Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાવો તળિયે જતાં ડુંગળીનો જથ્થો રસ્તા પર ઠાલવી ખેડૂતોનો ચક્કાજામ

- કૃષિ મંત્રીનો વિસ્તાર અમરેલી જિલ્લામાં જ સરકાર વિરૃધ્ધ પ્રદર્શન

- વ્યાજે નાણાં લઇ ડુંગળીનું વાવેતર કરનારા ખેડૂતો રાતા પાણી એ રોવે છેઃ સરકારની બેધારી નીતિ સામે આક્રોશ

અમરેલી, તા. ૧૦ બુધવાર, મે, 2017
ખેડૂતોની આવક બમણી કરી દેવાની ગુલબાગ ફૂંકનાર સરકાર ખેત જણસોના પૂરતા ભાવ પણ આપતી ન હોવાના કારણે હાલ ડુંગળીના ભાવ તળીયે બેસી જતાં અમરેલીના કૃષિ મંત્રીના વિસ્તારનાં ખેડૂતોએ સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરી ડુંગળીના ટ્રેકટર રોડ ઉપર ઠાલવી દઇ ચક્કાજામ સર્જી દીધેલ હતા.

પ્રાપ્ત વિગત મુજબ ગત સાલ ડુંગળીના ભાવ સારા મળતા આ વર્ષે અમરેલી જિલ્લામાં ડુંગળીનું વાવેતર ખુબજ થયું છે. ત્યારે હાલ ડુંગળીનો પાક બજારમાં આવતા એક મણ ડુંગળીનો ભાવ ડુંગળી ભરવાના એક બારદાન જેટલો તળીયે બેસી જતા ડુંગળી ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહેલ છે રાજયના કૃષિ મંત્રીના વિસ્તાર એવા સા.કુંડલા તાલુકાના ગામડાનાં ખેડૂતો આજે ખડસલી ગામ નજીક સ્ટેટ હાઇવે ઉપર ડુંગળીના ટ્રેકટર - બળદગાડા ભરી ઉતરી આવેલ હતા. અને સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરી ડુંગળી ભરેલા ટ્રેકટર - ગાડા રોડ ઉપર ઠાલવી દઇ ડુંગળીનો કચ્ચરધાણ કાઢી ચક્કાજામ સર્જી દીધેલ હતા. ખેડૂતોએ આક્રોશ સાથે સરકારની બેધારી નીતિ સામે બળાપો ઠલાવેલ હતો ખડસલીના એક ખેડૂતે જણાવેલ હતું કે, તેમણે ડુંગળીનો પાક લેવા રૃા. ૧ લાખનો ખર્ચ થયેલ છે અને તૈયાર થયેલ ડુંગળી વેચવા જતા રૃા. ૩૦ હજારની ઉપજ આવેલ છે. આમ મૂળ ખર્ચમાં રૃા. ૭૦ હજારની ખોટ ખાધેલ છે. ખેડૂતોમાં ડુંગળીમાં પાકમાં લાખો રૃપિયાની ખોટ ખાધેલ છે.

ગત સાલમાં ડુંગળીના સારા ભાવ મળતા ખેડૂતોએ વ્યાજે નાણા લઇ ડુંગળીનાં પાક વાવતાં આર્થિક દેણામાં ડુબી ગયેલ છે. ઘઉં, મગફળી, કપાસ, તુવેર ગમે તે પાક ખેતરમાંથી તૈયાર થઇ ખેડૂત બજારમાં વેચવા જાય એટલે બજાર ભાવ તુટી જાય અને ખેડૂત પાસે માલ ખાલી થઇ જાય એટલે બજાર ભાવ ડબલ થઇ જાય સરકારની આ બે - ધારી નીતિ સામે ખેડૂતોએ બળાપો કાઢેલ હતો.
પીપાવાવ સ્ટેટ હાઇવે ઉપર આજે ડુંગળીની રેલમછેલ મચી હતી. કૃષિ પ્રધાન દેશમાં કૃષિકારોની અવદશાથી નાના ખેડૂતો આર્થિક બોજાતળે દબાઇ રહેલ છે.

Post Comments