આચાર્યોની બેઠક મળી હતી. રાજકોટની ૫૦ કોલેજો તથા આસપાસની ૨૦ કોલેજના વિદ્યાર્થીઓ ૨૨મીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બાકીના ૧૫,૦૦૦ વિદ્યાર્થીઓને કોલેજ ખાતે ટેબ પહોંચાડી દેવામાં આવશે.

Post Comments