Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જો ભાજપ સરકાર- નગરપાલિકા દ્વારા આયોજન નહીં કરાય તો મોરબીમાં પાણી વિતરણ ખોરવાઈ જવાની ભીતિ, મચ્છુ-૨મા

-બાદમાં ડેડસ્ટોરેજમાંથી કરવું પડશે પમ્પીંગ

મોરબી, તા.11 જુલાઇ 2018,બુધવાર

મોરબી શહેર અને ગ્રામ્ય પંથકની જીવાદોરી સમાન મચ્છુ-૨ ડેમમાં પીવાના પાણીનો જથ્થો ખુટવા લાગ્યો છે. હાલમાં એકાંતરા પાણી કાપ લાગુ કરાયો છે પરંતુ મચ્છુ -૨માં ૧૫મી સુધી ચાલે તેટલો  જ જળ જથ્થો હોય બાદમાં જળશંકટ વિકરાળ બનવાનાં એંધાણ છે.  પરિસ્થિતિની ગંભીરતા પારખીને જિલ્લા કલેક્ટર દ્વારા નર્મદા કેનાલમાંથી પાણી આપવા રાજ્યના અગ્ર સચિવને પત્ર પાઠવવામાં આવ્યો છે.

પત્રમાં જણાવ્યું છે કે મોરબી શહેર અને મોરબી- માળિયા, જોડિયા જૂથ પાણી પુરવઠા યોજના માટે મચ્છુ-૨ ડેમમાંથી રોજ ૬૫ એમ.એલ. પાણીનો જથ્થો લેવામાં છે. મચ્છુ ૨ ડેમમાં આજની તારીખે જીવંત જથ્થો ૨૨.૧૨ એમસીએફટી અને ડેડ જથ્થો ૧૨૪.૩૪ એમસીએફટી ઉપલબ્ધ છે. ડેમના જથ્થામાં લોસ સાથે આશરે રોજની ૪ એમસીએફટીની ઘટ આવે છે. જે મુજબ જીવંત જથ્થો વધુમાં વધુ ૧૫ જુલાઈ સુધી લઈ શકાશે અને બાદમાં ડેડ સ્ટોરેજમાંથી પમ્પીંગ કરવાની ફરજ પડશે.


મોરબી નગરપાલિકા દ્વારા ડેમમાં પાણીની ઉપલબ્ધી ધ્યાને લઈને એકાંતરા પાણી વિતરણ શરૃ કર્યું છે. જેથી શહેરીજનો તરફથી ફરિયાદો આવે છે અને આવનાર સમયમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાય તેમ જણાય છે. હાલ વરસાદ પડેલ ના હોવાથી મચ્છુ ૨માં નર્મદા કેનાલ મારફતે પાણી નાખવાની ખુબ જરૃરિયાત ઉભી થઈ છે.

જેથી ૧૫ જુલાઈ પછી મોરબી શહેર અને જૂથ યોજનાના લાભાર્થી ગામોને પીવાનું પાણી નિયમિત પુરુ પાડી શકાય. મોરબી શહેર અને મો.મા.જો. જૂથ યોજનાના લાભાર્થી ગામોમાં પીવાના પાણી માટે ડેમ સિવાય વૈકલ્પિક વ્યવસ્થા ના હોવાથી નર્મદા કેનાલ મારફત મચ્છુ ડેમમાં પાણી ભરવાની તાકીદે જરૃર હોવાથી ઘટતી કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવા જણાવ્યું છે.

Post Comments