Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમરેલી, બાબરા અને તાલાલા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ

-માધુપુર ગીરની સરસ્વતી નદી અને બાબરાની કાળુભાર નદીમાં પુર

(પ્રતિનિધિઓ દ્વારા) રાજકોટ,તા.13 સપ્ટેમ્બર 2017, બુધવાર

સૌરાષ્ટ્રનાં આજે અસહ્ય બફારા વચ્ચે અનેક સ્થળોએ ઝાપટાથી માંડીને બે ઈંચ વરસાદ વરસ્યો હતો. અમરેલી, બાબરા અને તાલાલા પંથકમાં ગાજવીજ સાથેનાં વરસાદથી લોકો ફફડી ગયા હતાં. ગ્રામ્ય વિસ્તારોમાં સારી મેઘમહેરથી નદી નાળા બે કાંઠે વહી નિકળ્યા હતાં.

અમરેલી જીલ્લામાં ગત રાતનાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અમરેલી શહેરમાં ધીમીધારે પડેલા વરસાદથી બજારો અને સોસાયટીઓમાં પાણી છવાયેલા હતાં. ખાંભા પંથકમાં ધોધમાર અડધો ઈંચ વરસાદથી ખેતરોમાં પાણી છવાઈ ગયેલા હતાં.

બાબરા વિસ્તારમાં ગઈકાલ મોડી રાત્રીનાં ભારે ગાજવીજ સાથે સખ્ત વિજળી નાં ચમકારા વચ્ચે ૩૯ મી.મી. વરસાદ ત્રાટકતા ઠંડક પ્રસરી હતી. આ સાથે ભાવનગર રોડ નજીક વિજપોલ ઉપર વિજળી પડતા કોમર્શ્યલ કોમ્પ્લેક્ષની દુકાનો અને રહેણાંક વિસ્તારમાં ૩૦થી ૩૫ સ્થળે વિજ ઉપકરણો બળીને ખાખ થવા પામ્યા હતાં. અચાનક મેઘરાજાનાં રોદ્ર સ્વરૃપ અને આકાશમાં વિજળીનાં લબકારાથી ભયનો માહોલ છવાઈ જવા પામેલો હતો. બાબરા શહેરમાં રાત્રીનાં ૪ કલાક સુધી જુદા જુદા વિસ્તારોનો વિજ પુરવઠો ગુલ થવાથી લોકોને રાત ઉજાગરા થવા પામ્યા હતાં. કરીયાણા, દેવળીયા, દરેડ, ગલકોટડી સહીતનાં ગામો તથા બાબરા શહેરની કાળુભાર નદીમાં પુર આવ્યું હતું.

તાલાલા પંથકમાં આજે ત્રીજા દિવસે પણ મેઘસવારી ચાલુ રહી હતી. આજે બપોરે આંકોલવાડી ગિર તથા માધુપુર ગિર વિસ્તારનાં ગામડામાં દોઢથી બે ઈંચ વરસાદ પડયો હતો. આ ઉપરાંત ધાવાગિર લુશાળા ગિર વિસ્તારમાં ૧ થી ૧ાા ઈંચ વરસાદ પડયો હતો. આજે તાલાલા પંથકનાં ૧૫ જેટલા ગામોમાં વરસાદપડયો હતો. ભારે વરસાદથી માધુપુર ગીર ગામમાંથી પસાર થતી સરસ્વતિ નદીમાં પુર આવ્યું હતું. આ ઉપરાંત અનેક ગામોમાં નાના મોટા નદીનાળા છલકાઈ ગયા હતાં.

Post Comments