Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટ્રેલરે બાઈકને હડફેટે લેતા ફંગોળાયેલા બે યુવાનનાં મોત

- માળિયાનાં મોટી બરાર ગામ નજીક

- અકસ્માત બાદ ટ્રેલર મુકી નાસી છૂટેલા ચાલકને ઝડપવા પોલીસ દ્વારા તપાસ

મોરબી,તા.11 જાન્યુઆરી 2017, બુધવાર

માળિયા હાઈવે- પર મોટી બરાર નજીક ટ્રેલરનાં ચાલકે બાઈકને હડફેટે લેતા ફંગોળાયેલા બે યુવાનોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતાં. અકસ્માત બાદ ટ્રેલર મુકી નાસી છૂટેલા ચાલકને ઝડપવા પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે.

પોલીસ પાસેથી મળતી વિગત મુજબ માળિયા હાઈવે પર આવેલ મોટી બરાર ગામ પાસે સાંજના સમયે પીપળીયા ચાર રસ્તાથી ટ્રેલર નં. જીજે૧૨બીટી ૫૦૭૪ ચાલકે સામેથી આવતા બાઈકને હડફેટે લેતા બાઈકમાં સવાર યુવાન જયદીપ ભગવાન મકવાણા (રહે. કોઠારિયા) અને વિજય મનસુખ બસિયા બોરીચા (રહે. માવના ગામ તા. જોડિયા) બંને યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતાં.

જ્યારે અકસ્માત સર્જનાર ટ્રેલર ચાલક ટ્રેલર મુકીને ભાગી ગયો હતો. અકસ્માતના બનાવની જાણ થતા જ માળિયા પીએસઆઈ એન.બી. ડાભી સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને અકસ્માતનો ગુનો નોંધી અને આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા. યુવાનો ક્યાં જતા તે અંગેની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

Post Comments