Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આમરણથી ભાદરા સુધીનો રોડ રીપેર નહી થાય તો જન આંદોલનના મંડાણ

-૩૧મી સુધીમાં રોડ રીપેર કરવાનું તંત્રને અલ્ટીમેટમ

-રોડ ઉપર નથી ડામરનું નામોનિશાન, ઠેર-ઠેર ગાબડાં

આમરણ,તા.૧૬ મે 2018, બુધવાર

જામનગર - કંડલા (કચ્છ) કોસ્ટલ હાઈવે પરનો આમરણથી ભાદરા (પાટિયા) સુધીનો ૩૦ કિ.મી. માર્ગ છેલ્લા બે વર્ષ થયા સંપૂર્ણ બિસમાર હાલતમાં હોવાથી પ્રજા હાડમારી ભોગવી રહી છે. અનેક રજૂઆતો  બાદ પણ તંત્ર દ્વારા કશું ધ્યાન નહિં અપાતાં આગામી તા.૩૧.૫ સુધીમાં તાકિદે ઘટતું કરવામાં નહિં આવે તો મુદત પૂરી થયે રસ્તા રોકો જનઆંદોલનના મંડાણ કરવામાં આવશે. તેવી ચિમકી અપાઈ છે.

તા.પં. પ્રમુખે કાર્યપાલક ઈજનેર પી.ડબલ્યુ.ડી. જામનગરને પત્ર પાઠવી જણાવ્યું છે કે, આમરણ ચોવીસી પંથકની જનતા છેલ્લા બે વર્ષ થયા આમરણ ભાદરા વચ્ચેના બદતર માર્ગની પીડા સહન કરી રહી છે. છેલ્લા ઘણાં સમય થયાં વારંવાર રજૂઆતો તંત્ર સમક્ષ કરવામાં આવી રહી છે. તેમ છતાં તંત્ર દ્વારા કશું ધ્યાન અપાતું નથી. આ માર્ગ પર અસંખ્ય નાનામોટા ગાબડાંઓ પડી ગયા છે. માર્ગ ધૂળિયો બની ગયો છે. કયારેક ગાબડાઓમાં માટી નાખી સમારકામ કર્યાનું નાટક કરવામાં આવે છે.


તદુપરાંત આમરણ ખાતે હનુમાનજીની દેરીવાળી ગોલાઈ તેમજ વગડેશ્વરવાળી ગોળાઈના બંને નાલા ગત ચોમાસામાં ધરાશાયી થઈ ગયા છે.

છતાં આજ દિવસ સુધી સમારકામ કાર્યવાહી થઈ નથી. આ બાબતે તાકિદે ઘટતું કરવામાં નહિં આવે તો આગામી ચોમાસામાં જામનગર કચ્છ વચ્ચેનો વાહન વ્યવહાર ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે તેમજ ધરાશાયી બંને નાલાની જગ્યાએ વૈકલ્પિક ધોરણે પાઈપ નાંખી સમારકામ કરવામાં નહિં આવે તો ગમખ્વાર અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે. ધરાશયી થયેલા બંને નાલાનાં થોડા બચેલા ભાગ પરથી વાહનો પસાર થઈ રહ્યાં છે.

આ પ્રશ્ને તાકિદે ઘટતું કરવામાં નહિં આળે તો મુદત વિત્યે જોડિયા તાલુકો અને આમરણ ચોવીસી પંથકની જનતા રસ્તારોકો સહિત આંદોલન કરશે તેવી ચિમકી અપાઈ છે.

Post Comments