Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજકોટમાં ભાજપ,'પાસ' તેમજ પ્રજાપતિ સમાજે કર્યા પુતળાદહન

-શક્તિસિંહના અને રૃપાણીના ઉચ્ચારણો સામે, હાર્દિકની સી.ડી.સામે

-ભાજપ પુતળુ બાળે તો ગુનો નથી બનતો? કોર્પોરેશન ચોકમાં કોઈની અટકાયત નહીં

રાજકોટ, તા.14 નવેમ્બર 2017,મંગળવાર

રાજકોટમાં આજનો દિવસ વિવિધ સ્થળોએ વિરોધ કાર્યક્રમોથી ભરચક્ક રહ્યો હતો જેમાં હાર્દિક પટેલની સી.ડી.વાયરલ કરવા સામે પાટીદાર કાર્યકરોએ, રૃપાણીએ પ્રજાપતિ સમાજ અંગે કથિત ઉચ્ચારણો સામે આ સમાજ (જ્ઞાાતિ)ના લોકોએ તો ખુદ ભાજપે શક્તિસિંહના સરદાર પટેલ સંબંધી ઉચ્ચારણ વિરુધ્ધમાં પુતળાદહનનના કાર્યક્રમો અપાયા હતા. આશ્ચર્યજનક વાત એ છે કે પોલીસે ભાજપના કાર્યક્રમને અટકાવ્યો ન્હોતો કે અટક ન્હોતી કરી જ્યારે અન્યત્ર અટક કરી છે.

સરદાર પટેલના ડી.એન.એ. સાથે હાર્દિક પટેલને શક્તિસિંહ ગોહીલે સરખાવ્યા તે નિંદનીય કૃત્ય છે તેમ કહીને તેના વિરોધમાં રાજકોટના ધારાસભ્ય, ભાજપના કોર્પોરેટરો પદાધિકારીઓ વગેરેની હાજરીમાં અહીંના ધમધમતા ઢેબરરોડ પર મહાપાલિકા ચોકમાં આ કોંગી નેતાના પુતળાને સળગાવવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ વખતે રોડની બન્ને બાજુ લાંબો સમય સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો અને પોલીસ હાજર હોવા છતાં નેતાઓને હટાવવાની કોઈએ હિંમત કરી ન્હોતી. એક એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં અટવાઈ પડી હતી. ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ વિરુધ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા. સરદાર પટેલ સાથે હાર્દિકની કોઈ પણ રીતે સરખામણી એ સરદારનું અપમાન છે તેમ જણાવાયું હતું.

જ્યારે મવડી ચોકડીમાં પ્રજાપતિ સમાજે એકત્ર થઈને મુખ્યમંત્રી વિજય રૃપાણીનું પુતળુ લાવીને તે સળગાવવા પ્રયાસ કર્યો હતો પણ પોલીસે ૯ કાર્યકરોને ત્યાંથી અટકાયત કરી લીધી હતી. આ અંગે મથુરભાઈ નામના આગેવાને જણાવ્યું કે અમારા પ્રજાપતિ સમાજ માટે જ્યારે વિજયભાઈ પાસે ધારાસભાની ટિકીટમાં મહત્વ આપવાની માંગણી કરવા ગયા ત્યારે મુખ્યમંત્રીએ આ તો પરચુરણ સમાજ છે તેમ કહીને અપમાન કર્યું તેના વિરોધમાં આ વિરોધ પ્રદર્શન યોજાયેલ છે.

તો રવિરત્ન પાર્કમાં 'પાસ'હેઠળ પાટીદાર આગેવાનોએ એકત્ર થઈને પુતળાદહનનો કાર્યક્મ આપ્યો હતો પણ ત્યાં પણ પોલીસ ધસી ગઈ હતી અને અટકાયતનો દોર શરુ કર્યો હતો. ચૂંટણી નજીક છે ત્યારે હાર્દિક પટેલને બદનામ કરવા સી.ડી.વાયરલ કરાઈ રહ્યાનો રોષ પાટીદારોએ વ્યક્ત કર્યો હતો.

બીજી તરફ શહેરમાં કોંગ્રેસના નેતા દ્વારા લોકસંપર્ક અભિયાન કરાયું તેમાં મોટા ટોળા એકત્ર થતા ઠેરઠેર ટ્રાફિક જામ થતા લોકોને હેરાન થવુ પડયું હતું.

એકંદરે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આવા વિરોધ પ્રદર્શનોનો સિલસિલો હવે જારી જ રહેવાની શક્યતા છે.

Post Comments